SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દુકાળઆદિ કારણે સુપાત્રદાન વગેરેમાટે ઉલ્લાસવાળા ન હોય, તો પોતે વહોરાવવા વિશેષ પ્રયત્નશીલ બનવું.) ૩)જો દ્રવ્ય(આહારાદિ પોતે વહોરાવવા માંગે છે - ગુરુ ભગવંતોને સંયમાદિમાં વિશેષ ઉપકારક બની શકે એમ છે, એવું દ્રવ્ય) બધે સુલભ છે કે દુર્લભ? (દુર્લભ હોય, તો એ દ્રવ્ય વહોરાવવાનો ભાવ અધિકાધિક રાખવો.) અને ૪) આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાળ, વૃદ્ધ, બીમાર, સમર્થ, અસમર્થ વગે૨ે કેવા કેવા સાધુઓ છે, (એ ધ્યાનમાં લઇ સમુદાય મોટો હોય ને આચાર્યાદિ કે બાળ-વૃદ્ધાદિ સાધુઓ વધારે હોય, તો એઅંગે વધારે આગ્રહ કરવો.) આમ ઉપરોક્ત ચાર વાતને વિશેષથી ધ્યાનમાં લેવી. સુપાત્રદાનમાં ટાળવાયોગ્ય દોષો તથા વહોરાવતી વખતે ૧. સ્પર્ધા (બીજા કરતાં કે બીજા ઘર કરતાં અમે વધુ સારું વહોરાવીશું ઇત્યાદિરૂપ) ૨. મહત્ત્વ- મોટાઇ મળે ૩. મત્સર-દ્વેષ (ક્યાંથી ટપકી પડ્યા? ઇત્યાદિરૂપ) ૪. સ્નેહ (આ તો મારા સ્વજન છે ઇત્યાદિરૂપ) ૫. લજ્જા-સાધુ ભગવંતની શરમે ૬. ભય (‘ન વહોરાવીશું તો શાપ આપશે' ઇત્યાદિરૂપ) ૭. પરાનુવર્તન (બીજાનું જોઇને-દેખાદેખીથી ઇત્યાદિરૂપ) ૮. પ્રત્યુપકાર ઇચ્છા (ગોચરીના બદલામાં સાધુ અમારું કાંક સારું કરી આપે ઇત્યાદિરૂપ) ૯. માયા (નિર્દોષને દોષિત બતાવવી ઇત્યાદિરૂપ) ૧૦. વિલંબ (વહોરાવવામાં ઢીલ કરવી ઇત્યાદિરૂપ) ૧૧. અનાદર (ઉલ્લાસ નહિં બતાવવો વગેરેરૂપ) ૧૨. વિપ્રિયોક્તિ (સાધુનું અપમાન થાય એવા શબ્દો બોલવા વગેરે) અને ૧૩. પશ્ચાતાપ (અરેરે ! આ ક્યાં વહોરાવી દીધું ઇત્યાદિરૂપ) આ દોષો અને આવા બીજા પણ દોષો લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સાધુને બેંતાલીસ દોષ વિનાની ગોચરી વહોરાવવી જોઇએ. એ બેંતાલીશ ગોચરી દોષો પિણ્ડવિશુદ્ધિ વગેરે ગ્રંથોમાં બતાવ્યા છે. તેથી ત્યાંથી જ જાણી લેવા. નિર્દોષ-દોષિત ગોચરી વિવેક આ રીતે ભાવભક્તિપૂર્વક ગોચરી વહોરાવી પોતાના ઘરના દ્વાર સુધી વળાવવા જાય. જો ગામમાં સાધુ ભગવંતો નહીં હોય, તો વાદળ વિના વૃષ્ટિની જેમ કદાચ અચાનક સાધુભગવંતનો લાભ મળી જાય તો કૃતાર્થ થઇ જાઉં ! એ ભાવથી ચારે દિશામાં નજર ફેરવી જોઇ લેવું. કહ્યું જ છે - સાધુ ભગવંતને જે કંઇ વહોરાવ્યું નહીં હોય, તે શ્રાવક આરોગે નહીં. તેથી ભોજનનો સમય થયે બારણે જોઇ લેવું જોઇએ. જ્યારે સંસ્તરણ હોય એટલે કે નિર્દોષ ગોચરી મળી શકતી હોય અને સાધુની સાધના વ્યવસ્થિત થઇ શકતી હોય, ત્યારે દોષિત-અશુદ્ધ ગોચરી વહોરાવે તો વહોરાવનાર શ્રાવક અને વહોરનારા સાધુ-બંનેનું અહિત થાય છે. દુર્ભિક્ષ, બીમારી વગેરે અસંસ્તરણમાં (કે જ્યારે જરુરી વસ્તુ નિર્દોષ મળી શકતી નથી ને સાધનાના નિર્વાહ માટે જરુરી છે, ત્યારે) રોગીના દૃષ્ટાંતથી દોષિત ગોચરી પણ વહોરનાર અને વહોરાવનાર બંને માટે હિતકર બને છે. (નિરોગી અવસ્થામાં જે અકલ્પ્ય હોય છે, તે રોગ અવસ્થામાં કલ્પ્ય બને છે - આ આતુર રોગીનું દૃષ્ટાંત છે.) લાંબા વિહારથી થાકેલા, બીમાર, આગમઅભ્યાસી, તાજો લોચ થયેલા, અને તપના અત્તર વાયણાવાળા (અથવા તપના પારણાવાળા) સાધુને વહોરાવેલું ઘણા ફળવાળું બને છે. આ જ રીતે દેશ, ક્ષેત્રવગેરેનો વિચાર કરી શ્રાવકે જે સાધુ ભગવંત માટે જે યોગ્ય હોય, તે પ્રાસુક (અચિત્ત) અને એષણીય (દોષરહિતનું) વહોરાવવું . ૧) અશન ૨)પાન ૩) ખાદિમ ૪) સ્વાદિમ ૫) ઔષધ અને શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૮
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy