SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણીવાર સખીઓ સાથે એ ત્યાં આવી હતી, તેથી રસ્તો જાણતી હતી. ચક્રેશ્વરી દેવીની પૂજા કરી પૂરી ભક્તિથી એણે પ્રાથર્ના કરી :- હે સ્વામિની! નિર્મળ મનથી મેં તમારી આટલો સમય પૂજા, ભક્તિ, સ્તવના કરી હોય, તો પવિત્ર ભાષાવાળી આપ આજે શીધ્ર આ દીન બાલિકાને એની મોટી બેનના સમાચાર આપો. નહિતર હે માતા! હું આજથી ભોજન-પાણીનો ત્યાગ કરીશ. ઇષ્ટના વિયોગમાં કયા નીતિજ્ઞને ભોજન કરવું ગમે? ત્યારે તિલકમંજરીની ભક્તિથી, આત્મશક્તિથી અને નિર્મળ ઉક્તિ (- વચન)થી તુષ્ટિ (= ખુશી) પામેલી દેવી તરત જ સાક્ષાત થઇ. ખરેખર! એકાગ્રતાથી શું સિદ્ધ ન થાય? દેવીએ પ્રસન્નવદને કહ્યું - હે ભદ્ર! તારી બેન ક્ષેમકુશળ છે. તેથી હૃદયમાંથી ખેદ દૂર કરી ભોજન-પાણી કરજે. જો તને ક્યારે? કેવી રીતે? ક્યાં મને મારી બેનનો સંગમ થશે? એવા પ્રશ્નો થતા હોય, તો સાંભળ... આ નગરથી પશ્ચિમ દિશામાં ઘણે દૂર એક જંગલ છે કે જ્યાં પગ મૂકવો પણ કાયરો માટે શક્ય નથી. રાજા પણ ત્યાં પહોંચી શકતા નથી. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર છે. એમાં શ્રી ઋષભદેવ ભગવાનની અલૌકિક પ્રતિમા છે. એ પ્રતિમાની તું પૂજા કર. તને એક મહિના પછી તારી બેનના સમાચાર અચાનક મળશે ને ભાગ્યયોગે એની સાથે મિલન પણ થશે. ત્યાં જ તારે બીજી રીતે પણ સુંદર ભાવીનું નિર્માણ થશે. અથવા તો દેવાધિદેવની પૂજાથી શું સિદ્ધ ન થાય? વળી, તને એમ થતું હશે કે એટલે દૂર ભગવાનની પૂજા કરવા રોજ કેવી રીતે જવું? ને રોજ જઇને પાછા પણ કેમ આવવું? તો એ અંગે પણ મારી વાત સાંભળ – હું શક્ય ન હોય એવા ઉપાયો બતાવતી નથી. મારો ચંદ્રચુડ નામનો આજ્ઞાંકિત દેવ છે. તે શક્તિશાળી છે, આદેશ કરાયેલા બધા કાર્યો કરવા તત્પર પણ છે. એ મોરનું રૂપ કરીને તેને રોજ ત્યાં લઇ જશે ને ત્યાંથી પાછી લાવશે. આ બધું કામ એ મારા આદેશથી કરશે. દેવીની વાત પૂરી થઇને આકાશમાંથી એક મોર નીચે ઉતર્યો. આ મોરપર આરૂઢ થઇ રોજ અહીં પૂજા માટે આવન-જાવન એ કન્યા કરે છે. દેવીએ કહેલું જંગલ પણ આ જ છે, દેરાસર પણ આ જ છે, ને કન્યા પણ આ હું જ છું. આ રીતે હે કુમાર ! તમારા પૂછવાથી મેં મારું આ ચરિત્ર કહ્યું. તે સૌભાગ્યનિધિ ! પરંતુ હું અહીં રોજ આવતા આવતા આજે મહીનો પૂરો થયો, છતાં પણ જેમ રણપ્રદેશમાં ગંગાનું નામ સાંભળવા ન મળે, તેમ મને હજી સુધી સમાચારની વાત તો છોડો, બહેનનું નામ પણ સાંભળવા મળ્યું નથી. તો મારે સરળતાથી તમને એટલું જ પૂછવું છે કે આખા જગતમાં ફરતા તમે રૂપથી મારા જેવી જ લાગતી કન્યા ક્યાંક પણ જોઇ છે? ત્યારે તિલકમંજરીના રૂપ, સૌંદર્યની સાથે સાથે વેદના-વાતોથી અભિભૂત થયેલા રત્નસારે કહ્યું - હે મૃગલક્ષ્મી ! હે રૈલોક્ય યુવતિ શિરોમણિ ! આ રીતે પૃથ્વીપર ભમી રહેલા મેં રૂપથી તમારે સમકક્ષ તો છોડો, અંશમાત્રથી પણ તુલના પામે એવી કોઇ કન્યા જોઇ નથી, ને મને લાગતું નથી કે ભવિષ્યમાં પણ જોવા મળે. પરંતુ શબરસેના નામના જંગલમાં અદૂભુત રૂપ, યૌવન અને કાંતિવાળા એક તાપસકુમાર મને મળ્યા હતા. વાણીનું માધુર્ય, રૂપ, વયવગેરેથી એ તમારા જેવા જ દેખાતા હતા. એ કુમારનો સહજ પ્રેમવગેરે હજી યાદ આવ્યા કરે છે ને હું એમની વિરહની વેદનાથી વ્યથિત થઇ જાઉ છું. તે તમે જ છો, અથવા તો તમારી બેન હોય... ભાગ્યની રમત સમજાતી નથી... હકીકત શું છે? ત્યાં ૧૮૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy