SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. અનુલોમ પ્રશ્ન : ‘તમે કુશળ છો ને ?' આવા ક્ષેમકુશળના પ્રશ્ન પૂછવા. ૫. જ્ઞાન પ્રશ્નઃ જાણવા માટે પૂછવું. કેશી ગણધરની જેમ. ૬. અતથા જ્ઞાન : અજ્ઞાનીનો અજ્ઞાનીને પ્રશ્ન. શિક્ષા પ્રાપ્ત કરવા યોગ્ય આઠ ગુણોવાળો : ૧. હાસ્ય નહિ કરનાર. ૨. ઇન્દ્રિય દમન કરનાર. ૩. શ્રેષ્ઠ આચાર પાળનાર. ૪. મર્મ ન બતાવનાર. ૫. અખંડિત આચાર ધરનાર. રસમાં આસક્ત ન થનાર. ૭. ક્રોધ નહિ કરનાર. ૮. સત્યમાં રક્ત રહેનાર. શિક્ષા માટેની અયોગ્યતાના પાંચ કારણ : ૧. અભિમાન ૨. ક્રોધ ૩. પ્રમાદ, ૪. રોગ ૫. આળસ છે જ્ઞાન માર્ગની સાત ભૂમિકા : ૧. શુભેચ્છા : વૈરાગ્યપૂર્વક મોક્ષની ઇચ્છા. ૨. વિચારણા શાસ્ત્રાધ્યયન-સત્સંગાદિ સદાચારમાં પ્રવૃત્તિ. ૩. તનમાનસાઃ ઉપરના બંનેના માધ્યમથી અનાસક્ત રહેવું. ૪. સત્ત્વાપત્તિ : આત્મસ્વરૂપમાં રમણ કરવું. આકાશગંગા • ૧૨૬F ૫. સંસક્તિ : ઉપરની ચારેય ભૂમિકામાં સ્થિર થયા પછી અંતઃકરણની સમાધિમાં આરૂઢ થવું. ૬. પદાર્થ ભાવના : પૂર્વ અભ્યાસ પછી બાહ્ય-અત્યંતર પદાર્થો પ્રત્યે બેભાન જેવા બની જવું. ૭. તુર્યગા : બીજા ગમે તેટલો પ્રયત્ન કરે છતાં અભિમાન ન થવા દેવો. - યોગવાશિષ્ઠ, ઉત્પત્તિપ્રકરણ સર્ગ ૧૧૮/૫-૧૫ છે જ્ઞાન ત્રણ પ્રકારે મળે : ૧. મનથી : સર્વોત્કૃષ્ટ છે. ૨. અનુસરણથી : જે સર્વથી સરળ છે. ૩. અનુભવથી : જે સર્વથી કડવું છે. જુદા જુદા ધર્મોના ધર્મગ્રંથો : છે જૈનોના અગ્યાર અંગ, બાર ઉપાંગ, દસ પયજ્ઞા, છ છેદગ્રંથ, ચાર મૂળસૂત્ર, અનુયોગ દ્વાર, નંદી – આ પીસ્તાલીસ આગમ તથા તેના નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા. બૌદ્ધોના : ત્રણ પિટક ગ્રંથ ૧. વિનય પિટકમાં સાધુઓના નિયમ. ૨. સુત્ત પિટકમાં દીર્ઘનિકાયાદિ પાંચ નિકાય (બૌદ્ધ સિદ્ધાંત). ૩. અભિધમ્મ પિટકમાં ધાર્મિક ક્રિયાકાંડ. છે વૈદિકોનાઃ વેદ, ઉપનિષદ્, શ્રુતિ, સ્મૃતિ, મહાભારત, રામાયણ, પુરાણ આદિ. છે યહૂદીઓના : જૂના બાઇબલ (ઓલ્ડ ટેસ્ટામેન્ટ)ના ત્રણ ભાગ (તોરા, નવી, નવિસ્ત) તથા તાલમુદ. - આકાશગંગા • ૧૨૭ |
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy