SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષુકપણું, શિક્ષકપણું, મિત્રપણું, કથાકારપણું વગેરે અગણિત ધર્મો પણ હોઈ શકે છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે માટે જ વસ્તુસ્વરૂપના દ્રષ્ટા ભગવાન્ જિન કહે છે કે વસ્તુમાં અનંત ધર્મો છે. હવે એક રમૂજી દૃષ્ટાંત લઈએ. એક નિઃસ્પૃહી બાવાજી હતા. તેમની પાસે એકજ ગોદડી હતી. એકવાર તે કોઈ મુસાફરખાનામાં સૂતા હશે. ગોદડી બાજુમાં જ મૂકી રાખી હતી. આંખો મીંચાઈ ગઈ અને ગોદડી એક પોલીસ જ ચોરી ગયો ! સવાર પડ્યું. બાવાજીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે એમની ગોદડી ચોરાઈ ગઈ છે. ફોજદારે પૂછ્યું. ‘બીજું કાંઈ ચોરાયું છે ?’ બાવાજીએ કહ્યું, ‘હા, જરૂર. રજાઈ પણ ચોરાઈ છે,' એની પણ નોંદ કરતાં ફરી પ્રશ્ન કર્યો કે, ‘હવે કાંઈ ?’ બાવાજી કહે, ‘હા, જરૂર. છત્રી પણ ચોરાઈ છે.’ ‘વળી કાંઈ ?’ ફોજદારે પૂછ્યું. ‘કેમ નહિ ? ઓશીકું અને પોતડી પણ ચોરાયાં છે.’ આટલું કહીને બાવાજી ચાલી ગયા. આ બધી વાત પેલા પોલીસ-ચોરે સાંભળી. એ તો સમસમી ગયો. તે મનમાં બબડ્યો, ‘મેં માત્ર ગોદડી ચોરી છે, તો શા માટે બાવાએ આવી જુઠ્ઠી નોંધ કરાવી ?’ ધૂંઆપૂંઆ થઈને એ તો ફોજદાર પાસે હાજર થઈ ગયો. તેણે બધી સાચી વાત કરી દીધી અને જૂઠું બોલવા બદલ બાવાને સખત શિક્ષા કરવાની અરજ કરી. બાવાને બોલાવવામાં આવ્યો. ગોદડી બતાડતાં ફોજદારે પૂછ્યું કે, ‘આ જ તેમની ગોદડી હતી ને ?’ બાવાએ હા પાડતાં જ ગોદડી બગલમાં નાખીને ચાલવા માંડ્યું, એટલે સત્તાવાહી સૂરે ફોજદારે તેને અટકાવ્યો. ‘રે ! જૂઠાબોલા બાવા, કેમ ચાલવા લાગ્યો ? તારી બીજી બધી ચીજો તને મળી ગઈ !' બાવો સ્મિત કરતાં કહે છે, ‘જરૂર મેં કશી ખોટી નોંધ કરાવી જ નથી. મારો બધો માલ મને મળી ગયો છે માટે જ મેં અહીંથી ચાલવા માંડ્યું. જુઓ, આ વસ્તુ પાથરીને તેની ઉપર હું સુઈ જઉં છું ત્યારે તે મારી ગોદડી બને છે. ઠંડીમાં ઓઢી લઉં છું ત્યારે તે રજાઈ બની જાય છે, ક્યારેક વાળીને માથા નીચે મૂકી દઉં છું ****中******* સ્યાદ્વાદ : સાપેક્ષવાદ 營嵒□□警營營營骨 ૨૪૩ ત્યારે તે ઓશીકું બની જાય છે, વરસાદમાં માથે ધરું ત્યારે છત્રી બની જાય છે, અને લંગોટી ધોવા કાઢું ત્યારે આને જ અંગ ઉપર વીંટાળી દેવાથી પોતડી બની જાય છે. હવે જયારે મને આ વસ્તુ મળી એટલે આ બધું મળી જ ગયું ને ? માટે જ ચાલતી પકડી. બાવાજીની વાત સાંભળીને ફોજદાર સજ્જડ થઈ ગયો ! જોયું ને ? એકજ વસ્તુમાં ગોદડીપણું, રજાઈપણું, ઓશીકાપણું વગેરે કેટલા બધા ધર્મો રહી ગયા ? એકવાર મહારાણી વિક્ટોરિયા પોતાના કાર્યોથી પરવારીને ખૂબ મોડી રાતે પોતાના મહેલમાં આવ્યાં. બારણું બંધ હતું. જોરથી ખખડાવતા અંદર રહેલા તેમના પતિએ પૂછ્યું, ‘કોણ છે ?’ ઉત્તર મળ્યો કે ‘મહારાણી વિક્ટોરિયા,' ફરી એકજ પ્રશ્ન, ફરી એજ ઉત્તર. વિક્ટોરિયાના પતિ બારણું ખોલતા જ નથી. મૂંઝાયેલાં મહારાણીને સમજાતું નથી કે એમના પતિ એકજ પ્રશ્ન પૂછે પણ બારણું કેમ ખોલતા નથી ? ત્યાં તો એકાએક કશુંક યાદ આવ્યું અને પતિએ પ્રશ્ન પૂછ્યો, ‘કોણ છો ? ખૂબ જ પ્રેમાળ સ્વરે વિક્ટોરિયા બોલ્યાં, ‘તમારી પ્રિયતમાં વિક્ટોરિયા.' અને તરત બારણું ખૂલી ગયું. એકજ સ્ત્રી પાર્લામેન્ટમાં બેસીને કામ કરે ત્યારે તેનામાં મહારાણીપણું ભલે છે પરંતુ એના પતિની સામે તો તેમનામાં પ્રિયતમાપણું જ છે. આ બધા દૃષ્ટાંતો આપણને એજ વાત કહી જાય છે કે કોઈપણ વસ્તુમાં અનંત ધર્મો છે. જુદી જુદી અપેક્ષાએ તે વસ્તુનો અમુક ધર્મ આગળ થાય છે અને બાકીના ગૌણ બની જાય છે. એટલે જ જૈનદર્શન કહે છે કે સામે રહેલા ઘોડાને જોઈને તમે એમ કહી શકો છો કે તે ઘોડો છે. પરંતુ જો કોઈ એમ કહે કે તે ઘોડો જ છે તો એ ખોટું છે. કેમકે તે ઘોડો છે તેમ તે પશુ પણ છે. ‘ઘોડો જ છે.’ એમ કહીને શું તેનાં બીજાં સ્વરૂપોનો ઈન્કાર કરી દેવાય ? નહિ જ. ‘તે ઘોડો છે’ એ વાક્યથી આ વાત અભિપ્રેત છે કે તે ઘોડો છે. બીજું પણ કાંઈક છે કે નહિ તે વાતની તરફ હાલ આંખમીંચામણાં છે. તે વાતનો વિજ્ઞાન અને ધર્મ *非**非市 ૨૪૪
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy