SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના ભંડારમાં જમા કરાવી દઈ એને પુત્રસહિત પોતાના મહેલમાં રાખ્યો. શેઠે વિચાર્યું - આજે ‘પાંચમ' નામની પર્વતીથી છે. તેથી મને કોઇ પણ રીતે અવશ્ય લાભ થશે. બીજે દિવસે સવારે રાજાએ પોતાનો આખો ભંડાર ખાલી થઇ ગયેલો અને શેઠનું ઘર ચારે બાજુથી ધન, મણિ, રત્ન, સુવર્ણથી ભરાઇ ગયેલું જોઇ આશ્ચર્ય અને આઘાત પામ્યા. પછી શેઠને ખમાવી પૂછ્યું - હે શેઠ! મારું ધન તમારા ઘરે કેવી રીતે ગયું? શેઠે કહ્યું- સ્વામિન્ ! એ તો હું જાણતો નથી, પણ પર્વદિવસે મને પુણ્યના પ્રભાવથી અવશ્ય લાભ જ થાય છે. એમ કહી બધી વાત કરી. એમાં પર્વનો મહિમા સાંભળી એ રાજાને પણ જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી છ પર્વ પાળવાનો નિયમ યાવજીવમાટે લીધો. તે જ વખતે કોશાધ્યક્ષે આવી વધામણી આપી કે કોશ પાછો પૂર્વવત્ ભરાઇ ગયો છે. આ સાંભળી ફરી આશ્ચર્ય અને આનંદ પામેલા રાજા કશું વિચારે એ પહેલાં જ ત્યાં એક ચમકતા કુંડળો વગેરે આભૂષણથી શોભતા દેવ પ્રગટ થયા. દેવે કહ્યું - હે રાજન્ ! શું તમે પૂર્વભવના મિત્ર શેઠદેવ એવા મને ઓળખો છો? તમે દેવલોકમાં ચ્યવન પામતા હતા, તે વખતે તમને પ્રતિબોધ પમાડવાનાં આપેલા વચનથી બંધાયેલો હું તમને પ્રતિબોધ પમાડવા આવ્યો છું. મેં જ પર્વવગેરેની નિષ્ઠામાં દૃઢ શેઠનું સાંનિધ્ય કરવા તમારો ભંડાર ખાલી કરી એનું ઘર ભરી દીધું હતું. માટે હવે તમે ધર્મમાં ક્યારેય પ્રમાદ કરશો નહીં. હવે હું ઘાંચી અને ખેડૂતના જીવ જે રાજા બન્યા છે તેમને પ્રતિબોધ કરવા જાઉં છું. આમ કહી દેવે તે બંને પાસે જઇ એક જ સમયે બંનેને સપનામાં એમનો પૂર્વભવ દેખાડ્યો. તેથી તે બંને પણ જાતિસ્મરણજ્ઞાન પામી શ્રાવકધર્મ સ્વીકારી છે પર્વતિથીઓને વિશેષથી આરાધવા માંડ્યા. પછી ત્રણે રાજાઓએ શેઠ દેવના વચનથી પોત-પોતાના રાજ્યમાં અમારિ (- અહિંસા) પ્રવર્તન, બધા વ્યસનોમાંથી નિવર્તન (પાછા ફરવું-અટકવું) વગેરે કાર્ય કર્યા. તથા સ્થાને સ્થાને નવા દેરાસરો, ત્યાં ભવ્ય પૂજાઓ, તીર્થયાત્રા, સાધર્મિક ભક્તિ વગેરે કાર્યો કરવા માંડ્યા. દરેક પર્વના આગલા દિવસે નગરવગેરેમાં પટહ વગડાવી ઘોષણા કરાવવા માંડી, એમ કરીને બધા લોકોને બધા પર્વ દિવસોએ બધી ધર્મની બધી આરાધનામાં જોડ્યા. તેથી તેમના રાજ્યોમાં જૈનધર્મનો મહિમા એવો વધ્યો કે જાણે કે એનું એકછત્રી શાસન થઇ ગયું. શેઠ દેવ પણ સાંનિધ્યમાં રહેવાથી એમના રાજ્યોમાં -જેમ તીર્થંકર પરમાત્માઓની વિહારભૂમિના સવાસો યોજનાના વિસ્તારમાં દુકાળ, દુર્ભિક્ષ, મારી, મરકી, પરરાજાનું આક્રમણવગેરે ઉપદ્રવો રહેતા નથી, એમ આ દુકાળવગેરે ઉપદ્રવો સ્વપ્નમાં પણ રહ્યાં નહીં. ધર્મના મહિમાંથી દુ:સાધ્ય એવું પણ શું સુસાધ્ય ન બને? આમ સુખ અને ધર્મમય બનેલી રાજ્યલક્ષ્મીને દીર્ઘકાળ ભોગવી ત્રણે રાજાએ સાથે દીક્ષા લીધી. પછી ઉગ્ર તપ કરી શીધ્ર કેવળજ્ઞાન પામ્યા. સ્થાને-સ્થાને શેઠ દેવે કરેલા અદ્ભૂત મહિમાથી અને મોટે ભાગે પોતાના જ દૃષ્ટાંત આપી પૃથ્વીપર બધા જ પર્વદિવસોએ ધર્મનું સામ્રાજ્ય ફેલાવ્યું. અનેક ભવ્યજીવોને દીક્ષા આપી છેવટે મોક્ષે ગયા. શેઠ દેવ પણ પછી બારમા દેવલોકમાંથી ઍવી મોટા રાજા બની પર્વમહિમા સાંભળી જાતિસ્મરણજ્ઞાન પામ્યા. દીક્ષા લઇ કેવળી થઇ મોક્ષે ગયા. આ પર્વતિથી અંગે કથા છે. તૃતીય પ્રકાશ પૂર્ણ થયો. શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy