SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે છે ખરા? તારું મન એમ કહે છે કે “જેટલી મીઠાઈ હું ખરીદી શકું તેમ છું એ બધી જ મીઠાઈ મારે પેટમાં પધરાવી દેવી છે.” તારી હોજરી એટલી મજબૂત છે ખરી? જો ના, તો આનો અર્થ તો આ જ ને કે તારે પ્રસન્નતાના નામનું નાહી જ નાખવાનું રહે ! ના. પ્રસન્નતા અનુભવી શકાય છે, પરંતુ એક અલગ રીતે. “જે ચાહતા હોઈએ એ મળી જાય તો જ પ્રસન્નતા' આ ગણિતમાં ભલે મનને રસ છે; પરંતુ અંતઃકરણને તો “જે મળી જાય એને ચાહવા લાગીએ એટલે પ્રસન્નતા જ પ્રસન્નતા.' આ ગણિતમાં રસ છે. | મન કહે છે, મીઠાઈ મળે તો જ પ્રસન્નતા પણ અંતઃકરણ કહે છે, રોટલો મળી ગયો છે ને? બસ, પ્રસન્નતા જ પ્રસનતા છે. વાંચી છે તે અંગ્રેજીની આ પંક્તિ? WHEN WE HAVE NOT WHAT WE LIKE, THAN WE MUST LIKE WHAT WE HAVE. એટલું જ કહીશ કે મનની સલાહના માર્ગે પ્રસન્નતા ક્યારેય નથી અને અંતઃકરણની સલાહના માર્ગે પ્રસન્નતા અત્યારે જ છે. કયા માર્ગે કદમ માંડવા એનો નિર્ણય તારે કરવાનો છે.
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy