SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org • અસંખ્ય વર્ષ સુધી દેવલોકમાં રહે છે. * ત્યાંથી ચ્યવન પામીને, સારા ક્ષેત્રમાં ને સારા કુળમાં જન્મ પામે છે. * સુંદર રૂપ, નીરોગી કાયા, વિશિષ્ટ વૈભવ, વિચક્ષણ બુદ્ધિ. સદ્ધર્મની પ્રાપ્તિ આ બધું મેળવીને, છેવટે મુક્તિ પામે છે.’ 'ભગવંત, ગઈકાલે ધર્મકથામાં આપ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ - આ ચાર ભાવનાઓનું સ્વરૂપ સમજાવ્યું હતું. એ ચાર ભાવનાઓ કોઈ પણ જીવ ભાવી શકે કે યોગ્યતાસંપન્ન મનુષ્ય જ ભાવી શકે? તો એ કેવા પ્રકારની યોગ્યતા જોઈએ?' ‘અગ્નિભૂતિ, મૈત્રી વગેરે ચાર ભાવનાઓ, યોગ્યતાસંપન્ન મનુષ્ય જ ભાવી શકે: विवेकिनो विशेषेण भवत्येवार्थागमम् । Acharya Shri Kailassagarsuri Gyanmandir तथा गंभीरचित्तस्य सम्यग् मार्गानुसारिणः ।। ૧. મૈત્ર્યાદિ ભાવનાઓ ભાવનાર મનુષ્ય વિવેકી જોઈએ. કોઈ પણ વાતના પરમાર્થને જાણનાર જોઈએ. વળી, વિવેકી મનુષ્યનું ચિત્ત આ ચાર ભાવનાઓની બહાર જતું જ નથી હોતું. ૨. આ ચાર ભાવનાઓ, જ્ઞાનીપુરુષ જિનવચનના અનુસારે ભાવતો હોવો જોઈએ. ભાવનાઓનો જે ક્રમ બતાવેલો છે, એ ક્રમ મુજબ, એ ભાવનાઓ ભાવે. ૩. આ ચાર ભાવનાઓ ભાવનાર મહાનુભાવ ગંભીર ચિત્તવાળો જોઈએ. એટલે કે હર્ષ-વિષાદના વિકારોથી મુક્ત મનવાળો જોઈએ. અર્થાત્ એના હર્ષ-વિષાદના વિકારો ઘણા ઓછા થઈ ગયેલા હોય. શ્રી સમરાદિત્ય મહાકથા ૪. આ ભાવનાઓ એ મહાત્મા ભાવી શકે જે શુદ્ધ નિવૃત્તિમાર્ગ પર રહેલો હોય. ભલે એ ચોથા-પાંચમાં કે છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો હોય. આ ચાર પ્રકારની યોગ્યતા, હે અગ્નિભૂતિ, હોવી જોઈએ. For Private And Personal Use Only ૧૪૧૫
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy