SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દરિયાલાલ ! હું ભલે નાનો છું, તો પણ તરસ છીપાવવા માટે તો માણસોને મારી પાસે જ આવવું પડે છે.” આ ઘડિયાળ : હે માનવ ! હું ન હોત તો તને સાચો સમય કોણ બતાવત?” ‘ઓ ઘડિયાળ ! મેં જ તો તને સાચો સમય બતાવનાર તરીકે બનાવી છે.” ઘડો : “ઘડાભાઇ ! મોઢાની અપેક્ષાએ તમારું પેટ ખૂબ જ મોટું છે. તો ઓપરેશન કેમ કરાવતા નથી.’ ‘પેટ મોટું છે માટે તો તેમાં કંઇક સમાય છે. જો તેનું ઓપરેશન થયું તો તમે તરસ્યા રહેશો. બધે જ ઓપરેશન કરવાના નથી હોતા પાગલો !' ખેતર : ‘અમે હરિયાળીથી શોભી રહ્યા છીએ. અમારી ચારેબાજુ કાંટાની વાડ કેમ કરો છો ?' ‘સુરક્ષા માટે કાંટા જરૂરી છે ઓ ખેતરો !' કાચો ઘડો : અરે તમે કાચા ઘડાને કેમ ટીપો છો? બિચારાને કેટલું કષ્ટ થાય ? ટીપવા જ હોય તો પાકા ઘડાને ટીપો ને !' | ‘પરિવર્તન કાચી અવસ્થામાં જ થઇ શકે છે.' બાળક : ઓ બાળક !તારી થોડીક મજાની મસ્તી મને પણ આપી દેને !” ‘દાદા ! પહેલા તમે મારા જેવા બની જાવ, પછી મસ્તી પોતાની મેળે આવી જશે - છવાઇ જશે.” ન આકાશગંગા • ૨૬૨ + * બાળક : ‘બાળક ! તું દરેક વાત સાચી કેમ માની લે છે ?' કારણ કે જૂઠું કોને કહેવાય તેની મને ખબર જ નથી.' અનાસક્તિ : ‘ઓ બાળક ! તે કેટલું-કેટલું રોઇ-રોઇને પેલું રમકડું મેળવેલું ? પણ થોડીવારમાં તે તેને તોડી-ફોડીને ફેંકી દીધું... હવે તો તું યાદ પણ નથી કરતો.' ‘આનું નામ તો અનાસક્તિ છે.” મા : મા ! તને યાદ છે ? તે કેટલીવાર દૂધ પીવડાવ્યું ?' પ્રેમમાં હિસાબ નથી હોતો.’ કે પશુ : ‘કોઇ એવો છે જેને માતા અને ગુરુએ શિક્ષા ન કરી હોય ?' ‘પશુ'. છે મુન્નો : છે “મુન્ના ! તારો સંસાર ક્યાં છે ?” માના ખોળામાં. છે ‘તારો અધિકાર ક્યાં છે ?' માના ખોળામાં. છે. બાળક : ‘તારી માએ પેલીની સાથે ઝગડો કરેલો ને તું એની સાથે રમવા ચાલ્યો ગયો ?” ‘હું ભૂતકાળ યાદ રાખતો નથી.’ | આકાશગંગા • ૨૬૩ +
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy