SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ એ પુરુષનો “પોઝ' કેમેરામાં ઝડપી શકે છે.” એ હકીકતથી આ વાતને તંદુરસ્ત સમર્થન આપી જાય છે. હજી એક વધુ દાખલો લઈએ. પ્રસિદ્ધ ચિકિત્સક સ્વ. ડો. ગણનાથસેન એક જગ્યાએ કહે છે કે સાત વર્ષ સુધી પંદર પંદર દિવસ લાગલગાટ કેરીના ઋતુમાં આંબાના ફૂલો પોતાના હાથની હથેળીમાં ઘસતાં રાખે તો તે હાથોમાં સર્પ-વિષ ઉતારવાની શક્તિ પેદા થઈ જાય છે. આ બાબતે પણ શરીરમાંથી કિરણ-સમૂહો સતત નીકળે છે, એ વાતનું સમર્થન કરે છે. હથેળીમાં કિરણ-સમૂહો સતત નીકળતા હોય તો જ તે આંબાના ફૂલોના પુદ્ગલોથી ભાવિત થઈ શકે અને પછી સર્પવિષને ઉતારવાનું સામર્થ્ય પામી શકે. જેમ શબ્દ, અન્ધકાર, છાયા વગેરે પુદ્ગલસ્કંધ છે તેમ ઉદ્યોત, આતપ, સૂર્યપ્રકાશ વગેરે પણ પુદ્ગલના જ સ્કંધો છે. એની વનસ્પતિ સૃષ્ટિ ઉપર ઉગ્ર અસર કરવાની તાકાત જેમની તેમજ જોવા મળે છે. શરીર-સ્વાથ્ય માટે આ ઝેર હાનિકારક છે. તેના સ્પર્શથી જીવનશક્તિનો ક્ષય થાય છે.” આ વિધાન પ્રાચીન આર્યસંસ્કારને ભારે બળ આપી જાય છે. સપ્ટેમ્બર ૧૯૬૨ના નવનીત અંકમાં ‘મક્કા અને કાબા' શીર્ષક હેઠળ એક લેખ આવ્યો હતો. તેમાં લેખકે જણાવ્યું છે કે મક્કામાં સંગેઅસવદ નામે પત્થર, જે મુસલમાનોને પૂજનિક છે તે પૂર્વે સફેદ હતો, પરંતુ એક રજસ્વલા સ્ત્રીના સ્પર્શથી કાળો પડી ગયો હતો. ગમે તેમ હોય પણ આટલી તો હકીકત છે કે દરેક સ્થૂળ વસ્તુમાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ કિરણ-સમૂહ વહ્યા કરે છે. એની અનુકૂળ-પ્રતિકૂળ અસરો પણ હોય છે. ભારતમાં એવાં અનેક પવિત્ર તીર્થસ્થાનો છે, જયાં ગયા પછી મલિન આત્મા પણ અપૂર્વ નિર્મળતા અનુભવતો હોય, પવિત્ર વિચારોને સ્પર્શવા લાગતો હોય તેવું તેને લાગે છે. વાતાવરણની પવિત્રતા, પવિત્ર સ્તોત્રો વગેરે બોલતાં પવિત્ર શરીરમાંથી નીકળતા પવિત્ર કિરણસમૂહને જ આભારી હશે ને ? એ પવિત્ર કિરણસમૂહોમાં અપવિત્ર કિરણો ન પ્રવેશી જાય તે હેતુથી જ એ મંદિર વગેરેનું ઊંચા પહાડ વગેરે સ્થાને નિર્માણ કરવામાં આવ્યું હશે ને ? જૈનાગમોમાં બ્રહ્મચર્યના રક્ષણ માટે નવ જાતની કાળજી કરવાનું જણાવ્યું છે તેમાં એક એવી પણ વાત આવે છે કે જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાંથી એ સ્ત્રી ઊઠી જાય ત્યારબાદ અડતાલીસ મિનિટ સુધી પુરુષે બેસવું નહિ. એ જ રીતે જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ . સહુ જાણે છે કે પુરુષ કરતાં સ્ત્રીમાં કામવિકાર સામાન્યતઃ વધુ હોય છે, એથી જ પુરુષોના સ્થાને વધુ સમય સુધી સ્ત્રીને બેસવાનો નિષેધ કર્યો. પુરુષના કે સ્ત્રીના દેહમાંથી નીકળતાં કિરણસમૂહો પણ બીજાને સ્પર્શી જાય તો વિકૃતિને ઉત્પન્ન કરે એ સિદ્ધાન્ત ઉપર જ આ વિધાન કરવામાં આવ્યું છે. આધુનિક વિજ્ઞાન પણ હવે તો “પુરુષ વિનાના સ્થાને file piઈ ગીરી હાથ ધરી છiી સી ઈ શ રહી શitsણ ફાઈથી થઈ છે ગાઈie ગઈ છે ચાdiઈ શilli piઈ છે Bangadi 0 થી શબ્દ-અન્ધકાર-છાયા ૨૧૫ 事事中中中中學部和中国中学等多学中學學部學海事博 ૨૧૬ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy