SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેખરેખર, આ પુણ્યવાન પુરુષ છે. સર્વ સંગના ત્યાગી મહાપુરુષ છે. આ સર્વ પ્રકારના આરંભ-સમારંભથી મુક્ત છે. સંસારથી વિરક્ત છે, ઉદ્વિગ્ન છે. પરમ હિતકારી છે. માટે આ ગુરુદેવને વંદન કરી, એમની સેવા કરું!' કુમારે, વિધિપૂર્વક આચાર્યદેવને વંદના કરી, પરિવારે પણ વંદના કરી. ગુરુદેવ ધર્મલાભ” નો આશીર્વાદ આપ્યો અને સહુને બેસવા માટે કહ્યું. ૦ ૦ ૦. હજુ આચાર્યદેવે ઉપદેશનો પ્રારંભ કર્યો ન હતો, એ જ સમયે આકાશમાર્ગે એક તેજસ્વી વિદ્યાધરકુમાર ત્યાં ઊતરી આવ્યો. તેણે આચાર્યદેવને વંદના કરી અને વિનયપૂર્વક આચાર્યદેવને કહ્યું: “હે ભગવંત, કનકપુરનગરમાં, ત્યાંના રાજા દઢપ્રહારીને, આપે આપનો જન્મજન્માન્તરનો જે વૃત્તાન્ત કહ્યો, તે સાંભળીને, ત્યાંના રાજાને અને પ્રજાને ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ થયો છે. હું કનકપુર ગયો હતો. ત્યાં મેં આ વાત જાણી.. આપના મુખે જ એ વૃત્તાંત સાંભળવા હું અહીં દોડી આવ્યો છું. હે ભગવંત, કોઈના શુભયોગમાં અંતરાય ના થતો હોય તો મારા પર કૃપા કરો...” ગુણચન્દ્ર પણ કહ્યું: “હે ભગવંત, એ વૃત્તાંત જો અમારા માટે પણ ઉપકારક હોય તો અમને પણ કહો. આ દિવ્ય પુરુષની માગણીનો સ્વીકાર કરો. તે છતાં આપશ્રીને જેમ ઉચિત લાગે તેમ કરો.” આચાર્યદેવ તો પરોપકાર-પરાયણ જ હતાં. સુયોગ્ય જીવો શ્રેયમાર્ગનું આલંબન લઈ, પરમ આત્મકલ્યાણ સાધે-એ જ એમની ભાવના હતી. એટલે વિદ્યાધરકુમારની તથા ગુણચંદ્રકુમારની વિનંતીથી એમણે પોતાની આત્મકથા કહેવાનો પ્રારંભ કર્યો. કુમાર ગુણચંદ્ર માટે આ નવો અનુભવ હતો. એક જૈનાચાર્ય પાસે જવાનું અને એમના મુખે એમનું જ, અનેક જન્મોનું ચરિત્ર સાંભળવાનું પહેલું જ કાર્ય હતું, પરંતુ તેના ચિત્તમાં આનંદ હતો. ૧૧૮૮ ભાગ-૩ % ભવ આઠમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy