SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું મોટો અપરાધી છું. મારા બધા અપરાધોની ક્ષમા માગીને, એમની સેવામાં રહીશ.” આપણે આવતી કાલે જ અયોધ્યા તરફ પ્રયાણ કરીએ.” મહારાજ કુમાર, આપ અહીં સુધી આવ્યા છો, આવતી કાલે નગરમાં પધાર. મારા ઝૂંપડાને પાવન કરો. મને સમગ્ર પરિવારનો આદર સત્કાર કરવાનો અવસર આપો, બસ, એક જ દિવસ રોકાજો.. પછી આપણે અહીંથી અયોધ્યા તરફ પ્રયાણ કિરીશું. કુમાર ગુણચંદ્ર વિગ્રહની વિનંતી સ્વીકારી. ૦ ૦ ૦ કુમાર અને વિગ્રહ સાથે સેનાએ અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. પહેલો જ મુકામ એક સરોવરના કિનારે રમણીય પ્રદેશમાં કરવામાં આવ્યો... હજુ પ્રભાતિક કાર્યોથી પરવારીને, કુમાર બેઠો જ હતો, ત્યાં એક અજાણ્યા પુરુષે, કુમારની પાસે આવીને, નમન કરીને, નિવેદન કર્યું હે ગુણચંદ્રકુમાર, આ પ્રદેશમાં, નજીક જ “ગુણસંભવ' નામનું ઉદ્યાન છે. હું ત્યાંથી જ ચાલ્યોપાવું છું. હે કુમાર, ત્યાં એક “વિજયધર્મનામના આચાર્ય પધારેલા છે. કુમાર, તે આચાર્ય ભગવંત પૂર્વાવસ્થામાં મિથિલાના રાજા હતાં. તેઓ ‘મિથિલાધીપતિ’ કહેવાતાં હતાં. છેતેઓ મન:પર્યવજ્ઞાની છે. સુવર્ણ અને માટીને સમાન માનનારા છે. છે તૃણ અને મણિને એક સરખાં જોનારા છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરનારા છે. નિષ્કારણ ઉપકારી છે. જે પરોપકાર જ એમનું જીવન છે. કે સાક્ષાત્ કલ્પવૃક્ષ છે! કુમારે એ પુરુષની વાત શાન્તિથી સાંભળી. વિગ્રહ સામે જોઈને કહ્યું: ‘વિગ્રહ, આપણે અત્યારે જ એ ઉદ્યાનમાં જઈએ અને આચાર્યદેવનાં દર્શન-વંદન કરીએ!” કુમાર, મંત્રીવર્ગ તથા વિગ્રહ વગેરેની સાથે “ગુણસંભવ” ઉદ્યાનમાં પહોંચ્યો. તેણે ત્યાં આચાર્યદેવનાં દર્શન કર્યા. દર્શન કરતાં જ કુમારના મનમાં શુભભાવ પ્રગટ્યો. તેણે વિચાર્યું. શ્રી સમાદિત્ય મહાકથા ૧૧૮૭ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy