SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાદિત્ય ૬ ઠાનાં તામ્રપત્રો સંવત્ ૪૪૧ કાર્તિક સુદ પા શીલાદિત્ય ૬ નું અા દાન ૧૧૪ ૧૭” ના માપન મેટામાં મેટાં બે પતરાંઓ ઉપર લખેલું છે. ડાબી બાજુની કડી ખોવાઈ ગઈ છે. મુદ્રા લગાડેલી જમણી બાજુની કડી તેને સ્થાનેજ છે. આ મુદ્રા વલભીનાં પતરાંઓ માટે પણ બહુ વજનદાર છે. તેના ઉપર હમેશનું ચિહ્ન તથા લેખ છે. લિપિ સામાન્ય રીતે વડેદરા અને કવીનાં રાષ્ટ્રકૂટનાં પતરાંઓને મળતી છે. પતરાઓને કેતરકામ ઘણુંજ ગંદું છે. દરેક પંક્તિમાં અસંખ્ય ભૂલ છે. તથા આખી પક્તિઓને લોપ થયો છે. એટલું જ નહીં પરંતુ ઘણે સ્થળે કે તરનારે લીટાઓ જોડવાની તસ્દી પણ લીધી ન હોવાથી અક્ષરે અસ્પષ્ટ રહે છે. લગભગ આવા જ બીજા ઘણા લેખે આપણી પાસે ન હેત તે આ પતરું વાંચવું અશકય થાત. પતરાંએ એકંદરે સુરક્ષિત છે. તેમાં ફક્ત બે જ ફાટ છે, એક જમણી બાજુમાં છેક ઉપર અને બીજી ડાબી બાજુમાં છેક નીચે, બીજ પતરા ઉપર છે. દાનપત્રની તારીખ “ગેહકમાં સ્થાપેલી વિજયી છાવણીમાંથી નાંખેલી છે. ગદ્વહક એ પંચમહાલમાં મૂક્યું શહેર ગાધર હોય. “ગેાહક’ શબ્દ “દ્વિ' માંથી વ્યક્તિત્વ “અથવા સંબંધ બતાવતે જ પ્રત્યય સાથે થયેલ છે. અને ગદ્વહનો અર્થ “ગા માટે એક તળાવ” અથવા ગાયનું તળાવ” થાય છે, સરખા “નાગઢહ વાકપતિનાં દાનપત્રમાં. વળી ગેધરામાં એક મોટું તળાવ હોવાથી આ નામ તેને બરાબર લાગુ પડે છે. સેમેસ્વરની “કીર્તિકૌમુદી” ૪૫૭માં પણ બોદ્રહ” નામ આવે છે. તેમાં કહ્યું છે કે ગોઠહ અને લાટના રાજાઓએ પિતાના સ્વામી ધોળકાના રાણા વિરધવલને દગો દઈ તેના દુશમનો મરૂદેશના રાજાઓને જઈ મળી ગયા. તે ફકરામાં ગાદ્રહ શોધશને જ લાગુ પડી શકે. આપણું પતરાંમાં તે આ સ્થળને જ લાગુ પડે છે કે કેમ તે બાબત હું ખાત્રીથી કહી શકતે નથી. કારણ કે, કાઠિયાવાડમાં બીજું ગોધરા હશે, એ બહ સંભવિત છે, જો કે તે હું સાબીત કરવા હાલ અસમર્થ છું. રાવસાહેબ વિ. એન. મંડલિકે ભાષાંતર કરેલાં ગંડલનાં પતરાંએ કરતાં આની વંશાવળી આપણને એક ડગલું આગળ લઈ જાય છે. શીલાદિત્યનું નામ ધારણ કરેલે એક પાંચમ શાજા હતે એવું જણાય છે. આપણાં શાસનમાં આ નવા રાજાનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છે તેને (એટલે ચોથા શીલાદિત્ય દેવને) પુત્ર મહેશ્વરને પરમભક્ત, મહારાજા, મહેશ્વર શ્રીશીલાદિત્યદેવ છે. તે પરમમહેશ્વર મહારાજા, પરમેશ્વર બંખના પાદનું ધ્યાન ધરે છે. તે દુશ્મનનાં લફકરને ગર્વ છેડે છે. તે મોટા વિજયે મેળવાવથી સર્વ મંગળનો આશ્રય છે. તે શ્રીના આલિંગનથી નૃસિંહ રૂપ ધારણ કરવાથી મળેલ અતુલ બળથી તથા જેમ પુરુષોત્તમે પાંખ વગરને પર્વત ઉપાડી ગવાળીઆઓનું રક્ષણ કર્યું હતું, તેમ શત્રુ રાજાઓને નાશ કરી આખી પૃથ્વીનું રક્ષણ કરવાને લીધે પુરુષોત્તમના જેવું છે. તેના પગના નખોની કનિ અસંખ્ય રાજાઓનાં નમેલાં મસ્તકોપરના સગાનાં રતનાં તેજને લીધે વૃદ્ધિ પામે છે, અને તેણે પૃથ્વીની સર્વ દિગ્વધૂઓનાં મુખની જિત મેળવી છે.” ૧ ઈ. એ. વ. ૬૫. ૧૬ જી. બ્યુટર. ૨ જ, બે, બા, જે. એ. . . ૧ પા. ૩૩, "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy