SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખમાં ઓળખાય : છે મિત્ર છે સ્વજન છે પોતાની બુદ્ધિ દુઃખ કોને વધુ આવે ? ગ્રહણ ગ્રહ, નક્ષત્ર, તારા કે ચૌદસના ચંદ્રનું નહિ. પણ પૂર્ણિમાના ચંદ્રનું જ થાય. મોટા દુ:ખ મહાપુરુષોને જ આવે, નાનાને નહિ. દુઃખ - પાપ : દુઃખના ઉદયમાં દુશ્મન પણ દોસ્ત બને. પાપના ઉદયમાં દોસ્ત પણ દુશ્મન બને. ભયંકર દુઃખો પણ અહીં જ રહી જાય. પાપો ભવાંતરમાં પણ સાથે ચાલે. [ ૪૭. મહેતા દુઃખ આગ છે. તમે કથીર છો કે કંચન ? દુઃખ શિલ્પી છે. તમે માટી છો કે પત્થર ? દુ:ખ ધરતી છે. તમે બી છો કે કાંકરા ? દુ:ખ કુંભાર છે. તમે રેતી છો કે માટી ? જો તમે સુવર્ણ છો તો દુઃખની આગથી તમારે ગભરાવાની કોઇ જરૂર નથી. આગથી કથીર ડરે... કંચનને શાનો ડર? તમે જો આરસના પત્થર છો તો દુ:ખના શિલ્પીથી ડરવાની કોઇ જરૂર નથી. ટાંકણાથી માટીનું ઢેકું ડરે, આરસને શાનો ડર? તમે જો બી છો તો દુ:ખની ધરતીમાં પ્રવેશથી ડરવાની કોઇ જરૂર નથી. કારણ કે ધરતીમાં પડેલો કાંકરો અંદરને અંદર પડ્યો રહે.. પણ બી તો ઘેઘૂર વૃક્ષ બનીને બહાર આવે ! તમે જો માટી છો તો દુઃખના કુંભારથી ડરવાની કોઈ જરૂર નથી... એ તમારામાંથી નવી-નવી ડિઝાઇનના ઘડા બનાવશે ! દુઃખના ત્રણ ઉપકાર : ૧. પ્રભુનું સ્મરણ (ભક્તિ). ૨. સ્વની શુદ્ધિ (શુદ્ધિ). ૩. જીવો પ્રત્યે હમદર્દી (મૈત્રી). | આકાશગંગા • ૨૦૬ | જ મોટા કેમ થવાય ? બીજામાં વિશ્વાસ પેદા કરાવી વધારે કામ કરાવવાથી, કામ કર્યા પછી અહંકાર ન કરવાથી, બીજાની સફળતા જોઇ આશ્ચર્ય ન પામવાથી. મહાનતાના વિઘાતક છ દોષ : ૧. આળસ ૨. સ્ત્રી મોહ ૩. માંદગી ૪. જન્મભૂમિનો પ્રેમ ૫. સંતોષ ૬. ભય - હિતોપદેશ ન આકાશગંગા • ૨૦૦
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy