SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તને ગાળો આપવા લાગે છે તો તું પણ એને ગાળો નથી જ આપવા લાગતો. અરે, તારો જિગરજાન મિત્ર ક્યારેક તારું અપમાન કરી પણ બેસે છે તો તું પણ એનું અપમાન નથી જ કરવા લાગતો. આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે “થાય તેવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ” ના અભિગમનો તારા ખુદના જીવનમાં પણ અમલ નથી. વાત રહી હવે ગલત વ્યવહાર આચરનાર પ્રત્યેના વ્યવહારની. તને એટલું જ કહીશ કે મન હંમેશાં સજાનું હિમાયતી જ જો રહે છે તો અંતઃકરણ હંમેશાં ક્ષમાના પક્ષમાં જ હોય છે. હું તને જ પૂછું છું. ગલત વ્યવહાર આચરનારને સજા જ કરવી જોઈએ એવો જો તારો નિર્ણય હોય તો એ ગલત વ્યવહાર આચરનાર તારીખુદની પત્ની, પુત્રી કે પુત્રહશે તો શું તું એમને પણ સજા જ કરતો રહીશ? હરગિજ નહીં. હા, કદાચ તારે ભાવિની સુરક્ષા ખાતર કોકને સજા કરવી પણ પડે તો ય ત્યાં હાથ મારે ત્યારે હૈયું રડે’ એ અભિગમને જ અપનાવજે. તારા હૃદયની કોમળતા સુરક્ષિત રહી જશે.
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy