SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પરદેશમાં ભણો, આગળ વધો દૈનિક ભાસ્કર : તા. ૪/૬૦૦ છે જીવનનું એ જ લક્ષ્ય બનાવી દેવામાં આવ્યું છે આજે. તમારી પાસે ‘ઘણું’ હોય તો જ આ જગતમાં તમારી કિંમત છે. અને એ ‘ઘણાં'માં સૌથી પ્રથમ નંબર મળ્યો છે સંપત્તિને ! પરિવાર સાથેનો તમારો સંબંધ ભલે તૂટી જાય મનની પ્રસન્નતા તમારી ભલે જોખમાઈ જાય શરીરની તંદુરસ્તી તમારી ભલે નંદવાતી જાય, તમારી પાસે વિપુલ સંપત્તિ હોવી જ જોઈએ. બસ, આ પાગલપનનું શિકાર આજે કોણ નથી બન્યું એ પ્રશ્ન છે અને એમાં ય આજના યુવાધન પર તો આ પાગલપન ગજબનાક હદે સવાર થઈ ગયું છે. ભવિષ્યને સુરક્ષિત કરી દેવું છે? કારકીર્દિ બનાવો. કારકીર્દિ બનાવવી છે? જે પણ છોડવું પડે એ છોડવા તૈયાર રહો ! મા-બાપો પણ એમ માની બેઠા છે કે મારા દીકરાનું ઉજ્જવળ ભાવિ પરદેશમાં જ છે. પરદેશગમનના આ પાગલનપનમાં પરલોકગમન યાદ પણ ન આવે એમાં આશ્ચર્ય ક્યાં છે? ૪૯
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy