SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૫૩ શીલાદિત્ય ૧ લાનાં નવલખીમાંથી મળેલાં તામ્રપત્રો સં. ર૮૬ આષાઢ વ. ૮ મી. ડી, માર- ભાંડારકરે આપેલી શાહીની છાપ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જાનાગઢથી ૮-૧૦માઈલ છેટે આવેલા શાહપૂર પાસેના નવલખી ગામડામાંથી ઈ. સ. ૧૯૦૪૫ માં આ તામ્રપત્ર મળેલું છે. તે અત્યારે જૂનાગઢમાંના બહાદુરખાનજી મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પતરાં બે છે અને દરેક એકેક બાજુએ કાતરેલું છે. ચારે બાજુના છેડા જાડી કારને જેવા છે. પહેલા પતરાંમાં નીચે અને બીજામાં ઉપર બે કાણાં છે તે ઉપરથી અનુમાન થાય છે કે જાડી કડીથી પતરાંમાં જેકેલાં હશે. કાણાં 3 ઈંચ પહેાળાં છે અને લેખ કર્યા પહેલાં પાડવામાં આવેલાં લાગે છે. સીલ મળી નથી. પતરાંની લંબાઈ પહોળાઈ ૧૦. ૮. અને ૮ ઇંચ છે. પહેલામાં ૨ અને બીજામાં ૧૫ પંક્તિ છે. અક્ષરનું સરેરાશ કદ ઈંચ છે. ગમવત ૨૯૦ ના રાજકેટ ટુજીયમમાંના ડે. બુલરે . એ, . ૯ પા. ૨૩૭ મે પ્રસિદ્ધ કરેલા પતરાની સાથે સરખાવતાં આ દાનપત્રમાં બહુ જ ઓછી ભલે છે. અક્ષર દક્ષણના પશ્ચિમ વિભાગના જેવા છે. ભટાર્કના વંશના શ્રીગસેનના પત્ર અને ધરસેનના પુત્ર શલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્યને આ લેખ છે. તેની વિધિ સં. ૨૮૬ (ઈ. સ. ૬૦૫ )ના આષાઢ વદિ ૮ છે. આ દાનપત્રને દરેક રાજાના વર્ણનવાળે શરૂવાતને ભાગ ઉપર વર્ણવેલા સં. ૨૯૦ ના દાનપત્રની સાથે મળતો આવે છે. તેની સરખામણી ઉપરથી જણાય છે કે મૂળપુરૂષ ભટાર્ક અને અમાંના રાજના દાદા ગુહસેન વચ્ચેના રાજાઓનું વર્ણન શીલાદિત્યે પ્રથમે છોડી દીધું અને ત્યાર પછીનાં બધાં તામ્રપત્રોમાંથી તે વર્ણન બાતલ કરવામાં આવ્યું છે. વડનગરની હદમાં આવેલા ભેડાનક ગામનું દાન આપ્યાની હકીકત આ દાનપત્રમાં છે. આ વટનગર તે વડેદરા રાજ્યમાંનું વડનગર હશે કે ડે. બુલરે કહયું છે તેમ વડોદ્રા હશે તે હું ખાતરીથી કહી શકતો નથી. કોઈ પણ પ્રકારે ગામ ઓળખી શકાતું નથી. સંગપુરી જે કદાચ જૂનાગઢ પાસેનું શહાપૂર હોય ત્યાંથી નીકળેલા ૪૩ બ્રાહમણને દાન આપેલું છે. કદાય આ દાનથી જ ત્યાં આવીને વસવા માટે લલચાવ્યા હોય એ સંભવ છે. બ્રાહ્મણોનાં નામ વિચિત્ર છે. કેટલાંક નામ ઓડખ જેવાં અગર ગોત્રના નામ જેવાં છે, ત્યારે બાકીનાં સ્પષ્ટ વ્યક્તિનાં નામ છે, બેસ્પસ્વામી તિલંગી બ્રાહ્મણના જેવું લાગે છે, કેટલાંક નામે સંસકૃતનાં પ્રાકૃત રૂપમાં જ છે; જેવાં કે સ્કન્દનું ખરૂડસિંહનું સી, નર્તકનું નક્ક, ગોપશમનું ગાવશર્મા અને ભર્તુમાંથી ભદ્ધિ થએવું લાગે છે. આ એવું નામ ભટ્ટિકાવ્યના કર્તાનું હોઈ પરિચિત છે. બીજું કેટલાંક નામેનાં મૂળ સ્વરૂપ કલ્પી શકાતાં નથી. વત્સ અરે પણ બેત્રનું નામ છે, કેટલાંક નામો જેવાં કે દ્રણ, ભદ્ધિ, આદિત્ય ભદ્ર એક કરતાં વધારે નાં નામે ગણાવ્યાં છે તેથી તે જ નામ બીજી વાર આવે છે ત્યારે તેથી પહેલાં દ્વિ, ત્રિ, ઈત્યાદિ લખેલ છે. આને અર્ધ બીજો ત્રીજો એમ થવું જોઈએ, દાનપત્રમાં નીચેના અધિકારીઓના નામ છે: આયુક્તક, વિનિયુક્તક, દ્વાકિ, મહત્તર, ચાટ, ભટ, કુમારામાન્ય વિગેરે. દાનના ગામ સાથે નીચેનાં વિશેષ લગાડેલાં છેઃ સેદ્રઃ સોપારકર સાતભૂતપ્રત્યાયઃ સધાન્ય હિરાદેયઃ સદશાપરાધ પદ્યમાનવિષ્ટઃ અહરતપ્રક્ષેપણુયઃ અને ભૂમિછિદ્રવાત. પં. ૩૪ માં આપેલા તક શબ્દને અર્થ ત એ કરવામાં આવે છે પણ કેટલીક વખતે રાજપુત્ર હતક તરીકે આવે છે, તેથી એવું અનુમાન થાય છે કે તે ઋતુ અનુસાર દાનના સાક્ષી તરીકે રહેનાર માટે અધિકારી હે જઈ એ. મનુસ્મૃતિ અ. ૭ -૬૩-૫ માં દૂતને રાજીના વિશ્વાસના પાત્ર મુખ્ય પ્રધાન તરીકે વર્ણવ્યા છે. તેની સલાહ લડાઈ તેમ જ સંધિ ઇત્યાદ્રિ પ્રસંગે લેવામાં આવતી. ડો. ભાંડારકરે કર્યા છે તેમ તેને અથ “ પ્રધાન ” અગર અધિકારી” કરશે જોઇએ. દિવીરપત તે મુખ્ય કારકુન અગર મુખ્ય મંત્રી હે જોઈએ. ૧ એ.ઇ. ૧ પા.૧૭૪ છે. એચ. એમ. ભડકંકર ૨ આ બધાના અર્થ વિવેચન માટે અંતમાં આપેલ રાક જુઓ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy