SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ દાક્ષિણ્ય, લજ્જા કે લોભ પણ બાહ્ય ભાવ છે. જ્યારે સ્વીકારેલા વ્રત નિયમ તો પ્રાણસમાન છે. રાજા નષ્ટ થાય પછી સૈનિકો શું કરવાના? મૂળ બળી જાય પછી ડાળીઓનું શું પ્રયોજન? પુણ્ય જ પરવાર્યું હોય, પછી ઔષધ શું કરી શકવાના? ચિત્ત જ જો શૂન્ય-મૂઢ હોય, તો શાસ્ત્રોથી શું સરવાનું? હાથ ભાંગી ગયા પછી શસ્ત્રો કોઇ કામના નથી. એમ પોતાનું વ્રત ભાંગી ગયા પછી દિવ્ય ઐશ્વર્ય, સુખ વગેરેની કોઇ કિંમત નથી. આમ વિચારીને કુમારે મધુરભાષામાં કહ્યું - હે રાક્ષસેન્દ્ર ! તમે જે ગૌરવપૂર્ણ વાત કરી, તે અત્યંત યોગ્ય જ છે. પણ પૂર્વે જ મેં મારા ગુરુ ભગવંત પાસે નિયમ લીધો છે કે ઘણા પાપનું કારણ હોવાથી ક્યારેય રાજા થવું નહીં. યમ (= મોતરાજા) અને નિયમ બંનેની વિરાધના દુ:ખદ છે, પણ પ્રથમ તો જીવનના અંતે જ દુ:ખદ બને છે. જ્યારે નિયમની વિરાધના તો જીવનપર્યત સતત ડંખ દે છે – દુખદ બને છે. તેથી તમે મને એવો આદેશ આપો કે જેથી મારો નિયમ ભાંગે નહીં. ભલે દેહ પડે તો પણ એ આદેશ સાધવા હું પ્રયત્ન કરીશ. આ સાંભળી ક્રોધયુક્ત બનેલા રાક્ષસે કહ્યું – પહેલી પ્રાર્થનાનો ભંગ કરી મારી પાસે બીજી પ્રાર્થના કરાવે છે. તે રાજ્યનો ત્યાગ બરાબર છે કે જેમાં યુદ્ધ વગેરે પાપ હોય, પણ દેવે આપેલા રાજ્યમાં પાપ ક્યાંથી આવવાનું? હું તને આટલું મોટું રાજ્ય આપવા માંગુ છું, છતાં કમભાગી ! તું લેવામાં અચકાય છે. એક તો મારા આ મહેલમાં શાંતિથી સૂઇ ગયો, મારી પાસે તારા પગના તળિયા ઘસાવ્યા ને છતાં મરવાની ઇચ્છાવાળો તું મારી તારામાટેની હિતકર વાત પણ સાંભળવા માંગતો નથી? જો મારા ક્રોધનું ફળ. આમ કહી રાક્ષસે કુમારને ઉપાડ્યો, આકાશમાં ઊંચે લઇ જઇ જોરથી સમુદ્રમાં ફેંક્યો. પાણીમાં પડેલો તે છેક તળિયે જઇ તરત જ પાછો ફેંકાઇ પાણીની ઉપર આવી ગયો. રાક્ષસે ફરીથી એને હાથથી ઉપાડી કહ્યું - કુમાર ! મૂર્ખ ! કદાગ્રહી ! શું કામ ફોગટનો મરે છે? શા માટે રાજ્યલક્ષ્મી સ્વીકારતો નથી? હજી કહું છું ... જલ્દી સ્વીકારી લે, નહીંતર ધોબી વસ્ત્રને શિલાપર પછાડે એમ હું તને શિલાપર અફાળી-અફાળી મારી નાખીશ. સમજી લે, દેવોનો ક્રોધ નિષ્ફળ જતો નથી. એમાં પણ રાક્ષસોનો તો વિશેષથી. આમ કહી બંને પગેથી પકડી એને છેક શિલા સુધી લઇ આવ્યો. કુમારે તો એક જ વાત કરી - મારા વ્રતમાં હું મક્કમ છું. તું તારા સંકલ્પમુજબ વિકલ્પ કર્યા વગર કરવા માંડમને વારંવાર પૂછવાની જરૂરત નથી. સજ્જનો એક જ વાર જે કહે છે, તેમાંથી પાછા ફરતા નથી. તે જ વખતે કુમારના આવા ઉત્કૃષ્ટ સત્ત્વથી રોમાંચિત થયેલા એ દેવે રાક્ષસનું રૂપ છોડી અત્યંત તેજસ્વી વૈમાનિક દેવના રૂપમાં આવી કુમારપર પુષ્પવૃષ્ટિ કરી તથા જયજયકાર કર્યો. અચાનક વળાંક લીધેલી પરિસ્થિતિથી વિસ્મય પામેલા કુમારને કહ્યું – સાત્ત્વિકોમાં તું ચક્રવર્તી સમાન છે. તારા જેવા શ્રેષ્ઠ પુરુષરત્નથી પૃથ્વી રત્નગર્ભા અને વીરવતી બની છે. સાધુ પાસે લીધેલા સુંદરનિયમથી તું ધન્યવાદપાત્ર છે. પર્વત ચલાયમાન થાય, પણ તારા જેવાનું મન નહીં. તારી પ્રશંસા ઇંદ્રના સેનાપતિ હરિપ્લેગમેષ દેવે કરી તે સાચી છે. ત્યારે રત્નસારે પૂછ્યું - અપ્રશસ્ય એવા મારી પ્રશંસા કરવાનું મન એમને કેમ થયું? દેવે કહ્યું – સાંભળ, એકવાર નવા ઉત્પન્ન થયેલા હોવાથી સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર (૧લા૧૯૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy