SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મૂક્યા ત્યારે એ ફોટાઓમાં એ છોડોની ઊર્જાશક્તિ ઓછી થયેલી દેખાઈ. ઉર્જાશક્તિનો પ્રવાહ માણસના મધ્યભાગમાંથી નીકળીને સ્વસ્તિક આકારે વહે છે. જગતની લગભગ બધી સંસ્કૃતિઓમાં આ સંસ્કૃત શબ્દ સ્વસ્તિક પ્રચલિત છે, જેનો અર્થ થાય છે-કલ્યાણ, આરોગ્ય ! વનસ્પતિનું રસાયણશાસ્ત્ર પુસ્તકના ચોથા વિભાગમાં વનસ્પતિનું રસાયણશાસ્ત્ર આપવામાં આવ્યું છે. આહારશાસ્ત્રનાં નિયમો એ આધાર પર સાંપડ્યા છે. આ વિજ્ઞાનમાં શ્રેષ્ઠ ફાળો આપનાર છે. શ્રી નિકોલસ. એમણે રજૂ કરેલા તથ્યો નીચે પ્રમાણે છે. (૧) તંદુરસ્ત છોડો પોતે જ જંતુરક્ષક હોય છે. (૨) અપ્રાપ્ય વિટામીન “બી” અને બેરિયમ ઘઉંના લોટનાં ચળામણમાં હોય છે. (૩) કૃત્રિમ માખણ (માર્જરિન), સફેદ સાકર, સફેદ રિફાઈન્ડ મીઠું અને કૃત્રિમ ખાતર ખતરનાક છે. શ્રી રૂડોલ્ફ હોશિકોએ પ્રમાણો આપીને પુરવાર કર્યું છે કે ચંદ્રની કળા ખીલે છે તેની સાથે વનસ્પતિ સુકમાર (ઈથીરિલાઈજડ.) બને છે અને વિકસે છે. જોકે સદીઓથી પશ્ચિમી જગતમાં વનસ્પતિ વાસ્તે સૂર્યની ગરમી અને પાણી જ આવશ્યક ગણાય છે. ત્યારે ભારતીય ઔષધ વિજ્ઞાનમાં ચંદ્રને ઔષધીશ અથવા અમૃતવપુઃ કહ્યો છે, એ સાચું છે. સમસ્ત સજીવ સૃષ્ટિના વિકાસ માટે ચંદ્ર બહુ ઉપયોગી છે એવો દાવો શ્રી હોશિકોનો છે. શ્રી સ્ટીનરે આધ્યાત્મિક વિજ્ઞાન વિશે ઘણું લખ્યું છે. તેમણે કહ્યું છે કે, આપણે છોડ-પાન પાસેથી પ્રાણવાયું, હાઈડ્રોજન કે કાર્બન પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ એ ચીજો કોઈપણ રીતે સંયોજન કરીને આપણે છોડ પેદા નથી કરી શકતા. જે જીવંત છે તે મરે છે. પરંતુ એ મરેલામાંથી વળી પાછું સજીવ આપણે પેદા નથી કરી શકતા. સજીવ-સૃષ્ટિનું જ્ઞાન કેવળ ભૌતિક તત્ત્વોથી નથી થતું. વનસ્પતિ અને આહાર ખાદ્ય-પદાર્થોની ઊર્જા માપવાના પ્રયોગનું વર્ણન પાંચમા વિભાગમાં છે. શ્રી એવિસે એક હલકું લોલક બનાવ્યું. એની નીચે એક ફૂટપટ્ટી મૂકી. તપાસવા મૂકેલી ખાદ્યવસ્તુની જીવનશક્તિની માહિતી પેલા લોલકના હાલવાથી મળે છે. એના પરથી શ્રી બેવિલે પદાર્થોની જયોતિર્મયતા (રેડિયન્સ) માપવાનું યંત્ર બનાવ્યું. એનાથી એક દ્રવ્યની માહિતી મળી, એનું નામ છે, “એન્મસ્ટ્રોમ'. બીજા એક વિજ્ઞાની શ્રી સીમોનેટને સાબિત કર્યું કે, પોષણ (ન્યુટ્રીશન)ના ઉષ્માંક (કેલરી)ની ગણતરી કરવાનું જેટલું વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે એટલું જ એન્ગસ્ટ્રોમની ગણતરી કરવાનું. કેલરીની જેમ “એન્ગસ્ટ્રોમ' પણ ઉપયોગી છે. સીમોનેટને કઈ ચીજમાં કેટલું ‘એન્ગસ્ટ્રોમ’ છે તેની લાંબી યાદી પોતાના પુસ્તકમાં આપી છે. આ યાદી આપીને શ્રી સીમોનેટને ચેતવણી આપી છે કે જે ચીજમાં ૬૫૦૦ કરતા ઓછા પ્રમાણમાં ‘એન્ગસ્ટ્રોમ છે તે પદાર્થો ખાવાથી ખાનારની જ્યોતિર્મયતા ચાલી જાય છે. તેમણે એ શોધ્યું છે કે વનસ્પતિના વિવિધ અવયવોમાં જ ઔષધીય ગુણો રહેલા છે તે કેવળ એમની રાસાયણિક પ્રકૃતિ પર અવલંબતા નથી પરંતુ એમની જયોતિર્મયતા પર પણ નિર્ભર છે. આજે બધા પદાર્થોની રાસાયણિક સરંચના પૂર્વવતું હોવા છતાંયે એમના ગુણોમાં ઓછપ આવી છે એનું આ જ કારણ છે. પ્રદુષણને કારણે તે મૃત્યુવતુ થઈ ગયા છે. વનસ્પતિ ઔષધીઓમાં મનુષ્યની ગતિમાનતા વધવાની શક્તિ છે, જેના દ્વારા મનુષ્ય આધ્યાત્મિક તાકાત ખેંચી શકે છે. (સિક્રેટ લાઈફ ઓફ પ્લાન્ટસ પુસ્તકમાંથી ‘સમર્પણ' દ્વારા સાભાર) વનસ્પતિનું રહસ્યમય જીવન ૩૩૭ ૩૩૮ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy