SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. નરક | ૩. ધર્મદેવ : સાધુ મહાત્મા. ૪. દેવાધિદેવ : અરિહંત પરમાત્મા. ૫. ભાવદેવ : વૈમાનિક વગેરે દેવ. - ઠાણંગ ૫/૧ દેવ-આયુષ્યના કારણો : સરાગ સંયમ, દેશવિરતિ, અજ્ઞાન તપ, મોક્ષ ઇચ્છા વિનાનો ધર્મ – આ ચાર કારણે દેવનું આયુષ્ય બંધાય છે. - હાશંગ ૪/૪/૩૭૩ ઇન્દ્રની શક્તિ : ઇન્દ્રમાં એટલી શક્તિ હોય છે કે તે જો ધારે તો માણસના મસ્તકના ટુકડે-ટુકડા કરી ચૂર્ણ બનાવી કમંડળમાં ભરી શકે છે અને પછી તરત જ તે ચૂર્ણમાંથી પાછું મસ્તક બનાવી માણસના ધડ સાથે ચોટાડી દે છે અને તે માણસ જીવતો જ રહે છે. આ કાર્ય એટલી કુશળતાથી અને શીવ્રતાથી કરે છે કે માણસને જરા પણ પીડાનો અનુભવ થતો નથી. - ભગવતી ૧૪/૮/૧૮ ક દેવોની શક્તિ : કેટલાક દેવો હજાર જાતના શરીર બનાવી જુદી જુદી હજાર જાતની ભાષા બોલી શકે છે. - ભગવતી ૧૪/૯/૯ નરક આયુષ્યનાં કારણો : મહા આરંભ, મહા પરિગ્રહ, પંચેન્દ્રિયની હત્યા, માંસાહાર - આ ચાર કારણોથી જીવ નરકનું આયુષ્ય બાંધે છે. - ઠાણંગ ૪/૪/૩૭૩ નરકની દસ વેદનાઓ : ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ખરજ, પરાધીનતા, ભય, શોક, વૃદ્ધત્વ, કોઢ-તાવ વગેરે રોગો - આ ૧૦ પ્રકારની વેદના નરકના જીવો અનુભવતા હોય છે. - હાશંગ ૧૦/૭૫૩ ( ૧૬. પાપ ] - સાપ-પાપ : ce નામથી : સાપનું નામ સાંભળતાં જ ભય લાગે. છે સ્થાપનાથી : અંધારામાં દોરડીમાં સાપની કલ્પના (સ્થાપના)થી પણ ભય લાગે. છે દ્રવ્યથી : જે ઓરડામાં ત્રણ દિવસ પહેલા સાપ નીકળ્યો હોય, ત્યાં જતાં પણ ભય લાગે. cછે ભાવથી : મદારીના ઝેર વગરના સાપથી પણ ભય લાગે. સાપનું નામ, કલ્પના, સ્થાન વગેરે બધું જ ખરાબ, તેમ પાપનું સ્થાન, કલ્પના વગેરે બધું જ ખરાબ લાગવું જોઇએ. ને આકાશગંગા • ૬૩ કેટલાક દેવો મનુષ્યની પાંપણ પર બત્રીસ જાતના નાટકો બતાવી શકે છે અને છતાં પણ તે માણસને જરા પણ તકલીફ પડતી નથી. આવા દેવો ‘અવ્યાબાધ દેવ' તરીકે ઓળખાય છે. - ભગવતી ૧૪/૮/૧૭ | આકાશગંગા • ૨ |
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy