SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીને પોતાના પતિ સાથે રહેવાની ફરજ પાડી શકાય નહીં - જયપુર હાઈકોર્ટનો ચુકાદો ગુજરાત સમાચાર : તા. ૨૧/૪/૦૭ ન જોઈતા બાળકને જન્મ આપવાની સ્ત્રીને ફરજ પાડી ન શકાય એવો કાયદો આ સરકારે બનાવ્યો. ન ગમતાં માબાપને સાચવી લેવાની દીકરાને ફરજ પાડી ન શકાય એવો કાયદો આ સરકારે બનાવ્યો. ન ગમતી પત્નીને જીવનમર સાથે રાખવાની પતિને ફરજ પાડી ન શકાય એવો કાયદો આ સરકારે બનાવ્યો અને હવે એક એવો ચુકાદો હઇકોર્ટ આપી દીધો છે કે પતિને છોડીને સ્ત્રી જો પોતાના પ્રેમી પાસે રહેવા જવા માગતી હોય તો સ્ત્રીને પોતાના પતિ પાસે જ રહેવાની ફરજ પાડી ન શકાય. દીકરાને મમ્મી બદલવાની છૂટ નહીં પણ સ્ત્રીને પતિ બદલવાની, પતિને છોડી દેવાની, પતિને બેવફા બનવાની, પતિને મૂરખ બનાવવાની છૂટ ! આ બધું ય માનવ અધિકારના નામે ! આ દેશ વખણાતો હતો સ્થિર સંબંધ માટે અને શુદ્ધ સંબંધ માટે ! અને એના કેન્દ્રમાં વાત માનવ અધિકારની નહોતી પણ માનવ ફરજની હતી. આજે જમાનાએ કરવટ બદલી છે. માનવ ફરજની વાત ક્યાંય નથી. માનવ અધિકારના નામે બેશરમ બનવાની વાત સર્વત્ર છે ! a ૨૫ San
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy