SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. નવપદ સાત ચક્ર : ૧. સંસાર ચક્ર ૨. અશોક ચક્ર ૩. સુદર્શન ચક્ર ૪. કાળ ચક્ર ૫. કર્મ ચક્ર ૬. ધર્મ ચક્ર ૭. સિદ્ધ ચક્ર (સાતમાં છેલ્લા બે શ્રેષ્ઠ છે.) સિદ્ધચક્રમાં દેવ - ગુરુ - ધર્મ : દેવ : અરિહંત, સિદ્ધ ગુરુ: આચાર્ય, ઉપાધ્યાય, સાધુ છે ધર્મ : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ દેવ કરતાં ગુરુ નજીક. ગુરુ કરતાં ધર્મ નજીક.. માટે જ દેવના બે, ગુરુના ત્રણ અને ધર્મના ચાર પદો છે. તત્ત્વત્રયીથી રત્નત્રયી : છે દેવ : દર્શન આપે Cછે ગુરુ : જ્ઞાન આપે & ધર્મ : ચારિત્ર આપે સિદ્ધોનો ઉપકાર : કહેવાય છે કે... પરવાળાની માળાથી કમળો ટળે. | આકાશગંગા • ૮૦ F રૂદ્રાક્ષની માળાથી બી.પી. કંટ્રોલમાં રહે. પારાની ગોળીથી ધાન્ય સડે નહિ. ધ્રુવના તારાથી દિશાની ભાળ મળે. આ બધા કંઇ કરતા નથી, છતાં તેમના અસ્તિત્વથી લાભ થાય છે. તો અનંત સામર્થ્યશાળી સિદ્ધોના અસ્તિત્વથી કેટલો લાભ થાય ? એમની અસ્મિતાની શ્રદ્ધા પણ આપણી સાધનામાં પ્રાણ પૂરે છે. સિદ્ધો આપણને દિશા આપે છે, ધ્યેય બતાવે છે, તે જ તેમનો મોટો ઉપકાર છે. ગણપતિમાં આચાર્યના પ્રતીકો : છે મોટા કાન : સૌનું સાંભળવું (પણ કરવું વિચારીને). છે ઝીણી તેજસ્વી આંખો: ગચ્છની નાની-નાની બાબતોનો ખ્યાલ રાખવો. છે લાંબું નાક : દીર્ધદર્શિની પ્રજ્ઞા, ક્રાન્તદશિની મેધા. cછે મોટું પેટ : સાગર જેવા ગંભીર રહેવું. cક વાહન ઉંદર : નાની વ્યક્તિની પણ ઉપેક્ષા નહિ કરવી. cક ગણ એટલે ગચ્છ - સમુદાય. Cછે તેના પતિ-સ્વામી તે ગણપતિ (આચાર્ય). આચાર્યના ચાર નિક્ષેપા : ૧. નામાચાર્ય : કોઇનું માત્ર નામ આચાર્ય હોય. ૨. સ્થાપનાચાર્ય : આચાર્યની મૂર્તિ, ફોટો, પગલા વગેરે. ૩. દ્રવ્યાચાર્યઃ દર્શનાચાર્ય, વ્યાકરણાચાર્ય, ન્યાયાચાર્યઆદિ. ૪. ભાવાચાર્યઃ પંચાચારને ભાવથી પાળે, પળાવે અને પ્રશંસે. નવની દોસ્તી અખંડ છે ! નવનો આંકડો મહાચમત્કારી છે, અખંડ છે. નવને ગમે તે અંકની સાથે ગુણો, એ અખંડ જ રહેશે. આકાશગંગા • ૮૧ |
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy