SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Sછે અદાલતોને દર વરસે ૨૨૦ કરોડ રૂપિયાની લાંચ છ મળે છે. ટ્રાફ્ફરેન્સી ઈન્ટરનેશનલ સંસ્થાનો રિપોર્ટ રાજસ્થાન પત્રિકા : તા. ૨૦/૫/૦૦ તમે દૂધ લેવા કૂતરાને મોકલ્યો હોય અને એ કૂતરો જ જો બિલાડીકાર્ય કરવા લાગે તો તમે એની ફરિયાદ કરો કોને? કોકના શરીરમાં દાખલ થઈ ગયેલ ભૂતને બહાર કાઢવા તમે એના પર જે રાઈના દાણા નાખો એ રાઈના દાણામાં જ જો ભૂત ભરાઈ ગયું હોય તો તમે એની ફરિયાદ કરો કોની પાસે? તમે જેમની પાસે ન્યાય માંગવા ગયા હો એઓ જ જો પૈસાથી ખરીદાઈ જતા હોય તો પછી તમારે ન્યાયની અપેક્ષા રાખવાની બીજા કોની પાસે? હા, અહીં એક વરવું સત્ય રજૂ થયું છે કે અદાલતોમાં જ લાંચની થતી લેવડ-દેવડની રકમ ૨૬ અબજ રૂપિયાના આંકડાને પણ વટાવી જાય છે અને આ રકમ પણ પ્રત્યેક વરસની છે. બની શકે કે આ રકમમાં કદાચ થોડીક વધ-ઘટ પણ હોય પણ દરેકના મનમાં ઊંડે ઊંડે ય એક વાત તો ઘર કરી જ ગઈ છે કે અહીં પૈસા વેરો. તમે બધું જ ખરીદી શકશો. જો અન્યાયના ચુકાદાઓ આપતું ન્યાયતંત્ર પણ આ જ દશાનો શિકાર બની ગયું હશે તો આ દેશનો ગરીબ પ્રજાજન ન્યાય માગવા જશે કોની પાસે? ૬ રે -
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy