SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નંવ પર શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૮૬ જ્યેષ્ઠ વદ ૬ કાઠિયાવાડમાં ગેહીલવાડ પ્રાંતના સંસ્થાન વળાના મુખ્ય શહેર વળા–પ્રાચીન વલભી–માંથી મળેલાં કાઇ તામ્રપત્ર ઉપરને આ લેખ છે. આ પતરાંએ હાલ ખાં. છે. એક્ સ. એ. સે. ની લાયબ્રેરીમાં રાખ્યાં છે. પતરાઓની સંખ્યા એ છે, અને દરેકનું માપ આશરે ૧૧” ૮” છે. લખાણના રક્ષણુ માટે કાંઠાઓ જાડા વાળેલા છે. લેખને કાને લીધે ઘણું નુક્શાન થયું છે, પરંતુ તે જ વંશના તે જ નમુના ઉપરથી લખેલાં બીજાં દાનાની મદદથી, તે લગભગ આખા વાંચી શકાય છે. પહેલા પતરામ નીચે તથા બીજાને મથાળેથી ચડું ત્રાંબું કપાઈ ગયું હાવાથી થોડી હકીકત તદ્દન નાશ પામી છે. પતરાંઓમાં એ કડીઓ માટે કાણાં છે. પરંતુ તે કડીએ તથા મુદ્રા મળી આવતાં નથી. અન્ને પતરાંનું વજન ૨ પૌંડ ૧૦ સ છે. છેવટ સુધી ભાષા સંસ્કૃત વાપરેલી છે. આ લેખ પ્રથમ એનરેખલ, વિ. એન, મંડલિકે જ. એ. બ્રે. એક્ એ. સે. વેા. ૧૧ પા. ૩૫૯ માં પ્રસિદ્ધ કર્યા હતા. લેખ શિલાદિત્ય ૧ લાના સમયના છે. અને તારીખ આંકડાઓથી, સંવત્ ૧૮૬ ના જ્યેષ્ઠ વદ હું આપેલી છે. આ દાનપત્ર ઉપરથી મળતી ઐતિહાસિક માહિતી આ જર્નલમાં વેલ્યુમ ૯ પા, ૨૩૭ માં પ્રસિદ્ધ કરેલ તે જ રાજાના એક દાનપત્રને ખરેખર મળતી આવે છે. હમ્મેશ મુજબ વંશાવળી ભટ્ટાકુંથી શરૂ થાય છે. વચ્ચેનાં કેટલાંક નામે બાદ કરતાં તેના પછીને સીધે વંશજ ગુહુસેન હતા. તેના પુત્ર ધરસેન ર ો, અને તેને પુત્ર શીલાદિત્ય ૧ હતા, તેણે ધર્માદિત્ય ૧ લે એ નામ પણ ધારણ કર્યુ હતું, અને તેણે વલભીમાંથી શાસન જાહેર કર્યું હતું. વલભીનાં ખીજાં દાનપત્રમાં બતાવેલી રાજવંશી સ્ત્રી કુડ્ડાએ સ્થાપેલા વલભીના એક બૌદ્ધ મને આ દાન માપ્યું છે. અને દાનને હેતુ પણ હુમ્મેશ મુજબને, એટલે, ધાર્મિક પૂજા, મઢમાં રહેનારાએનું પેષણ, તથા મઠના સમારકામ વિગેરેના ખર્ચ કરવાના છે. ... દાનની વસ્તુઓ નીચે મુજબ છેઃ——પદ્મરકૂપિકા (?) નામનું ગામ, કુટુંબિન સૂર્યકની માલિકીનું એક ક્ષેત્ર, અને એક (?)ની માલિકીનું ઉચ્ચાપકમાંનું ક્ષેત્ર, અદ્ધિકની માલિકીનું એક નહેર વતી પાણી પાયેલું ક્ષેત્ર, અને એક કુંભારની માલિકીનું કક્કિજ નામનું ક્ષેત્ર, એક ઇંદ્રાદ્ધિપકમાં ..... ની માલિકીનું ક્ષેત્ર આ બધાં પુણ્યક સ્થલીમાં આવેલાં છે. આ ઉપરાંત વલભીની સીમા ઉપર આવેલી ચાર પુષ્પવાટિકામેાં તથા કૂવા છે. દાનમાં લખેલા અધિકારીશ્મામાં, દૂતક ભટ્ટાહિત્યયશસ, જે પ્રથમ વે. ? પા. ૪૬ ૫. ૧૫ માં પણ બતાવેલ છે, તે અને સંધિવિગ્રાધિકૃત તથા દ્વિવિરપતિ વત્રભટ્ટ છે, આ પાછળના અધિકારીનું નામ ઘણાં દાનપત્રામાં આાવે છે, અને જૂદી જુદી રીતે તેની નકલ કરવામાં આવી છે. ઈ. એ. વ. ૧૪ ૫૫, ૩૨૭ પ્રા. એફ. કિલ્હને ४२ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy