SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ આ તૈજસ શરીર એટલે આત્માની સાથે વળગેલી એક ભઠ્ઠી. આ ભઠ્ઠી જીવે લીધેલા ખોરાકને ખેંચે છે અને ખોરાકથી એ ટકે છે. તમામ સંસારી (કર્મયુક્ત) જીવને આ ભઠ્ઠી સર્વદા સાથે જ હોય છે. મૃત્યુ પામેલા પ્રાણીના બાહ્ય શરીરમાં તૈજસ શરીર હોતું નથી. કેમકે તે તો દેહને છોડીને ચાલ્યા ગયેલા આત્માની સાથે જ સંબંધ ધરાવતું હોવાથી ચાલી ગયું હોય છે. આથી અમુક ભાઈ મૃત્યુ પામ્યા છે કે નહિ તે જાણવા માટે મસ્તક ઉપર થીજેલું ઘી મૂકીને શરીરમાં ગરમી છે કે નહિં એ તપાસાય છે. જો ઘી પીગળે જ નહિં તો કલ્પી લેવામાં આવે છે કે જીવાત્મા એ દેહ છોડીને ચાલ્યો ગયો છે. જૈનદર્શનમાં તૈજસ શરીરની જે વાતો કહી છે તે આધુનિક વૈજ્ઞાનિકો પણ હવે તો માન્ય કરવા લાગ્યા છે. શરીર વિજ્ઞાનના જાણકારો કહે છે કે શરીરમાં ‘હાઈપોથંલ્મસ’ નામનું એક એવું યંત્ર રહે છે, જે ગરમીના પ્રમાણને નિયંત્રિત કરે છે. એ યંત્ર દ્વારા શરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરતું રહે છે. શરીરના તાપમાનનું સંતુલન પણ એ રાખે છે. પરંતુ જયારે શરીરમાં વિકારો પૂરતા પ્રમાણમાં વધી જાય છે ત્યારે ‘હાઈપોથેલ્મસ’ના હાથ બહારની એ વાત બની જાય છે. આવા તેજસ શરીર માટે જરૂરી પુદગલઅન્યો જે વર્ગણામાંથી લેવામાં આવે છે તે તૈજસગ્રહણ મહાવર્ગણા કહેવાય છે. અમુક પ્રકારના વિશિષ્ટ તપથી એવી એક શક્તિ જન્મે છે, જેને તેજલેશ્યા વગેરે કહેવાય છે. એ શક્તિથી તે માણસ બીજાને બાળીને ભસ્મ કરી શકે છે. આવી તેજોવેશ્યા વગેરેમાં પણ આ તૈજસ શરીર જ નિમિત્ત કારણ બને છે. નવમી ભાષા માટે અગ્રહણ મહાવર્ગણા : દસમી ભાષા માટે ગ્રહણ મહાવર્ગણા : જૈન દર્શનકારો શબ્દને (ભાષાને) પુદ્ગલ (matter) માને છે, એ વાત આપણે આગળ ચર્ચીશું. શબ્દ-પુદ્ગલ માટે જરૂરી સ્કન્ધો કરતાં વધુ સ્થૂલ પડી જતા સ્કંધોની મહાવર્ગણાને ભાષા અગ્રહણ મહાવર્ગણા કહેવાય છે અને શબ્દપુદ્ગલમાં રૂપાંતર કરવા માટે બરોબર અનુકૂળ આવતી (જોઈએ તેવાજ) પુદગલસ્કન્ધોવાળી ભાષાગ્રહણ મહાવર્ગણો કહેવાય છે. અગિયારમી શ્વાસોચ્છવાસ અગ્રહણ મહાવર્ગણા : બારમી શ્વાસોચ્છવાસ ગ્રહણ મહાવર્ગણા : જીવ માત્ર જે શ્વાસોચ્છવાસ લે છે તે પણ એક પ્રકારના ખૂબજ સુક્ષ્મ પુદ્ગલસ્કન્ધો છે. શ્વાસોચ્છવાસરૂપે બનાવવા માટે જરૂરી પુદ્ગલસ્કન્ધ કરતાં જે વધુ સ્થૂલ છે અને તેથી જ જેમાંથી શ્વાસોચ્છવાસ પુદ્ગલો બની શકતા નથી તે પુદ્ગલસ્કન્ધો ની મહાવર્ગણાને શ્વાસોચ્છવાસ અગ્રહણ મહાવર્ગણા કહેવાય, જેમ એ મહાવર્ગણાના પુદ્ગલસ્કન્ધ વધુ સ્થૂલ પડી જવાથી શ્વાસોચ્છવાસમાં રૂપાંતર કરવા માટે નકામા થઈ જાય છે તેમ તે મહાવર્ગણાના તમામ પુદ્ગલસ્કંધો પૂર્વોક્ત ભાષા પુદ્ગલસ્કંધ બનાવવા માટે જરૂરી સૂક્ષ્મતા કરતાં વધુ સૂક્ષ્મ હોવાથી ભાષામાં રૂપાંતર કરવા માટે પણ નકામા થઈ જાય છે. એટલે આ મહાવર્ગણા પૂર્વના ભાષાપુદ્ગલ માટે પણ (શ્વાસોચ્છવાસની જેમ) અગ્રહણ મહાવર્ગણા જ કહેવાય, આ રીતે દરેક અગ્રહણ મહાવર્ગણામાં સમજી લેવું, હવે જેમાંથી શ્વાસોચ્છવાસ પુદ્ગલસ્કંધમાં રૂપાંતર થઈ શકે તે શ્વાસોચ્છવાસ ગ્રહણ મહાવર્ગણા કહેવાય છે. આ મહાવણાના પુદ્ગલસ્કંધો એવા છે કે તેમાંથી શ્વાસોચ્છવાસ બનવા માટે જેટલી જરૂરી સ્થૂલતા કે સૂક્ષ્મતા છે તેટલી જ તેમનામાં છે. તેરમી મન અગ્રહણ મહાવર્ગણાઃ ચૌદમી મન ગ્રહણ મહાવર્ગણા : મનના બે પ્રકાર છે : દ્રવ્યમન અને ભાવમન, જૈન દાર્શનિકો એમ માને છે કે મનવાળો આત્મા કોઈપણ વસ્તુનું જયારે ચિંતન કરે છે ત્યારે તે વસ્તુના આકારવાળી જ આકૃતિ તે આત્મા ઉપર બની જાય છે. આ આકૃતિ બનાવવા માટે જરૂરી પુદ્ગલસ્કન્ધોને એ આત્મા જેમાંથી લે છે તે મનગ્રહણ મહાવર્ગણા છે. દરેક આત્મા આ રીતે જે વસ્તુનો વિચાર કરે ત્યારે તે વસ્તુની આકૃતિવાળું આવું દ્રવ્યમન, મનગ્રહણ-મહાવર્ગણાના પુદ્ગલસ્કન્ધો લઈને બનાવે છે. આવું દ્રવ્યમન બનાવવા માટે જરૂરી સ્થૂલતા કરતાં પણ વધુ સ્થૂલતા જે પુદ્ગલસ્કન્ધોમાં છે તે પુગલસ્કન્ધોને મનરૂપે બનાવવા માટે આત્મા ગ્રહણ કરતો ન હોવાથી તેને મન-અંગ્રહણ થઈ જશા છilgi@#ાણાકalifaitiative arisin Tigrigins wાહi salaam aapagiri વિજ્ઞાન અને ધર્મ સોળમહાવગણા. ૨૦૭ ૨૦૮,
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy