SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાષ્ટ્ર રાજ્યની ૬૦૦૦ શાળામાં માત્ર એક-એક શિક્ષક જ છે દૈનિક ભાસ્કર : તા. ૧૦/૪/૦૦ ગણિત અને વિજ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળ, અંગ્રેજી અને નાગરિક શાસ્ત્ર. કલ્પના કરો. એક જ શિક્ષકના શિરે કેટકેટલા વિષયો શીખવવાની જવાબદારી નાખી દેવામાં આવી હશે ? આ જવાબદારીને એ શિક્ષક કઈ રીતે નભાવી શકતા હશે? આટલી જવાબદારી ઓછી હોય ત્યાં સરકાર મા-બાપ એ શિક્ષક પર એક નવા વિષયની જવાબદારી નાખવાનું વિચારી રહી છે અને એ વિષય એટલે જ જાતીય શિક્ષણ . શું કહું? આ દેશના કુલ ૪ કરોડ બાળકો પાસે સ્કૂલ નથી અર્થાત્ તેઓ સ્કૂલે જતા જ નથી. કેટલાય બાળકો પાસે સ્કૂલ છે તો સ્કૂલમાં બેસવાના કમરા નથી. કેટલાંક બાળકો પાસે કમરાઓ છે તો શિક્ષકો નથી. સરકારને આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાનું સૂઝતું નથી અને જાતીય શિક્ષણ વહેલી તકે શરૂ કરી દેવા એ ધમપછાડા મારી રહી છે. કરુણતા જ છે ને?
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy