SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકાની જનસંખ્યાના ૦.૭ ટકા લોકો જેલમાં દૈનિક ભાસ્કર: તા. ૩/૬૦૭ વિશ્વની એક માત્ર મહાસત્તામાં જેની ગણના થાય છે એ અમેરિકાનું આ વરવું ચિત્ર છે. બળાત્કાર, ખૂન, લૂંટ, ચોરી, વ્યભિચાર વગેરે અપરાધોએ ત્યાં મૂકેલી માઝાએ એ દેશને આ સ્થિતિએ લાવીને મૂકી દીધો છે એ જાણ્યા પછી ય આ દેશના શાસકો આ દેશને મહાસત્તા બનાવવા માગે છે એ જાણી સ્તબ્ધ તો થઈ જ જવાય છે પરંતુ સાથોસાથ વ્યથિત પણ થઈ જવાય છે. વૈશાખ-જેઠ પોતાની સાથે તડકો લાવે જ છે કે કેમ, એ ખબર નથી. પોષ-મહ પોતાની સાથે ઠંડી લાવે જ છે કે કેમ, એ ય ખબર નથી પરંતુ અમાપ સત્તા અને વિપુલ સંપત્તિ તો પોતાની સાથે અપરાધો લાવે જ છે એ શંકા વિનાની વાત છે. અલબત્ત, આ સત્ય શાસકોને સમજાતું જ નથી અને એમાં ય આ દેશના શાસકોને તો સમજાવાનું જ નથી. પ્રભુ સહુને સબુદ્ધિ આપે ! LINUM
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy