SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવર્ગણા કહેવામાં આવે છે. આ રીતે દ્રવ્યમન બનાવ્યા પછી તેનું અવલંબન લઈને આત્મા જે ચિંતન કરે છે તે જ ભાવમન છે. આત્મા અને ભાવમન એકજ છે. પંદરમી કર્મ અગ્રહણ મહાવર્ગણા : સોળમી કર્મ ગ્રહણ મહાવર્ગણા : જેના કારણે જીવાત્માનું પોતાનું અનુપમ સ્વરૂપ ઢંકાઈ ગયું છે તે કર્મ કહેવાય છે. કર્મ બે પ્રકારનાં છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ. કર્મ મહાવર્ગણાના પુદ્ગલસ્કન્ધોને દ્રવ્યકર્મ કહેવાય છે, જ્યારે આત્મા એ કર્મને પોતાની ઉપર ચોંટાડવા પૂર્વે જે રાગ-દ્વેષ વગેરે કરે છે તેને ભાવકર્મ કહેવાય છે. જ્યારે જ્યારે આત્મા જીવ કે જડ ઉપર રાગદ્વેષ કરે છે ત્યારે તેની ઉપર કર્મ ગ્રહણ મહાવર્ગણાના પુદ્ગલસ્કંધો ચોંટી ગયેલા આ પુદ્ગલસ્કંધને જ (દ્રવ્ય) કર્મ કહેવાય છે. કર્મરૂપે બનવામાં જરૂરી સ્થૂલતાથી કાંઈક અધિક સ્થૂલતા જેમનામાં છે તે પુદ્ગલસ્કંધોની મહાવર્ગણાને કર્મઅગ્રહણ મહાવર્ગણા કહેવાય છે. અથવા તો તેને મન-અગ્રહણ મહાવર્ગણા પણ કહેવાય છે. કેમકે તે મહાવર્ગણાના પુદ્ગલસ્કંધોમાં મન જેવા પુદ્ગલસ્કંધ માટે જરૂરી સૂક્ષ્મતા કરતાં કાંઈક વધુ સૂક્ષ્મતા છે. જૈન દાર્શનિકોએ આ સોળ મહાવર્ગણા ઉપરાંત હજી વધુ સૂક્ષ્મ સૂક્ષ્મતર થતી જતી બીજી દસ મહાવર્ગણાઓ કહી છે, પરંતુ અત્રે તે અપ્રસ્તુત હોવાથી આપણે લેતા નથી. આ વિચારણા ઉપરથી સમજી શકાશે કે મનુષ્ય તિર્યંચને ઉપયોગમાં આવતી નાનામાં નાની રજકણ પણ જે પહેલી ઔદારિક મહાવર્ગણાના પુદ્ગલોમાંથી રૂપાન્તર પામી છે તે પણ અનન્ત પરમાણુના પુદ્ગલધની જ બનેલી છે. એટલે જેની ઉપર ક્રિયા થઈ શકે, જેને માનવ છેદી શકે, જેને યંત્રથી પણ જોઈ શકે તે ઈલેક્ટ્રોન પણ કાં ન હોય છતાં જૈન દાર્શનિકો તેને પણ અનંત પરમાણુનો ઔદારિક મહાવર્ગણાનો એક સ્કંધ જ માને છે. આ ઔદારિક પુદ્ગલસ્કંધ કરતાં ઉત્તરોત્તરના ભાષા, શ્વાસોચ્છવાસ અને મન વગેરે પુદ્ગલસ્કંધો તો ઘણાં ઘણાં સૂક્ષ્મ છે એ વાત હવે સ્પષ્ટ થઈ જશે. [10001101101. 0110 1 સોળમહાવર્ગણા • gagem ૨૦૯ ૨૧. શબ્દ-અન્ધકાર છાયા શબ્દ : સોળ મહાવર્ગણા વિચારતાં આપણે જોઈ ગયા કે ભાષા (શબ્દ) પણ ભાષામહાવર્ગણાના પુદ્ગલ-સ્કંધોનો જ પરિણામ છે. જૈનદર્શનકારો શબ્દને પૌદ્ગલિક (matter) કહે છે. પરંતુ ભારતના બીજા બધા દાર્શનિકોએ આ વાત માન્ય કરી નથી. કેટલાકો આકાશમાંથી શબ્દની ઉત્પત્તિ માને છે તો સાંખ્ય જેવા દાર્શનિકો શબ્દમાંથી આકાશની ઉત્પત્તિ માને છે. આકાશ અમૂર્ત હોવાથી એનો ગુણ શબ્દ પણ અમૂર્ત જ હોય તેવું વેદાન્તીઓનું મંતવ્ય છે. આ બધાની સાથે જૈન દાર્શનિકોએ વિચારણા કરી છે. તેના અંગે મોટા વાદો પણ ગ્રંથસ્થ થયેલા છે. જૈન દાર્શનિકોનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે વિદ્યમાન અણુઓના ધ્વનિરૂપ પરિણામ એ શબ્દ છે. તે અરૂપી (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાનો) નથી તેમજ અભૌતિક નથી કેમકે તે શ્રોત્રેન્દ્રિયનો વિષય છે જે કોઈ વસ્તુ ઈન્દ્રિયગ્રાહ્ય હોય તે અવશ્ય મૂર્ત હોય અને પૌદ્ગલિક હોય. પરમાણુ સ્વયં અશબ્દ છે. શબ્દ તો અનેક સ્કંધોના સંઘર્ષથી ઉત્પન્ન થાય છે એથી જ શબ્દ એ સ્કન્ધપ્રભવ કહેવાય છે. ભલે અન્ય દાર્શનિકોએ શબ્દને પૌદ્ગલિક ન માન્યો પરંતુ હવે તો વૈજ્ઞાનિકોએ શબ્દને પૌદ્ગલિક-માટે જ પકડી શકાય તેવો સિદ્ધ કરી દીધો છે. રેડિયોમાં, રેકોર્ડમાં, માઈકમાં શબ્દ પકડાય છે એ વાત તો હવે નાનું બાળક પણ જાણે છે. વૈજ્ઞાનિકોની આ સિદ્ધિ જૈન દાર્શનિકોની માન્યતાને સચોટ સમર્થન આપે છે. એટલું જ નહિ પણ શબ્દ અંગેની બીજી પણ બે માન્યતાને આધુનિક વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ સમર્થન આપી દીધું છે. જૈનાગમોમાં કહ્યું છે કે તીવ્ર પ્રયત્નથી નીકળેલો શબ્દ ૩-૪ સેકંડમાં જ વિશ્વમાં વ્યાપતો વ્યાપતો વિશ્વના અંતભાગમાં (લોકના અંતે) પહોંચી · अकारादिः पौद्गलिको वर्णः । **************** ૨૧૦ પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર pintuitio વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy