SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૪ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૧૦ ભાદ્રપદ વદિ ૯ આ શાસનનું પહેલું પતરું પાલીતાણામાં શત્રુંજય દરવાજા પાસેના તળાવમાંથી ગાળ કાઢતી વખતે મળી આવ્યું હતું. રવસ્થાન ભાવનગરના દરબારે તે પતરું મુંબઈમાંના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમને ઈ. સ. ૧૯૧૮ માં ભેટ આપેલું છે. બીજું પતરું કાઠીયાવાડના હિલવાડ પ્રાંતમાંના પાલીતાણાથી નત્રય ખણે ૧૦ માઈલ ઉપર આવેલા એવાવેજ નામના નાના ગામડામાંથી મી. ટયુડર ઓવન આઈ. સી. એસ. એડમીજીસ્ટ્રેટર પાલીતાણા સ્ટેટ ને ઈ. સ. ૧૮૯૪માં મળ્યું હતું અને તે અત્યારે રાજકેટમાંના વોટસન મ્યુઝીયમ ઓફ એન્ટીવીટીઝમાં સુરક્ષિત છે. - અને પતરાંની એક જ બાજુએ લેખ કતરેલા છે. પતરાનું માપ ૧૨ ઇંચ પહોળાઈ અને ૬ ઇંચ ઉંચાઈ છે. પતરાની કેર સહેજ ઉપડતી છે અને તે બને સુરક્ષિત છે. અક્ષરે ઉંડા કેતરેલા છે અને પતરાંની બીજી બાજુએ દેખાય છે. કોતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. પહેલા પતરાનું વજન ૫૬ તલા છે. પતરાંના નીચલા અને ઉપયા છેડા ઉપર બળે કાણું સાથે બાંધવા માટે તેમ જ સીલ માટે છે. બને પતરામાં ૧૫ લીટર કેતરેલી છે. સં. ૨૧૦ માં પ્રવસેન ૧ લાએ આપેલા દાનની હકીકત આમાં છે. (૧) નગરકના રહેવાશી, આત્રેય ગોત્રના, અને વાજસનેય શાખાના શાન્તિશર્મન્ નામના બ્રાહ્મણને સુરાષ્ટ્રમાંના ભણિકા ગામના અગ્નિખૂણુના પાદરમાંની દસ પાદાવર્ત જમીન આપેલી હતી (૨) તેમજ તેજ બ્રાહ્મણના ભાઈ દેવશર્મન ને તે જ પાદરમાં ૧૦૦ પાદાવર્ત જમીન, અને બાર પદાર્ત ક્ષેત્રફળવાળ વાપી ૯લર આપેલું હતું. વાપી ભેલરને અર્થ ખાત્રીપૂર્વક આપી શકાતો નથી પણ માટીથી ભરી દીધેલ વગર વપરાશની વાવ હોય એમ સંભવ છે. ભણિકા અત્યારે મળી શકતું નથી. જ્યારે નગરક ઘણું કરીને નાગર બ્રાહ્મણનું મૂળ વતન વડનગર હેય એ સંભવ છે. દૂતક રુદ્રધર હતા. આની પહેલાનાં દાનપત્રમાં દૂતક મમ્મક આપેલ છે. જ્યારે આ અને આની પછીનાંમાં રૂધિર આપેલ છે. લેખક તે બધાં શાસનમાં તેમજ આમાં કિઝક છે. પહેલું પતરું એ. ઈ. વ. ૧૭ પા. ૧૮ ઠે, વી, એસ સુકથંકર બીજું પતરું એ. ઈ. જે. ૧૯ પા. ૧૨૫ મી. ડી. બી. ડીસલકર "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy