SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હર્ષઘેલાં બની ગયાં. તેઓએ ધરણ પાસે દાન દેવરાવ્યું. મંદિરોમાં પૂજાઓ રચાવી. સ્નેહી-સ્વજનોને નિમંત્રિત કરી, પ્રીતિભોજન આપ્યું. સંધ્યાસમયે ધરણે માતા-પિતાને, સુવર્ણની ઈંટોના સંપુટ સમર્પિત કર્યા અને મૂલ્યવાન રત્નો પણ આપી દીધાં. ધરણનો આ બધો વૈભવ જોઈને, શ્રેષ્ઠી બંધુદત્ત આનંદિત થયા. બંધુદત્તે કહ્યું : Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘વત્સ, સ્વર્ણ-ઈંટોનો એક સંપુટ અને પાંચ રત્નો, આવતી કાલે રાજસભામાં મહારાજને ભેટ ધરાવજે. આજે સ્વયં મહારાજાએ તારું સ્વાગત-સન્માન કરીને આપણું ગૌરવ વધાર્યું છે. તેઓને સપરિવાર આપણે ત્યાં પધારવાનું નિમંત્રણ પણ આપીશું.' ધરણે પિતાની ભાવનાનો સ્વીકાર કર્યો. માતાએ પૂછ્યું : ‘બેટા, લક્ષ્મી શું સીધી એના પિતાને ઘેર ગઈ છે?’ ‘માતાજી, એનું નામ જ ના લેશો... હવે એ ક્યારેય આપણા ઘરે નહીં આવે.' માતા-પિતાએ વિશેષ કંઈ ના પૂછ્યું. તેઓ સમજી ગયાં કે લક્ષ્મીએ સ્ત્રી-ચરિત્ર ભજવ્યું હશે. ક્યારેક ધરણને પૂછીશું.’ બંધુદત્તે પૂછ્યું : ‘વત્સ, પરદેશયાત્રા નિર્વિઘ્ન રહી હશે?' ધરણે પરદેશયાત્રાનો સંક્ષિપ્ત વૃત્તાંત કહી સંભળાવ્યો... તેમાં કાદંબરી અટવીની, સુવર્ણદ્વીપની... રત્નગિરિની અને દેવપુરની બધી વાતો સાંભળીને, બંધુદત્ત અને હારપ્રભાએ અનેક સુખ-દુઃખનાં સંવેદનો અનુભવ્યાં. ધરણ પણ એ ભૂતકાળ બની, ગયેલી વાતોને વાગોળતો રહ્યો ને નિદ્રાધીન થયો. બીજા દિવસે પિતા-પુત્ર બધાં પ્રાભાતિક કાર્યોથી પરવારી, રાજસભામાં ગયા. મહારાજાએ આવકાર આપ્યો. ધરણે સ્વર્ણથાળમાં સોનાની ઈંટોનો સંપુટ અને રત્નો ભેટ આપ્યાં. મહારાજાએ સ્વીકારીને, ધરણની મુક્તકંઠે પ્રશંસા કરી. ધરણે કહ્યું : ‘હે દેવ, આપના અનુકૂળ સમયે, આપ અમારી હવેલીને પાવન કરો. પરિવાર સહિત પધારો. મને આનંદ થશે.' રાજાએ ધરણની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. રાજાએ ધરણને કહ્યું : ‘તારે પ્રતિદિન રાજસભામાં આવવાનું છે. તારા આવવાથી મને આનંદ થશે.’ ધરણે રાજાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. રાજસભાનું કાર્ય પૂર્ણ થયા પછી પિતા-પુત્ર ઘરે આવ્યા. ભોજન કરીને, શેઠે ધરણને કહ્યું : ‘વત્સ, હવે તું મારી એક ઈચ્છા પૂર્ણ કર.’ ‘આજ્ઞા કરો, પિતાજી...' ૯૨૦ ‘તું ફરીથી લગ્ન કરી લે. હું અલ્પ દિવસોમાં જ યોગ્ય કન્યા શોધી કાઢીશ.' ‘મારા ધ્યાનમાં જ છે એવી કન્યા.' માતા હારપ્રભાએ કહ્યું. ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy