SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાદેવલોકના ઇદ્રો) વચ્ચે ઘરમાટે ઘરમાલિકો લડે એમ વિમાનની માલિકીમાટે વિવાદ થયો. બંને જણા ક્રમશ: બત્રીસ લાખ અને અઠ્ઠાવીશ લાખ વિમાનના માલિક હોવા છતાં વિમાનમાલિકી માટે મોટી લડાઇ કરે એવું ઘણીવાર બને છે. (એ દરેક વખતે ઇંદ્ર તરીકેના જીવ બદલાઇ જાય. પણ દરેક ઉત્પન્ન થતો નવો ઇંદ્ર લડે જ એવો નિયમ નથી.) ખરેખર લોભનું શાસન ક્યાં નથી? પશુઓની લડાઇ માણસો અટકાવે. માણસોની લડાઇ રાજા અટકાવે. રાજાઓ લડે તો ક્યારેક દેવો અટકાવે. દેવો લડે તો ઇંદ્રો શાંત પાડે. પણ ઇદ્રો લડે તો કોણ કેવી રીતે અટકાવી શકે? એ વખતે ત્યાં માણવક નામના થાંભલામાં રહેલા નિર્વાણ પામેલા તીર્થકરોના દાઢાઓનો અભિષેક કરી એ શાંતિજળ સીંચીને એ બંને શાંત કરાય છે. આ બંને ઇંદ્રો અમુક સમય સુધી લડ્યા. પછી મહત્તર દેવોએ એ અભિષેકજળ છાંટી બંનેને શાંત કર્યા. તેથી વેર છોડી શાંત થયેલા એ બંનેના બંને પક્ષના મંત્રી સમાન દેવોએ કહ્યું છે ઇંદ્રોમાટેની અનાદિકાળથી શાસ્ત્રસિદ્ધ આ વ્યવસ્થા છે - દક્ષિણ દિશાના બધા વિમાન સૌધર્મેન્દ્રના છે. ઉત્તર દિશાના બધા વિમાનનો માલિક ઈશાનઇંદ્ર છે. પૂર્વ-પશ્ચિમ દિશામાં રહેલા જે તેર ગોળ વિમાનો છે, તે ઇંદ્રક વિમાનો સૌધર્મેન્દ્રની સત્તામાં છે, અને ચોરસ તથા ત્રિકોણ વિમાનોમાં બંને ઇંદ્રો અડધા-અડધાના માલિક છે. ત્રીજા ચોથા દેવલોકમાં પણ આ જ ક્રમ છે. બધા વૃત્ત (= ગોળ) વિમાનો ઇન્દ્રક વિમાનો છે. આ વ્યવસ્થા જાણી બંને ઇંદ્રો મત્સરભાવ છોડી પરસ્પર પ્રેમભાવવાળા થયા ને ચિત્તથી સ્વસ્થ થયા. એ વખતે ચંદ્રશેખર નામના દેવે હરિબૈગમેષી દેવને કુતુહળથી પૂછવું - જો ઇંદ્રો પણ લોભગ્રસ્ત થતાં હોય, તો બીજાઓની તો વાત જ શી કરવી? તેથી શું દુનિયામાં એવી કોઇ વ્યક્તિ મળે ખરી કે જે લોભ પામતો ન હોય? હું તો માનું છું કે સમગ્ર જગતપર લોભનું એકછત્રી શાસન ચાલે છે, કે જે લોભે ઇંદ્રોને પણ ઘરની દાસી જેવા કરી દીધા છે. ત્યારે હરિર્ઝેગમેલી દેવે કહ્યું - હે સખા! તમે જે કહો છો તે સત્ય જ છે. પણ પૃથ્વીપર ક્યારેય એવો કોઇ ન જ મળે એવું નથી. એટલે કે નિર્લોભી વ્યક્તિ મળી શકે છે. જેમકે અત્યારના પણ વસુસાર શેઠના પુત્ર રત્નસારકુમારે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત લીધું છે. એને એ વ્રતમાંથી ચલાયમાન કરવા ઇંદ્ર સહિત કોઇ દેવ સમર્થ નથી. બાકી જીવો તો લોભસાગરના પ્રવાહમાં તણાઇ જનારા ઘાસ જેવા છે. ચંદ્રશેખર દેવ આ વાત સહી શક્યો નહીં. તેથી પરીક્ષા કરવા અહીં આવ્યો. પિંજરા સહિત પોપટનું અપહરણ, મેનાની રચના, શુન્ય નગર અને ભયંકર રાક્ષસની રચના એ દેવે જ કરી. ૨ જ તને સાગરમાં ફેંક્યો ને જાત જાતના ભય ઊભા કર્યા. તે ચંદ્રશેખરદેવ તે હું છું. તેથી તે ઉત્તમ પુરુષ! મારી દુષ્ટ ચેષ્ટા માફ કરી મને કોઇ આદેશ આપ! કેમકે દેવનું દર્શન નિષ્ફળ જતું નથી. કુમારે કહ્યું - સમ્યક્ જૈન ધર્મના પ્રભાવે મારા બધા જ પ્રયોજનો સિદ્ધ થયા છે. તેથી કશું જોઇતું નથી. પરંતુ મને નંદીશ્વરાદિ તીર્થોની યાત્રા કરાવવી. જેથી તમારો જન્મ પણ સફળ થશે. દેવે આ વાતનો સ્વીકાર કર્યો. પછી રત્નસારને તરત પિંજરા સહિત પોપટ સોંપી ફરીથી કનકપુરમાં લઇ આવ્યો. ત્યાં એ દેવ રાજાવગેરે આગળ રત્નસાર કુમારનો મહિમા વર્ણવી પોતાના સ્થાને ગયો. પછી રત્નસારકુમાર કનકધ્વજ રાજાની રજા લઇ બંને પત્ની સાથે પોતાના નગરતરફ જવા નીકળ્યો. રાજાએ એમની સાથે સામંત - પ્રધાનો વગેરે મોકલ્યા. રસ્તામાં સ્થાને સ્થાને તે-તે નગરના શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૯૭
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy