SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પડેલી છાયા તે દિવસે કાંઈક કૃષ્ણરૂપે અને રાત્રે કૃષ્ણરૂપે હોય છે. અને ભાસ્વર પદાર્થમાં પડેલી છાયા તે વસ્તુના પોતાના જ વર્ણ જેવી હોય છે. આજે હવે આ વાતો વૈજ્ઞાનિકો સિદ્ધ કરી ચૂક્યા છે. અતિ દૂર અને અન્ય પદાર્થોના અંતરે રહેલ પદાર્થોને પણ તદાકારે અને તે જ વર્ણસ્વરૂપે પિંડિત બનાવીને તેની પ્રતિચ્છાયા જોઈ શકાય એવી શોધો થઈ ચૂકી છે, જેને ‘ટેલિવિઝન’ કહેવાય છે. જેમ રેડિયો યંત્ર દ્વારા શબ્દને ગ્રહણ કરીને વિદ્યુતપ્રવાહથી તેને આગળ વધારીને હજારો માઈલ દૂર સુધી તે શબ્દ પહોંચાડી શકાય છે તે જ રીતે ટેલિવિઝન યંત્ર દ્વારા પણ પ્રસરણશીલ પ્રતિચ્છાયાને ગ્રહણ કરીને એને વિશેષ પ્રયત્નો દ્વારા પ્રવાહિત કરીને હજારો માઈલ દૂર મોકલે છે. દૂરવીક્ષણનું આ ખૂબ જટિલ કાર્ય છે. એમાં અભિનેતાના પ્રતિબિંબના લાખો રૂપકો બને છે, તેઓ આકાશમાં ફેલાય છે, સંગ્રાહક યંત્ર વડે પુનઃ જોડાય પણ છે અને છેવટે અસલી પ્રતિબિંબરૂપે રજૂ થાય છે. એની વચ્ચે તે અનેક સંસ્કારોમાંથી પસાર થાય છે. આ રીતે પ્રતિબિંબ એ પુદ્ગલ પરમાણુઓની જ એક અવસ્થા હોવાનું સિદ્ધ થાય છે. કેમેરાની પ્લેટ ઉપર ફોટો ખેંચાવનારનું છાયા-પ્રતિબિંબ જ સંગૃહીત બને છે ને ? એક જગાએ બેઠેલો માણસ તે જગાએથી ખસી જાય ત્યાર પછી પણ અડધા કલાક સુધીમાં તે જગાને કેમેરાનું લક્ષ બનાવીને તે માણસ વિના તેની બેઠેલી મુદ્રાનો ફોટો લેવાતો હોવાનું સાંભળ્યું છે. આ વસ્તુ પણ એજ વાત સાબિત કરે છે કે માણસના ઊઠી ગયા પછી પણ તેના શરીરમાંથી છૂટેલા છાયા-પુગલો ત્યાં જ સંગૃહીત થઈને રહ્યા હતા તે જ છાયા-પુદ્ગલો કેમેરાની ઉપર પ્રતિબિંબિત થયા. જૈનદાર્શનિકો કહે છે કે બાદરપરિણામી યુગલસ્કંધોમાં પ્રતિસમય જળના ફુવારાની માફક આઠસ્પર્શી પુગલસ્કંધોનું વહન ચાલુ જ રહે છે. તે એટલા બધા સૂક્ષ્મ હોય છે કે આપણે તેને જોઈ શકતા નથી. તો પણ તે પુદ્ગલસ્કંધનો સમુદાય, પ્રકાશ વગેરેના નિમિત્ત દ્વારા, અગર કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા તદાકાર પિંડિત થઈ જાય છે ત્યારે જ આપણે તેને જોઈ શકીએ છીએ, અને તેને છાયા-પ્રતિબિંબના નામે ઓળખીએ છીએ. આ પુગલસ્કંધોને અંગ્રેજીમાં ‘મેગ્નેટિક ફલ્યુડકહેવાય છે. વિશ્વના સ્થૂલ પરિણામી પદાર્થોમાંથી નજરે ન દેખાય તેવું પ્રવાહી જેવું એ સૂક્ષ્મ દ્રવ્ય છે. આયુર્વેદમાં અમુક ચેપી રોગથી દૂર રહેવાનું જે કહેવામાં આવ્યું છે તેનું પણ આજ રહસ્ય છે કે રોગીના શરીરમાંથી નીકળતી છાયાના અણુઓ, પાસે બેસેલાની ઉપર અસર કરે છે. મહાપુરુષના ચરણાદિના સ્પર્શ કરવા કે તેની પાસે બેસવા પાછળ પણ તેમના છાયા-પુગલોની પવિત્રતાની સ્પર્શના જ કારણ હશે ને ? જે સ્ત્રીને અટકાવ (M.C.) આવે છે તેને ભારતની આર્ય સંસ્કૃતિ મુજબ ત્રણ દિવસ સુધી બધી પ્રવૃત્તિથી દૂર થઈને કોઈને પણ સ્પર્શ સુદ્ધાં કર્યા વગર એક ખૂણે બેસી રહેવાનું હોય છે એનું પણ આ જ કારણ છે કે તેવી સ્ત્રીમાંથી નીકળતા દ્રવ્યનો ગુણ તામસ ભાવ ઉત્પન્ન કરે છે. જો તે લોટ બાંધે તો તેના અંગોમાંથી વહેતું દ્રવ્ય તે લોટને તામસગુણી બનાવે, તેવો લોટ ખાનાર વ્યક્તિ પણ તામસભાવવાળી બને. એવી સ્ત્રીના પડછાયાથી વડી, પાપડ વગેરેમાં વિકૃતિ આવી ગયાના દાખલાઓ તો ઘણાંને પ્રત્યક્ષ થયા છે. પ્રાચીન લેખક ‘પ્લીની” કહે છે કે માસિક ધર્મવાળી સ્ત્રીની હાજરીથી દારૂ પણ બગડી જતો હતો, ઝાડ ઉપરના ફળ ખરી પડતાં હતા. કાચાં ફળ સુકાઈ જતાં હતાં, ઝાડ વાંઝિયાં થઈ જતાં બુટ્ટા થતા પિત્તળ ઉપર કાટ ચડી જતો. વીએના યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. સીકીએ મેડિકલ રિવ્યુમાં એક નોંધ આપતાં કહ્યું છે કે “રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ જીવંત સૃષ્ટિ ઉપર ખૂબ જ માઠી અસર કરે છે. આત્તર્વદર્શનનું ઝેર રજસ્વલાના શ્વાસોચ્છવાસમાં નથી પરંતુ એના પરસેવામાં છે, જે લોહીના લાલ ૨જકણોમાં જોવા મળે છે. પસીનો અને ૨ક્તકણો દ્વારા આ ઝેર બહાર આવે છે. એની વિશિષ્ટ સ્થિતિ તો એ છે કે એ ઝેર શરીરમાં ૧૦૦ ડીગ્રીએ ઊકળતા પાણીમાં પણ નાશ પામતું નથી. ગરમીમાં રાખ્યા પછી કે પાણીમાં ઉકાળ્યા પછી પણ શબ્દઅધકાર-છાયા ૨૧૩ ૨૧૪ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy