SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંતમાં બતાવેલી ભોજનવિધિ સુશ્રાવકો નિરવદ્ય, નિર્જીવ અને પરિમિત ભોજનથી પોતાનો નિર્વાહ કરનારા હોય છે. એ આહાર કરતાં ૧) સર-સ, ચબ-ચબ શબ્દો ન થાય એવી રીતે તથા ૨) ખાતા ખાતા નીચે દાણા કે છાંટા ન પડે તેમ, ૩) મન, વચન અને કાયાની ગુપ્તિપૂર્વક ૪) સાધુની જેમ ઉપયોગપૂર્વક, ૫) સાદડીના પ્રતર ખોલે તેમ ૬) અથવા સિંહની જેમ આહાર કરે (કટપ્રતર છેદ અને સિંહભક્ષિત વિધિ ગીતાર્થ ગુરુ પાસેથી જાણી લેવી.) આ પ્રમાણે એકલો અથવા અનેકની સાથે ધૂમ (દ્વેષથી ભોજનની નિંદા) અને અંગાર (રાગથી ભોજનની પ્રશંસા) દોષ લાગે નહીં તેમ આહાર કરે. ગાડાના ચક્રવગેરેમાં તેલ પૂરવામાં આવતુ હતું, જેથી એ સરળતાથી ચાલે. પણ તે જરુરિયાત પૂરતું જ પૂરાતું, ઘણું વધારે કે તદ્દન ઓછું નહીં. એ રીતે સાધુ પણ સાધના સ૨ળતાથી ચાલે, એટલો જ આહાર કરે. ગૃહસ્થોએ પોતાને માટે બનાવ્યું હોય એ તીખું, કડવું, તૂરું, ખાટું, મીઠું અથવા ખારું એવું જેવું અન્ન મળે તેવું સાધુઓએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ વખતે મોહનો ઉદય થાય ત્યારે, સ્વજનો દ્વારા ઉપસર્ગ થાય ત્યારે (સ્વજનો સંસારમાં પાછા લાવવા હેરાન કરે વગેરે વખતે), જીવદયા માટે, તપસ્યા માટે, તથા આયુષ્યનો અંત નજીક હોય તો શરીરનો ત્યાગ કરવામાટે આહારનો ત્યાગ કરવો. સાધુને અપેક્ષીને કહેવાયેલી આ વિધિમાંથી શ્રાવકને અપેક્ષીને પણ યથાયોગ્ય સમજી લેવી. બીજે સ્થળે પણ કહ્યું છે કે - વિવેકી પુરુષે શક્તિ હોય તો દેવ, સાધુ, નગરનો સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભોજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગ ઉત્પન્ન થાય છે. તેથી અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તો ભોજન કરવું નહીં. કહ્યું છે કે તાવવગેરેમાં શક્તિ ક્ષીણ ન થાય એ રીતે લાંઘન કરવું હિતકર કહ્યું છે. પણ વાયુથી, થાકથી, ક્રોધથી, શોકથી, કામવિકા૨થી અને પ્રહાર થવાથી ઉત્પન્ન થયેલા તાવમાં લાંઘણ કરવા નહીં. તથા જે દિવસે દેવદર્શન, ગુરુવંદન આદિ નહીં થયા હોય કે વિશેષ ધર્મ સ્વીકારવો હોય, ઘણા પુણ્યવાળું કાર્ય શરું કરવું હોય, તે દિવસે ઉપવાસ કરવો. એ જ રીતે આઠમ, ચૌદસવગેરે પર્વતિથિના દિવસે પણ ઉપવાસ ક૨વો. ઉપવાસ વગે૨ે તપ આ ભવમાં અને પરભવમાં ખૂબ ગુણકારી બને છે. કહ્યું જ છે - તપથી અસ્થિર કાર્ય સિદ્ધ થાય છે, વાકું કાર્ય સીધું થાય છે, દુલર્ભ કાર્ય સુલભ થાય છે, દુઃસાધ્ય કાર્ય સુસાધ્ય બને છે. વાસુદેવ, ચક્રવર્તી વગેરેના પણ તે-તે સ્થાનના તે-તે દેવને પોતાના સેવક બનાવવા વગેરે આ લોકના કાર્યો પણ અઠ્ઠમવગેરે તપથી જ સિદ્ધ થાય છે, એ વિના નહીં. અહીં ભોજન વિધિ પૂરી થઇ. ભોજન કર્યા પછી નવકાર ગણીને ઊભો થાય. પછી ચૈત્યવંદન કરી દેવને અને ગુરુભગવંત હોય, તો તેમને વંદન કરે, આ બધી વાત મૂળ ગાથામાં ‘સુપત્તદાણાઇજુત્તિ’ પદમાં આદિ શબ્દ મુક્યો છે, તેનાથી સૂચિત થયેલી સમજી લેવી. હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે ભોજન પછી દિવસસંબંધી છેલ્લું પચ્ચક્ખાણ (ચોવિહારઆદિ) અથવા ગંથસી - મુત્થસી પચ્ચક્ખાણ ગુરુ મહારાજ પાસે લેવાનું હોય, તો બે ખમાસમણા વગેરે વિધિથી વંદન કરી લેવું. એ શક્ય ન હોય તો જાતે ધારી લેવું. = પછી ગીતાર્થ સાધુ પાસે અથવા ભણેલા શ્રાવકપુત્રવગેરે (ભણાવનારને પંડિત કહેવા કરતાં આ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૦૩
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy