SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. સ્યાદ્વાદ : સાપેક્ષવાદ હવે આપણે જૈનદર્શનનો સ્ટાદ્વાદ આજના વૈજ્ઞાનિકોએ કેવી રીતે પ્રમાણિત કરી દીધો છે તે જોઈએ. અર્વાચીન વિજ્ઞાનના પિતા ગણાતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનું જયારે પ્રતિપાદન કર્યું. ત્યારે સમગ્ર વૈજ્ઞાનિક વિશ્વ હલબલી ગયું હતું. આને અર્વાચીન શોધોની મૂર્ધન્ય શોધ ગણીને વધાવી લેવામાં આવી હતી. એટલા જ કારણકે એ વૈજ્ઞાનિકોને એ સત્યની ગંધ જ ન હતી કે સ્યાદ્વાદને તો ભગવાન્ જિને અગણિત વર્ષો પહેલાં કહી દીધો છે. રે ! અદ્યતન જગતને જૈનદર્શનની જો કોઈ શ્રેષ્ઠ દેન હોય તો એનો દ્વાદ જ છે. જૈનદર્શનની ઈમારતના પ્રત્યેક સિદ્ધાન્તની ઈટ સ્યાદ્વાદની જ બનેલી છે. ઈંટનો પ્રત્યેક પરમાણુ સાકાર સ્વરૂપ છે. સ્યાદ્વાદમય જિનદર્શન છે. અહિંસા વગેરે તમામ ધર્મો સ્યાદ્વાદના જ પાયા ઉપર ઊભા છે. જૈનાગમનું કોઈપણ વાક્ય સ્યાદ્વાદની મંગળમાળાથી સુશોભિત છે. સ્યાદ્વાદની સાચી સૂઝ વિના જંગતું સ્વરૂપનું સાચું દર્શન થતું નથી. એ સમ્યગ્દર્શન વિના જગતના સ્વરૂપનું સાચું જ્ઞાન થઈ શકતું નથી. એવા સમ્યજ્ઞાન વિના ત્યાજય તત્ત્વોના ત્યાગરૂપ અને સ્વીકાર્ય તત્ત્વોના સ્વીકારરૂપ સાચું ચારિત્ર પ્રાપ્ત થઈ શકતું નથી. એવા સમ્યક ચારિત્ર વિના આત્મા આ વિનશ્વર સુખોથી મુક્ત થઈ શકતો નથી, જન્મ, જરા, આધિવ્યાધિના દુ:ખોથી સદાએ પિડાતો – રિબાતો જ રહે છે. એટલે જ મુક્તિમાર્ગનો ભોમિયો પણ આ સ્યાદ્વાદ છે. ચિત્તની શાન્તિ વિના આત્માને સુખ નથી. સુખના અઢળક સાધનોના ખડકલા ઉપર બેઠેલા અબજો પતિ પણ ચિત્ત-શાન્તિના અભાવમાં મસ્ત ફકીરની પણ ઈર્ષ્યા કરે છે, મજૂરથી પણ વધુ દુ:ખી રહે શાન્તિ વિના સુખ શેનું ? તો સ્યાદ્વાદ વિના શાન્તિ કેવી ? જીવનમાં સ્યાદ્વાદ પચાવો. પછી કોઈપણ સારા-માઠા સંયોગમાં શાન્તિ તો હથેળીમાં જ રમતી રહેશે. જૈનદર્શનનો આ સ્યાદ્વાદ એ કેવો વાદ છે એ આપણે વિચારીએ. જૈનદર્શનિકો માને છે કે કોઈપણ વસ્તુમાં એક બે નહિ, લાખ-દસ કે પરાર્ધ નહિ, પરંતુ અનંત ધર્મો છે. એક માણસ ન્યાયાધીશ છે, ઘરાક છે, દરદી છે, શિક્ષક છે, વકતા છે, પિતા છે, પતિ છે, કાકા અને શેઠ વગેરે પણ છે, જયારે એ ન્યાયાલયમાં બેસીને અપરાધીનો ન્યાય કરે છે ત્યારે તે ન્યાયાધીશ છે, જયારે તે બજારમાં જઈને વેપારી પાસેથી કોઈ વસ્તુ ખરીદે છે ત્યારે તે ઘરાક છે, ડોક્ટરને પોતાનું શરીર બતાવે છે ત્યારે દરદી છે, વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન આપે છે ત્યારે વક્તા છે, પોતાના પુત્રોનો તે પિતા છે, પત્નીનો પતિ છે, ભત્રીજાનો કાકો છે, નોકરનો શેઠ પણ છે. બીજું એક દૃષ્ટાંત લઈએ, એક મકાનમાં પાંચ માણસો બેઠા છે. થોડીવારમાં હાથમાં કમડલવાળો, મોટી જટાવાળો એક માણસ બારણે આવીને ઊભો રહ્યો. તેને જોઈને એક માણસ બોલી ઉઠ્યો, “અહો ! ભિક્ષુક આવ્યાં.” બીજો બોલ્યો, “અહો મારા શિક્ષક આવ્યા.” ત્રીજો બોલ્યો, “ઓ ! મિત્ર તું અહીં ક્યાંથી ?” ચોથો બોલ્યો, “અરે ! મારા ભાઈ !” ત્યારે પાંચમો માણસ બોલ્યો, “કથાકાર આવી ગયા છે.” અહીં એકજ માણસને જુદાં જુદાં સ્વરૂપે સંબોધવામાં આવ્યો છે. આમાં બધા સાચા છે. તે માણસનો વેષ જો ઈને પ્રથમ માણસે તેને ભિક્ષક કહ્યો. વિદ્યાર્થીએ તેને શિક્ષક કહ્યો, મૈત્રીના દાવે ત્રીજા એ તેને મિત્ર કહ્યો, તેના ભાઈએ તેને ભાઈ કહ્યો અને કથક તરીકે જાણીતા તેને છેલ્લાએ કથાકાર કહ્યો. એક જ વસ્તુમાં ન્યાયાધીશપણું, ઘરાકપણું, દરદીપણું, શિક્ષકપણું, વક્તાપણું, પિતાપણું વગેરે વગેરે ધર્મો હોઈ શકે છે, એક જ વસ્તુમાં facitive શાણate શશits beatabશાળ છે શાળabશાહiઈ-શાહ-શાહ-શાળા:શાશtrશ શાહ જીવી શse-austવાશone શાહ (શી દાઉ શારી ૨૪૨ વિજ્ઞાન અને ધર્મ સ્યાદ્વાદ : સાપેક્ષવાદ ૨૪૧
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy