SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૭ વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું એક દાનપત્ર સંવત ૨૧૬ માઘ કૃષ્ણપક્ષ ૩ વળામાં કાળીઓને મળી આવેલું ધ્રુવસેન ૧ પહેલાનું એક દાનપત્ર થોડાં અઠવાડીયા પહેલાં મારા હાથમાં મૂકવામાં આવ્યું હતું. આની પ્રતિકૃતિ તથા ભાષાન્તર નીચે આપેલાં છે. ધ્રુવસેન રાજાએ કહેલું એક બીજું શાસંન પણ આ સાથે હતું. વલભી રાજાઓના બધા લેખે મુજબ આ પણ તારની કડીઓથી જોડી દીધેલાં બે પિતરાંઓની અંદરની બાજુએ લખેલે છે. આ પતરાંઓ મને મળ્યાં ત્યારે ફકત એક જ કડી રહી હતી. બીજી કડી, જેના ઉપર મુદ્રા હશે, તે તૂટી ગઈ હતી. પતરાંઓનું માપ ૧૧”૮” છે. અને તે સુરક્ષિત રિથતિમાં છે. પણ પહેલા પતરાની ડાબી બાજીને ઉપરનો ખૂણે કદાચ શેધી કાઢનારની કુહાડીના અકસ્માત ઘાને લીધે ભાગી ગયેલ છે. એક ચાર ઇંચ લાંબા અને એક ઇંચ પહેાળા કકડાના ચાર ભાગ થઈ ગયા છે, પણ સુભાગ્યે આ કકડા સંભાળી ૨ ખેલા છે. પહેલાંની જેમ બીજ પતરાને નીચે ભાગ પણ જરા ભગી ગયા છે. બીજી ઈજાઓ કરતાં આ વધારે ગંભીર છે; કારણ કે આથી મારાથી કેટલાક અક્ષરો ઓળખી શકાતા નથી. મને પતરાંઓ મળ્યાં ત્યારે તેની ઉપર કઈ કઈ ઠેકાણે કાદવનાં પિડાં બાઝી ગયાં હતાં, અને મોટા ભાગમાં તે ચળકાટ મારતા કાટને થર લાગી ગયેલ હતા. કાંઠાને ભાગ છુટા પડી ગયા હતા. ચૂનાના પાણીમાં ઘણે વખત રાખવાથી કચરો અને કાટ એટલાં બધા સાફ થઈ ગયાં કે લગભગ બંધા અક્ષરો ચેખા ઓળખી શકાય તેવા થઈ ગયા. વલભીનાં પ્રસિદ્ધ થયેલાં શાસને ઉપરથી કેટલાક અસ્પષ્ટ રહેલા અક્ષરે પણ જાણી શકાય છે. પરંતુ તારીખને છેલ્લો આંકડે મુશ્કેલી ઉભી કરે છે. વળાનાં બીજાં પતરાંઓ કરતાં આ પતરાં ઉપરના અક્ષરે વધારે પ્રાચીન દેખાય છે. આખા લખમાં “લ” ગિરનારના જૂના લેખે પ્રમાણે લખાયેલો છે. પ્રાચીન હોવાને લીધે જ આ દાનપત્રની કિમત છે. પ્રસિદ્ધ થયેલાં પતરાંઓમાંથી ભટ્ટાના પ્રપત્ર ધરસેન ૨ાની પહેલાંનું એક પણ નથી. પરંત આહિં તેના ત્રીજા પુત્રને લેખ છે. આ પતરાંએની સાલ શક સંવતની હોવાથી વલભી સંવત ૩૧૮-૧૯ ઈ. સ. )ની શરૂવાત શ્રેણસિંહના રાજ્યાભિષેક સાથે સમકાલીન છે (એટલે કે ત્યાથી થાય છે, તે માન્યતા હું ધારું છું કે આ પતરાંની સાલથી નિર્મલ થાય છે. કારણ કે આ લેખ ઉપરનાં પહેલાં બે ચિઠો ર૧૦, ચોક્કસ છે, એટલે જે શાક સંવત વિવાદ ખાતર એટલે આંકડે ૯ છે. એવું માનીએ તે પણ એમાં લખાયેલ હોય તે ઈ. સ. ર૯૭ થી પહેલા હાય નહિ. વલભીનાં આથી પણ વધારે પતરાંઓ છેડા સમયમાં મળી આવશે એમ હું માનું છું. તેથી આ પતાંઓ ખરેખર કયા સમયમાં લખાયાં તે ચર્ચા પદ પ્રશ્ન વિશે હાલ કંઈ પણ કહીશ નહિ, પ્રોફેસર ભાંડારકરે એ પતરાંએમાંથી કેટલાક ભાગો પ્રસિદ્ધ કર્યા છે, તે ઉપરથી જણાય છે કે વલભી રાજીએ બ્રાહ્મણે ના દેવને માનતા હતા, છતાં બદ્ધ તરફ સહાનુભૂતિ રાખતા હતા. એટલે ધ્રુવસેન ૧ લા એ આપેલું ધાન ગુરોપીય દષ્ટિએ વિચિત્ર જણાય તે પણ આપણને આશ્ચર્યજનક નહિ લાગે કે ધ્રુવસેનની બહેનની પુત્રી દ્ધધર્મના અનુયાયી હતી અને તેણે વૈદ્ધ મઠ બાંધ્યો હતો. જ્યારે તેને મામો વિણવ હતા. હિન્દુસ્તાનના ઈતિહાસમાં પ્રાચીન તેમ જ અર્વાચીન સમયના રાજાઓની ઉદારવૃત્તિના ઘણા દાખલાઓ મળી આવે છે. વળી આ પતરાંઓ ઉપરથી એક બીજી જાણવા જેવી હકીકત એ મળી આવે છે કે ધ્રુવસેનના સમય સુધી વલભી રાજાએ તદ્દન સ્વતંત્ર ન હતા, પનું કઈ બીજી રોજનું સાર્વભૌમત્વ સ્વીકારતા હતા. કઈ પણું સ્વતંત્ર રાજા સામંત, પ્રતિહાર અને દડનાયક એવા ઇલકાબે ધારણ કરે નહિ, દ્રસિંહના રાજ્યાભિષેકથી તેના કુટુંબ અને સાર્વભૌમ સત્તા સાથે સંબંધ તુટ ન હોતે પણ ફક્ત તેનું નામાભિધાન ફેરવાયું હતું, એમ લાગે છે. ૧ છે, એ. , ૪ ૫. ૦૪-૧૦૭ જે, છ, મ્યુલર "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy