SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ R. અથથી ઇતિ વૃત્તાંત કહી કુમારનો થાક ઉતારી દીધો. કન્યાએ કહ્યું – કનકપુરમાં કનકધ્વજ નામે રાજા છે. એ રાજાને કુસુમસુંદરી નામે રાણી છે. એ રાણીએ એકવાર સ્વપ્નમાં જોયું - કામદેવને છોડી મને રતિ (= આનંદ) અને પ્રીતિ આપવા રતિ અને પ્રીતિ નામની બે દેવીઓ મારા ખોળામાં આવીને બેસી. તરત જ જાગી ગયેલી એ રાણીએ રાજાને આ સપનાની વાત કરી. રાજાએ કહ્યું - સર્જનહારે સર્જેલી ઉત્કૃષ્ટ રૂપવગેરેથી યુક્ત શ્રેષ્ઠ બે કન્યા આપણને સંતાન તરીકે પ્રાપ્ત થશે. આ સાંભળી કન્યાઓની પ્રાપ્તિ થવાની હોવા છતાં રાણીને વિશિષ્ટ આનંદનો અનુભવ થયો. પુત્ર કે પુત્રી જે પ્રકૃષ્ટહોય છે, તે આનંદદાયક બને છે. પછી એ રાણીએ પુત્રીયુગલને જન્મ આપ્યો, જેમકે સારી નીતિ એક સાથે કીર્તિ અને લક્ષ્મીને જન્મ આપે છે. એમાં પ્રથમ કન્યાનું નામ અશોકમંજરી અને બીજીનું નામ તિલકમંજરી રાખવામાં આવ્યું. મેરુપર કલ્પલતાની જેમ શીધ્ર વૃદ્ધિ પામતી બંને કન્યા બહુ ઓછા સમયમાં જ બધી કળાઓમાં પણ પારંગત થઇ. યુવાન થયેલી આ બંને કન્યા સમાન શીલ-ગુણ-સ્વભાવવાળી થઇ. બંને સાથે જ હર્ષ-શોક, રતિ-અરતિ અનુભવે. આમ પરસ્પર અદ્ભુત પ્રીતિવાળી બની. તેથી રાજાએ વિચાર્યું - આ બંને કન્યામાટે એક જ વર શોધવો જોઇએ, નહિતર બંને એક - બીજાના વિયોગથી જીવી શકશે નહીં. પણ બંનેથી ચઢિયાતો તો છોડો, સમાન ગુણવાળો પણ વર મળશે કે કેમ એ શંકા છે. અને તેવા વરની અપ્રાપ્તિમાં આ બંનેની શી હાલત થશે? આ વિચારથી રાજા ચિંતામાં પડ્યા. એમાં એમના દિવસો મહિના જેવા થવા માંડ્યા. એકવાર વસંતઋતુમાં એ બંને કન્યા ક્રિીડામાટે અશોકવનમાં ગઇ. ત્યાં અશોકમંજરીએ અશોકવૃક્ષની શાખા-ડાળને આધારે હીંચકો બાંધી પ્રથમ તિલકમંજરીને હીંચકો ખવડાવ્યો. પછી પોતે શરુ કર્યો. ત્યાં જ અચાનક હીંડોળો તુટ્યો. ‘અશોકમંજરી નીચે પડી હશે અને એને ઘણું વાગ્યું હશે.” એમ માની હાહારવ કરતાં બધા ત્યાં ભેગા થયા, પણ ત્યાં તો હીંડોળા સાથે જ અશોકમંજરી આકાશમાં ઉડી અને જાણે સ્વર્ગમાં જઇ રહી હોય, એમ દેખાવા લાગ્યું. ક્ષણવારમાં તો અદ્રશ્ય થઇ ગઇ. ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે એનું કોક વિદ્યાધરે અપહરણ કર્યું છે. તેથી “અરે ! અશોકમંજરીને ઉપાડીને કોઇ ભાગે છે, દોડો દોડો’ એવી બુમરાણ મચાવી. આ અપહરણ જોઇ ત્યાં રહેલા શસ્ત્રધારી સુભટો આમ તેમ દોડ્યા પણ ખરા, પણ અશોકમંજરીને બચાવવાનો કોઇ ઉપાય કરી શક્યા નહીં. તિલકમંજરી પણ અત્યંત વહાલી બેનના અપહરણના સમાચાર જીરવી શકી નહીં શકાતા મૂચ્છિત થઇ ગઇ. આ એકસાથે બે અશુભ સમાચારથી આતંકિત થયેલા રાજા પણ ત્યાં દોડતા આવ્યા. બંને દીકરી માટે વિલાપ કરવા માંડ્યા. ત્યારે એક નોકર પાણી છાંટવું વગેરે ઉપાયો કરી તિલકમંજરીને ભાનમાં લાવ્યો. ભાનમાં આવેલી તિલકમંજરી ભારે વિલાપ કરવા માંડી. એની વિરહજન્ય વેદના જોઇ બધાને લાગ્યું કે આ અશોકમંજરી વિના જીવી શકશે નહીં. એ વખતે ત્યાં આવેલી બંનેની માતા પણ શોક કરવા માંડી કે મારું ભાગ્ય જ રુક્યું છે કે એક પુત્રીનું અપહરણ થયું અને બીજી એના શોકમાં મરી રહી છે. હે ગોત્રદેવીઓ, વનદેવીઓ, આકાશદેવીઓ તમે શીધ્ર સંનિધાન કરો... આને કોઇ પણ હિસાબે દીર્ઘજીવી બનાવો. બધા જ આરીતે શોકમગ્ન બન્યા હતાં. ત્યારે જાણે કે આ પીડા જોઇ નહીં શકવાથી સૂર્ય પણ અસ્ત પામ્યો. આ બાજુ પાછલી રાતે તિલકમંજરી ઉદ્યાનમાં રહેલા ચક્રેશ્વરીદેવીના મંદિરમાં ગઇ. પૂર્વે શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૮૫
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy