SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુસ્તાવ ફેરનર નામના તબીબે અંધારા ઓરડામાં પ્રાર્થના કરતી વેળા ફૂલનો અવાજ સાંભળ્યો અને એની ઉપર એક જયોતિર્મય દેહ જોયો, પછી અનેક પ્રયોગ દ્વારા તેમણે સિદ્ધ કર્યું કે મનુષ્યની પેઠે છોડને પણ સૂક્ષ્મ દેહ, કારણ-શરીર અને પ્રભામંડળ છે. છંદ અવેસ્તા અને ગટેનાં કાવ્યોમાં એનો પ્રાથમિક-ઉલ્લેખ છે. એ જ રીતે ૧૮૯૨માં પણ શ્રી લ્યુથર બરબેંકે અમેરિકામાં ઉત્સાહનું મોજું ફેલાવી દીધું હતું. પરિણામે વેબસ્ટરના નવા શબ્દકોશમાં એમના નામ પરથી એક નવો ધાતુ ઉમેરવામાં આવ્યો – ‘ટુ બરબેંક'. કોઈ ચીજને ખાસ કરીને છોડોને દોષવિહીન અને ઉન્નત બનાવવા માટે ‘ટુ બરબેંક' ધાતુ વપરાવા લાગ્યો. ૧૯૦૬ની ૧૮મી એપ્રિલે એક આશ્ચર્યજનક ઘટના બની. સાનફ્રાન્સિસ્કોમાં સાંતારોઝા નામનું આખું ગામડું નાશ પામ્યું, પરંતુ ત્યાં આવેલો બરબેંકનો બગીચો સુરક્ષિત રહ્યો એ જોઈ બરબેંકે કહ્યું, “મેં વૃક્ષોને પ્યાર કર્યો છે, એ પ્રકૃતિ-તાદાગ્યે જ મારા પ્રયોગક્ષેત્રનું રક્ષણ કર્યું છે.' તેમણે લખ્યું છે, અનાદિકાળથી પૃથ્વીતળ ઉપર વૃક્ષરાજી ટકેલી છે. તો તેનું પોતીકું વ્યક્તિત્ત્વ તથા એની જોરદાર સંકલ્પશક્તિ નહીં હોય એવું તમે ધારો છો ? શ્રી જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર નીગ્રો હોવા છતાંયે બહુમાન્ય બન્યા હતા. બાળપણથી તે વનસ્પતિની સંગતમાં મોટા થયા હતા. તેમણે છોડોનું દવાખાનું શરૂ કર્યું હતું. ગામેગામથી બીમાર છોડવા એની પાસે આવવા લાગ્યા અને પુનઃ પ્રફુલ્લિત થવા લાગ્યા. એમના એક પ્રોફેસર કહે છે, ‘દેશનો કૃષિપ્રેમ જીવતો હોય છે ત્યાં સુધી જ દેશ જીવંત રહી શકે છે.' મોટો થઈને કાર્વર મહાન કૃષિવિજ્ઞાની બન્યો. પોતાના વિદ્યાર્થીઓ માટે તે ખૂબ પરિશ્રમ કરતો હતો. રોજ વહેલી સવારે ચાર વાગે ઊઠીને જંગલમાં જતો અને ઘણાં છોડો લઈને કાર્વર પાછો આવતો. તે કહેતો : ‘પ્રકૃતિ સર્વોત્તમ શિક્ષિકા છે અને બીજાઓ ઊંઘતા હોય છે ત્યારે હું પ્રકૃતિ પાસેથી ઘણું બધું શીખી લઉં છું. ઢળતી રાતના અંધારામાં ઈશ્વર મને બતાવે છે કે મારે કઈ કઈ યોજનાઓ પૂરી કરવાની છે.” એક દિવસ તેણે મગફળીના છોડને પૂછ્યું, ‘તારું રહસ્ય શું છે ?' પટ દઇને છોડે જવાબ Tags રાશિથી શી રીતે થઈ શigibi Bigges aઈથી gaging finga fight agaઈ ગઈigibi ugaઈ થી થા ઉભી થઈ છી વનસ્પતિનું રહસ્યમય જીવન દીધો, ‘વ્યવસ્થા, ઉષ્ણતામાન અને હવાનું દબાણ.' સાત દિવસ અને સાત રાત એમના પર પ્રયોગો કરીને કાર્વરે મગફળીના ૨૧ પ્રકાર તૈયાર કર્યા. મરતાં પહેલાં પોતાના એક મિત્રને એક ફૂલ બતાવીને કાર્વરે કહ્યું, આ ફૂલને સ્પર્શ કરતાં જ હું અનંતમાં પહોંચી જઉં છું. એ સ્પર્શ પાર્થિવ નથી...અદેશ્ય જગતમાંથી જાણે એક નાજુક અવાજ આવતો ન હોય !' કલ્યાણકારી વનસ્પતિ પુસ્તકના ત્રીજા વિભાગમાં વનસ્પતિને સંગીત કેટલું પ્રિય છે. એના પ્રયોગની નોંધ છે. વનસ્પતિને પ્રાચીન સંગીત ગમે છે, રોક સંગીતથી તે મોં ફેરવી લે છે. પ્રિય સંગીતથી વનસ્પતિ ઝટ વધે છે. પ્રત્યેક જીવંત વસ્તુમાંથી એક પ્રકારનાં શક્તિ-કિરણો નીકળે છે. ૧૮૪૫માં જર્મનીના શ્રી કાર્લે અને પાછળથી શ્રી વિલિયમ રીશે જાહેર કર્યું કે પ્રાચીન ગ્રીક “ઓરગન” અને સાહિત્યમાં ‘ઈથર’નો ઉલ્લેખ આવે છે. તે કોઈ ભૌતિક શક્તિ નહોતી, ૧૯૬૦ સુધીમાં તો એ વાત સર્વમાન્ય થઈ ગઈ કે સમસ્ત જીવસૃષ્ટિ પાછળ ઈલેક્ટ્રોન (વિદ્યુતપરમાણુ)નો મૂળભૂત પ્રવાહ વહે છે. હવે તો વાતાવરણમાં રહેલા વિદ્યુતરંગોનો ઉપયોગ વનસ્પતિ વિકાસ અર્થે કરાઈ રહ્યો છે. પાંદડાની તીક્ષ્ણ શિરાઓ વિદ્યુતને આકર્ષે છે. ઠંડો પ્રકાશ છોડોને નુકશાન કરે છે, ટેલિવિઝન પણ નુકસાન કરે છે. ભારતમાં મોહન, મારણ, ઉચ્ચાટ (મંત્રતંત્રથી ઉચાટ કરાવવો તે) ની વાત આપણે સાંભળતા આવ્યાં છીએ. રશિયન વિજ્ઞાનીઓએ સંવેગમાપક યંત્ર મૂકીને વનસ્પતિ પર સંમોહનનો પ્રયોગ કર્યો પછી છોડોને હસવાનો આદેશ આપ્યો, છોડોએ કળીઓ ખિલાવીને હાસ્ય પ્રગટ કર્યું. પછી તેમને કહેવામાં આવ્યું, ‘તમને હવે ઠંડી લાગે છે.’ ત્યારે એ છોડો ઠંડીથી થથરવા લાગ્યા. શ્રી કિલિયા અને એમનાં પત્નીએ તો કમાલ કરી દીધી. છોડો-પાંદડાની અંદરની શક્તિનો જયોતિર્મય ફોટો ખેંચી શકાય એવો કેમેરા તેમણે નિર્માણ કર્યો ! દર્દથી ચીસો પાડતાં દર્દીઓ વચ્ચે કેટલાંક છોડોને એક વિજ્ઞાનીએ હઈ ગાઈiઇ ગાથા સાથits શારદા મા થઈiાdit aati Diદ ના # શાળા gita is thaigitવાથigવા ગાઈn ના થાણા ૩૩૬ વિજ્ઞાન અને ધર્મ ૩૩૫
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy