SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ : ચાતુર્માસિક કૃત્ય પર્વકૃત્ય કહ્યું. હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે. HeFmGceeme mecageDe-evejecei eneste,meselememele -- (છા. તિવાતુર્માસે સમુચિતનિયમગ્રë: પ્રવૃષિ વિશેષેT II) શબ્દાર્થ :- દરેક ચોમાસીએ સમુચિત નિયમો લેવા. એમાં પણ વર્ષો ચોમાસીએ વિશેષથી લેવા. વિસ્તરાર્થ :- જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય, તેણે દરેક ચોમાસામાં પૂર્વે લીધેલા નિયમમાં કાંઇક ઓછું કરવું. જેણે પરિમાણવ્રત પૂર્વે ન લીધું હોય, તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તો વિશેષથી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. તેમાં જે નિયમ જે સમયે લેવાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લેવાથી ઘણી વિરાધના અથવા ધર્મની નિંદા વગેરે દોષો થાય, તે નિયમ તે વખતે લેવા ઉચિત કહેવાય છે. જેમ કે વર્ષાકાળમાં ગાડાં-ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઇયળોવગેરે પડવાને લીધે રાયણ તથા કેરી વગેરે ફળનો ત્યાગ કરવો તે ઉચિત નિયમ છે. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થાવગેરેની અપેક્ષાએ નિયમોમાં ઔચિત્ય જાળવવું. બે પ્રકારના નિયમ તે નિયમો બે પ્રકારના છે, એક દુ:ખે પળાય એવા; તથા બીજા સુખે પળાય એવા. અવિરતિધર ધનવાનો અને વેપારીઓ સચિત્તરસનો ત્યાગ તથા શાકનો ત્યાગ અને રોજ સામાયિક કરવું વગેરે નિયમ દુ:ખે પાળી શકે. પરંતુ પૂજા, દાન વગેરે નિયમો સુખેથી પાળી શકે. દરિદ્રી પુરુષોની વાત એથી ઊલટી છે. તો પણ ધર્મમાં ચિત્ત લાગે, તો ચક્રવર્તી તથા શાલીભદ્ર જેવા મહાપુરુષોએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યો, તેમ બધા નિયમ સુખેથી પાળી શકાય. કહ્યું છે કે – ત્યાં સુધી જ મેરુપર્વત ઊંચો છે, સાગર દુષ્કર છે, અને કાર્યનું સ્વરૂપ વિષમ છે; જ્યાં સુધી એઅંગે ધીરપુરુષ દૃઢ નિર્ણય કરતાં નથી. છતાં પાળવા કઠીણ પડે એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તો પણ સુખે પળાય એવા નિયમ તો શ્રાવકે જરૂર લેવા જ. જેમકે વર્ષાકાળમાં કૃષ્ણ તથા કુમારપાળ વગેરેની જેમ બધી દિશામાં જવાનો ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય, તો જ્યારે જે દિશામાં ગયા વિના ચાલી શકે એમ હોય, ત્યારે તે તરફ જવું નહી. એ જ રીતે સચિત્ત વસ્તુનો ત્યાગ ન કરી શકે, તો જ્યારે જે વસ્તુ વિના ચાલી શકે એમ હોય, ત્યારે તે વસ્તુનો નિયમ લેવો. જે માણસને જે ઠેકાણે જે વસ્તુ મળવાનો સંભવ ન હોય, જેમ કે ગરીબને હાથીવગેરે, મારવાડમાં પાનવગેરે તથા ચોમાસામાં કેરી વગેરે ફળો દુર્લભ છે. તે પુરુષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુનો તો નિયમ ગ્રહણ કરવો. આ રીતે દુર્લભ વસ્તુનો નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે. | દુર્લભના ત્યાગ અંગે દ્રમકમુનિનું દષ્ટાંત એમ સંભળાય છે કે રાજગૃહી નગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી. તે જોઇ લોકો “એણે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૯
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy