SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કૂવો - તળાવ : ‘ઓ કૂવા ! આમ સંકુચિત થઇને શું પડ્યો છે ? મારી જેમ વિશાળ થઇને દાન આપ.' ‘ભાઇ તળાવ ! હું પારકો માલ લૂંટાવતો નથી. ઘરની ચીજનો તો ઉચિત ઉપયોગ જ થાય.' ‘શિષ્ય : તે જ ગુરુ સમર્થ છે, જે ગમે તેને પલટાવી શકે.' ગુરુ : તરંગ પાણીમાં પેદા થાય છે, પત્થરમાં નહિ, છે કાદવ : ‘ઓ કાદવ ! તું મારા પગને ખરાબ કરતો નહિ.' ‘મને તું છેડતો નહિ.' છે કાદવ : ‘કાદવ ! તું કોની સાથે સારું વર્તન કરે છે ?' ‘જે મારાથી દૂર રહે છે તેની સાથે.' ખેતર - સડક : ઓ ખેતરો ! તમે પણ મારા જેવા સફાઇદાર (કાદવકીચડથી રહિત) બની જાવ.” ‘ઓ સડકો ! તો પછી તમારા પર કોઇ ચાલનારું પણ નહિ રહે.' પૃથ્વી - પર્વત : ‘ઓ પૃથ્વી ! તું તો બધું જ પાણી ચૂસી લે છે. જયારે હું તો બધું જ પાણી છૂટથી વહેવા દઉં છું. તું તો ચૂસ્યા પછી પણ તરસી ને તરસી જ રહે છે. કેટલી લોભી છે તું ?' ઓ પર્વત ! સામર્થ્ય હોવા છતાં પણ ત્યાગ કરવો તે ત્યાગ છે. તારો ત્યાગ તો આંધળો ટી.વી.-સિનેમાનો ત્યાગ કરે તેના જેવો છે.” માખણ : ‘દૂધ : માખણ ! તું ક્યાં રહે છે ?' ‘તારામાં.' મેં તો કદી તને જોયો જ નથી.” ‘તીવ્ર તપ કરી નામ-રૂપનું અસ્તિત્વ મિટાવી દે અને પછી સંઘર્ષોની વચ્ચે મારું દર્શન કર.” જાંબુ - દાડમ : જાંબુએ દાડમને કહ્યું : ‘પ્રિય ભાઈ ! તારા દાણાને લોક પ્રેમથી આરોગે છે, મારા દાણાને કેમ ફેંકી દે છે ?” | ‘કઠોર હૃદયવાળાને આ જ સજા મળે છે.' કુસંગનું પ્રાયશ્ચિત્ત : ‘ઓ વસ્ત્રો ! તમને કાલે ધોકાથી પીટ્યા હતા. હજુ આજે પણ પીટશે. શરમ નથી આવતી ?' ગંગાસ્નાન કરતા વસ્ત્રોએ કહ્યું : “કુસંગનું પ્રાયશ્ચિત્ત તો કરવું જ પડતું હોય છે.' ન આકાશગંગા • ૨૬૦ - ‘કાદવ : ભગવનું ! મારી શુદ્ધિ શી રીતે થશે ? ભગવાન : પર સંયોગો છોડી આતાપના લેતો રહે. મિતભાષણ : ‘અય સોના ! મારી ટંકારવાળી લાંબી ભાષા શીખી લે.” કાંસા ! વધુ બોલવું જ વસ્તુનું મૂલ્ય ઘટાવે છે.' જ કોલસો : ‘ઓ કોલસા ! તેં કદી સ્નાન કર્યું કે નહિ? આવ... હું તને નવડાવું.' ‘જવા દો ભાઇ ! મને નવડાવવાવાળાએ જાતે ફરીથી ન્હાવું | આકાશગંગા • ૨૬ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy