SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ tવા. શબ્દ વધુ સુંદર લાગે છે.) પાસે ૧) વાચના ૨) પૃચ્છના ૩) પરાવર્તના ૪) ધર્મકથા અને પ) અનુપ્રેક્ષા આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય યથાયોગ્ય કરવો. એમાં નિર્જરાના આશયથી નહીં કે બીજા કોઇ આશયથી) ૧) સૂત્ર આપવું કે લેવું એ વાચના છે. ૨) એમાં (અક્ષરવગેરે અંગે) શંકા પડે તો ગુરુને પૂછવું એ પૃચ્છના છે. ૩) પહેલા ભણેલું (ગોખેલું) સૂત્રવગેરે ભૂલાઇ ન જાય એ માટે ફરીથી યાદ કરતાં રહેવું - અભ્યાસ કરવો એ પરાવર્તન છે. ૪) જંબુસ્વામી વગેરે મહાપુરુષોના ચરિત્ર સાંભળવા કે કહેવા એ ધર્મકથા છે. અને ૫) મનથી જ સૂત્રવગેરેનું સ્મરણ કરવું એ અનુપ્રેક્ષા છે. (બીજા ભણેલાને આપણે ગોખેલા સૂત્રો સંભળાવવા દ્વારા પરાવર્તન કરવી સારી છે કેમ કે તેથી ગોખ્યા પછી પ્રમાદ - વિસ્મૃતિવગેરેથી જે કાંઇ અશુદ્ધિ આવી હોય, તે નીકળી જાય. પાઠશાળામાં વાચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથારૂપ ચારે ય પ્રકારના સ્વાધ્યાયને સ્થાન મળવું જોઇએ, તો વિદ્યાર્થીઓનો રસ પણ જળવાઇ રહે. અન્યત્ર અનુપ્રેક્ષા અને ધર્મકથા એવો ક્રમ છે. અહીં ધર્મકથા આગળ લેવામાં એવો આશય હોવો સંભવ છે કે પ્રથમ ત્રણની જેમ ધર્મકથા પણ ગુરુભગવંત કે શ્રાવકપુત્રવગેરેની અપેક્ષા રાખે છે. જ્યારે અનુપ્રેક્ષા તો માત્ર સ્વઅપેક્ષાવાળો જ સ્વાધ્યાય છે.) શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – શાસ્ત્રાર્થના જાણકાર ગુરુભગવંત સાથે તે-તે શાસ્ત્રાર્થની વિચારણા કરવી જોઇએ. તેથી શ્રી ગુરુભગવંતના મુખેથી સાંભળેલા શાસ્ત્રાર્થની વિચારણારૂપ સ્વાધ્યાય (અનુપ્રેક્ષા) વિશેષ કર્તવ્ય તરીકે સમજવો. એ અત્યંત ગુણકારી બને છે. કહ્યું જ છે – સ્વાધ્યાયથી જ પ્રશસ્તધ્યાન પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાયથી જ બધા પરમાર્થનો બોધ થાય છે. સ્વાધ્યાયમાં રહેલો જીવ ક્ષણે-ક્ષણે વૈરાગ્ય પામતો જાય છે. પાંચ પ્રકારના સ્વાધ્યાયપર દૃષ્ટાંત વગેરે વાતો અમે (ગ્રંથકારે) આચારપ્રદીપ ગ્રંથમાં વિસ્તારથી કહી છે, તેથી અહીં કહેતો નથી. mePeF ebeCellebej de, HefeF Heef[kekeicef len dechCee-elemmeceCelmep Pet3eb di enbi eDeesleeskeinF Oecceh-9-- (छा. सन्ध्यायां जिनं पुनरपि पूजयति प्रतिक्रामति करोति तथा विधिना | विश्रामणं स्वाध्यायं गृहं गतो ततः कथयति धर्मम्) ગાથાર્થ :- સંધ્યાવખતે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ, તેમજ વિધિપૂર્વક મુનિરાજની સેવા-ભક્તિ અને સ્વાધ્યાય કરવા, પછી ઘરે જઇ સ્વજનોને ધર્મોપદેશ કરવો. ટીકાર્થ :- શ્રાવકે હંમેશા એકાસણાં કરવાં એવો ઉત્સર્ગ(મુખ્ય)માર્ગ છે. કહ્યું છે કે – શ્રાવક ઉત્સર્ગમાર્ગે સચિત્ત વસ્તુને વર્જનારો, હંમેશા એકાસણ કરનારો તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળનારો હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઇ શકે એમ ન હોય, તેણે દિવસના આઠમાં ચોઘડિયામાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે તે પહેલા ભોજન કરવું. રાતના પ્રારંભવગેરે વખતે ભોજનમાં રાત્રિભોજનનો મહાદોષ લાગવાનો પ્રસંગ રહ્યો હોવાથી સૂર્યાસ્તની બે ઘડી પહેલા જ સાંજનું ભોજન પતાવી દેવું. સૂર્યાસ્ત વખતે અને રાતે ભોજન કરવામાં ઘણા દોષો લાગે છે. એ દોષોનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત મેં (ગ્રંથકારે) રચેલા અર્થદીપિકા ગ્રંથમાંથી જાણી લેવું. સાંજે ભોજન પતાવી તરત જ શક્તિ મુજબ બીજા દિવસના સૂર્યોદય સુધી ચાલે એવું ચોવિહાર, તિવિહાર, કે દુવિહારનું પચ્ચખાણ કરવું. આ પચ્ચખાણ હજી દિવસ બાકી હોય, ત્યારે જ કરી લેવું. અપવાદપદે રાત પડ્યા પછી પણ કરી શકે. શંકા - એકાસણાવગેરેના પચ્ચકખાણથી બીજા દિવસના સૂર્યોદય સુધીનું પચ્ચકખાણ થઇ જ જાય છે. તેથી ફરી દિવસચરિમ પચ્ચક્ખાણ લેવામાં કોઇ અર્થ સરતો નથી. સમાધાન :- એકાસણાવગેરેના પચ્ચકખાણમાં આઠ આગારો હતા. એકાસણુંવગેરે કરી લીધા શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૪
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy