SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ cou મોહ અને મોક્ષ : છે મો = મોક્ષને હ = હણે તે મોહ. છે મો = મોહનો ક્ષ = ક્ષય ત્યાં મોક્ષ. પાંચ પ્રકારના જીવો : ૧. થોર જેવા : કાંટા લગાડનારા. ૨. ઘાસ જેવા : પવન પ્રમાણે મૂકનારા. ૩. વાદળ જેવા : પવન લઇ જાય ત્યાં વરસનારા. ૪. ઠુંઠા જેવા : સદા અક્કડ રહેનારા. ૫. ઘેઘૂર વડ જેવા : સ્વ-પરનું હિત કરનારા. ચાર ગતિમાં ક્યાં શું ? ૧. દુઃખ બહુ ત્યાં ક્રોધ બહુ. જેમ કે નારક. ૨. ભૂખ ઘણી ત્યાં માયા ઘણી. જેમ કે તિર્યંચ. ૩. બુદ્ધિ ઘણી ત્યાં માન ઘણું. જેમ કે માણસ. ૪. લાભ ઘણો ત્યાં લોભ ઘણો, જેમ કે દેવ. જ ચાર કથા ચાર સંજ્ઞા વધારે : ૧. સ્ત્રીકથા : મૈથુનસંજ્ઞા વધારે. ૨. ભક્તકથા : આહારસંજ્ઞા વધારે. ૩. દેશકથા: ભયસંજ્ઞા વધારે. (પાડોશી દેશોના લશ્કરની વાત સાંભળતાં યુદ્ધાદિનો ભય લાગે.) ૪. રાજકથા : પરિગ્રહ સંજ્ઞા વધારે. (રાજાઓના વૈભવનું વર્ણન સાંભળીને તેવી-તેવી ચીજો લાવવાની ઇચ્છા થાય.) | આકાશગંગા • ૧૧૪ - આ ચાર શરણનો ચાર કષાય ટાળવા માટેનો સંદેશ : ૧. અરિહંત : ક્રોધને છોડી ક્ષમાશીલ બનો. જુઓ... મેં મારા જીવનમાં દુશ્મનો તરફ પણ ક્રોધ કર્યો નથી. ૨. સિદ્ધ : માન છોડી નમ્ર બનો. નાનાને પણ બહુમાન ભાવથી જુઓ. હું નિગોદના જીવને પણ મારો સાધર્મિકબંધુ ગણું છું. ૩. સાધુ: માયા છોડી સરળ બનો. સરળ હોય છે તે જ સાધુ બને છે ને તેની જ શુદ્ધિ થાય છે. ૪. ધર્મ : લોભ છોડી સંતોષી બનો. હું જ પરલોકમાં ચાલનાર વાસ્તવિક ધન છું. મને જે અપનાવશે તે સંતોષી બનશે. ચાર સંજ્ઞાની રાજધાની : ૧. આહાર સંજ્ઞા : મારી રાજધાની તિર્યંચ ગતિ છે. ૨. ભય સંજ્ઞા : મારી રાજધાની નરક ગતિ છે. ૩. મૈથુન સંજ્ઞા : મારી રાજધાની માનવ ગતિ છે. ૪. પરિગ્રહ સંજ્ઞા : મારી રાજધાની દેવગતિ છે. ચાર સંજ્ઞાથી મુક્ત થવા ચાર ધર્મ : ૧. દાનઃ પરિગ્રહ સંજ્ઞામાંથી મુક્ત થવા મને અપનાવો. ૨. શીલ : મૈથુન સંજ્ઞાથી છુટવા મને સ્વીકારો. ૩. તપ : આહાર સંજ્ઞાથી બચવા મને સેવો. ૪. ભાવ : ભય સંજ્ઞાથી મુક્ત થવા મને ભજો . ચાર ધર્મ - ચાર પુરુષાર્થ : ૧. દાન : હું અર્થ પુરુષાર્થને સફળ બનાવું છું. ૨. શીલ : હું કામ પુરુષાર્થને નિયંત્રિત બનાવું છું. ૩. તપ : હું ધર્મ પુરુષાર્થને ગતિશીલ બનાવું છું. ૪. ભાવ : હું મોક્ષ પુરુષાર્થને ઝડપી બનાવું છું. ન આકાશગંગા • ૧૧૫F
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy