SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ** સર્વ દોષોથી મુક્ત છે. * પૂર્ણ જ્ઞાની છે. * દેવ-દાનવ અને માનવોથી પૂજિત છે. * મોક્ષમાર્ગના પ્રકાશક અને પ્રરૂપક છે. ♦ સર્વ જીવો પ્રત્યે હિતબુદ્ધિ રાખનારા છે. * અચિંત્ય શક્તિના ધારક છે. અચિંત્ય પ્રભાવવાળા છે. • જેઓ જન્મ-મૃત્યુથી મુક્ત થયેલા છે. • જેઓ કૃતકૃત્ય છે... જેમને સાધવાનું કંઈ બાકી નથી, તેઓ વિશિષ્ટ દેવ છે, દેવાધિદેવ છે. પરમાત્મા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * જેમની વાણી, દરેક જીવો પોતપોતાની ભાષામાં સમજે છે. * જેઓ જ્યાં જ્યાં વિચરે, એ ભૂમિ પ્રદેશમાં રોગ-ઉપદ્રવ દૂર થઈ જાય છે. * જેમના સાન્નિધ્ય માત્રથી જીવોની ક્રૂરતા, વૈરભાવ દૂર થઈ જાય છે. * હે અગ્નિભૂતિ, આ વિશિષ્ટ દેવનું સ્વરૂપ છે. હવે તને આ દેવની ઉપાસનાવિધિ બતાવું છું. * આવા દેવની ઉપાસના, તન-મન-ધનની શક્તિ મુજબ કરવી જોઈએ. * કોઈ પણ ફળની આશા રાખ્યા વિના, ઉપાસના કરવી જોઈએ. * અત્યંત વિશુદ્ધ ચિત્તથી, ઉપાસના કરવી જોઈએ. * ઉચિત ક્રમથી, ઉપાસના કરવી જોઈએ. * કોઈ પણ અતિચાર-દોષ ના લાગે એ રીતે ઉપાસના કરવી જોઈએ. * એ દેવાધિદેવની આજ્ઞા અનુસાર, * ધર્મનું અનુષ્ઠાન કરવું. * દાન દેવું. * વિરતિધર્મનું પાલન કરવું. * વિવિધ તપશ્ચર્યાઓ કરવી. * શુદ્ધ ને શુભ ભાવનાઓ ભાવવી. હે અગ્નિભૂતિ, આ બધી દેવાધિદેવની ઉપાસના છે. હવે એનું ફળ બતાવું છું - * દેવાધિદેવની સુંદર ઉપાસના કરનાર મહાનુભાવ - * પરલોકમાં દેવોનાં દિવ્ય સુખો પામે છે. * અપ્સરાઓના દિવ્ય કામ-ભોગ પામે છે. * દેવલોકનાં દિવ્ય મહાવિમાનો પ્રાપ્ત કરે છે. १४१४ For Private And Personal Use Only ભાગ-૩ * ભવ નવમો
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy