SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦૨૮ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો' [ ગુપ્ત ] સંવત્ ૨૧૭ આશ્વિન વદ ૧૩ જે એ પતરાં ઉપરથી અક્ષરાન્તર કરવામાં આવ્યું છે તે ડે. ખરજેસે ડે! ખુલરને પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં અને તેણે મને આપ્યાં હતાં. અત્યારે તે બ્રિટિશ મ્યુઝીયમમાં છે. તેમાં વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું શુ. સ. ર૧૭ આશ્વિન વ. ૧૩( ઇ. સ. પ૬–૩૭)નું દાન લખેલું છે. પતરાંઓ બહુ સુરક્ષિત નથી. પહેલા પતરાની ઉપરની કેર અને નીચેના ભાગમાં ડાબી આજીના ખણાના ભાગ તૂટેલાં છે અને બીજા પતરાની જમણી બાજુ પણ તેવી જ સ્થિતિમાં છે તેથી શરૂવાતના ભાગમાં જે સ્થળેથી દાન પાએલું છે તે સ્થળનું નામ નષ્ટ થયું છે. ઉપરાંત અક્ષરેના કેટલાક ભાગ કાળની અસરથી ઘસાઈ ગયા છે અને કેટલાક ઠેકાણે ખીલકુલ વંચાતા નથી. તે પણ બીજાં દાનપત્રાની સરખામણીથી ઘણા ખરા અક્ષર મેળવ્યા છે. જો કે દાનમાં અપાએલા ગામનું નામ મળી શકતું નથી. લેખ આખા ગદ્યમાં છે. જ્યારે છેવટને અમુક ભાગ શ્લેાકમાં છે. કેટલીક લેખકની ભલે સિવાય વ્યાકરણ વિગેરે માટે ખાસ નોંધ કરવાલાયક કાંઈ નથી. શરૂવાતમાં શ્રી સેનાપતિ ભટ્ટાથી માંડીને ધ્રુવસેન ૧ લા સુધીની વંશાવળી, પછી દાનની વિગત અને છેવટમાં દતક વિગેરેનાં નામ આપેલ છે. દાનવિભાગ-રાજજ્જૈન દુડ્ડાએ બંધાવેલા વિહારમાં અને યુદ્ધદાસના બંધાવેલા વિહારમાં રહેતા ભિક્ષુ સંઘને દાન આપેલું છે. દાનમાં માપેલું ગામ વટપ્રયક ? છે અને તે જે પરગણામાં આવેલું છે તેનું નામ વંચાતું નથી. એ વિદ્વાર પૈકીના પહેલા ખીજાં ઘણાં દાનપત્રામાં આવે છે પણ ખીન્ને વિહાર તદ્દન નવે છે. હ્યુએન સંગે વર્ણવેલા ૧૦૦ સંધારામા પૈકીને આ એક હાય એમ સંભવિત છે. ધ્રુવસેન પાતે શિવધર્મી હાવા છતાં બુદ્ધધર્મ માટે આપેલું આ દ્યાન ખાસ ધ્યાન ખેંચનારૂં છે; કારણ તેથી તેની ધર્મ સહિષ્ણુતાનું ભાન આવે છે. તેમ જ શૈવ રાક્ષની વ્હેન દુઠ્ઠા ઐદ્ધધ હતી તે પણ ઉપયેગી હકીકત છે. ગુહુસેન પ્રથમ પેાતાને પરમમાહેશ્વર લખે છે અને પાછળથી પરમે પાસક લખેલ છે. તેથી કદાચ પાછળથી બુદ્ધધર્મમાં આવ્યા હાય એવા સંભવ છે, ઉપરાંત ૬ ડી અને સાતમી શતાબ્દીમાં બુદ્ધધર્મનું મળ આનાથી પુરવાર થાય છે અને આ મધ્યકાલના રાજાએ પણ અશેક અને અકબરની માફક ધર્માંધ નહાતા, એમ પણ સાબીત ધાય છે. * જ. ર. એ. સી. ઈ. સ. ૧૮૯૫ પા. ૩૬૯ કે. ટી. બ્લોગ २३ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy