SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સંતે કહ્યું : ખીજાવવાની કોઇ જરૂર નથી. માણસ જ્યારે માટલું લેવા જાય છે ત્યારે તેના પર ટકોરા મારે જ છે ને ? સંભવ છે કે આ માણસ પણ મને ટકોરા મારીને ગુરુ તરીકે પસંદ કરવાનો હોય ! અને કમાલ ! પેલો માણસ ખરેખર તેમનો શિષ્ય બની ગયો ! * હોય તો આપું ને ? “તમને પેલો આટલી બધી ગાળો આપે છે, છતાં તમે મૌન કેમ છો ? તમે પણ સામે ડબ્બલ ગાળો આપો ને ?” “તમારી સલાહ ઠીક છે, પણ હું ગાળો શી રીતે આપી શકું ? મારી પાસે હોય તો આપી શકું ને ? એ તો જાણીતી વાત છે કે જેની પાસે જે હોય તે જ તે આપી શકે. ગધેડાનું શિંગડું હોય જ નહિ પછી ક્યાંથી આપી શકાય ?” * નીલકંઠનું રહસ્ય : ઝેર પીને શંકર નીલકંઠ મહાદેવ બનીને પૂજાયા એનું રહસ્ય જાણો છો ? જે લોકો તરફથી મળતા ધિક્કાર અને અપમાનના ઝેરને પી શકે છે તે જ ‘મહાદેવ’ બને છે. * પત્થર મારનારને કેરી : બાળકે કેરી તોડવા ફેંકેલો પત્થર મહારાજા રણજીતસિંહને વાગ્યો. બાળકને ફટકારતા સેવકોને અટકાવીને મહારાજાએ કહ્યું : એક વૃક્ષ પણ પોતાને પત્થર મારનારને કેરી આપે તો હું તો માણસ છું... માણસોમાં પણ રાજા છું. જાવ... આ છોકરાને ઇનામ આપો અને છોડી મૂકો. ૐ ...તો શું કરશો ? “કોઇ ગાળો આપશે તો શું કરશો ?’” “તો વિચારીશ કે તે લાકડી તો નથી મારતો ને ?’’ – આકાશગંગા ૬ ૧૪૦ “લાકડી મારશે તો ?'' “તો વિચારીશ કે તે તલવાર તો નથી મારતો ને ?’’ “તલવાર મારશે તો ?” “તો વિચારીશ કે તે જાનથી તો નથી મારતો ને ?” “જાનથી પણ મારશે તો ?' “તો વિચારીશ કે મારા ધર્મને તો નથી મારતો ને ? મારા અમર આત્માને તો નથી મારતો ને ?” આક્રોશ તર્જના ઘાતના, ધર્મભ્રંશને ભાવે રે; અગ્રીમ અગ્રીમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે. - પૂ. ઉપા. યશોવિજયજી * ભૂષણ અને દૂષણ : શત્રુ કે મિત્ર પર ક્ષમા રાખવી તે સાધુનું ભૂષણ છે. પણ અપરાધી પર ક્ષમા રાખવી તે રાજાનું દૂષણ છે. * પાંચ ક્ષમા : ૧. ઉપકાર ક્ષમા : માતા-પિતા, શેઠ વગેરે ઉપકારી છે, એમ સમજી તેમનું સહન કરવું તે. અપકાર ક્ષમા : જો હું ક્રોધ કરીશ તો સામેવાળો મારો લોથ વાળી નાખે તેવો બલિષ્ઠ છે. માટે તેની સામે ક્ષમા રાખવામાં જ મજા છે - એમ વિચારીને સહન કરવું તે. ૩. વિપાક ક્ષમા : જો હું ગુસ્સો કરીશ તો મને જ નુકશાન થવાનું છે. સમાજમાં ‘ક્રોધી’ તરીકેની છાપ પડશે. પરલોકમાં દુર્ગતિમાં જવું પડશે - એમ વિચારીને સહન કરવું તે. આકાશગંગા - ૧૪૧ | ૨.
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy