SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રોને મારી નાખ્યા છે. હમણાં એ જ રત્નોનો હાર ઉપાડી ગયો હતો. હજી તો સુમિત્રનું બધું ધન હરી લેશે. ઘણા ભવો સુધી આ રીતે વેર વાળતો રહેશે. ઊભા કરેલા વેરનો વિપાક ખરેખર અત્યંત દુઃસહ્ય હોય છે. ગંગદત્તે શેઠાણીને આળ ચઢાવ્યું હતું, તેથી આ ધનમિત્રના ભવમાં એના૫ર જ ચોરીનો આરોપ આવ્યો. પણ એના પુણ્યથી ખેંચાયેલા સમ્યગ્દષ્ટિ દેવોએ એ વ્યંતર પાસેથી હાર બળાત્કારે લઇ અહીં પ્રગટ કર્યો. આ સાંભળી વૈરાગ્ય પામેલા રાજા અને ધનમિત્રે પોતાના સ્થાને પોતાના મોટા પુત્રને સ્થાપી દીક્ષા લીધી. પછી મોક્ષે ગયા. સાતમી ગાથાનો અર્થ સમાપ્ત. cepPeCnstpeCllDe, meteocCeFponEe Yehbee – koKeeF De iDeILeDoteS kelCeF mepPw3h~~ 8~~ (छा .मध्याह्ने जिनपूजा-सुपात्रदानादि युक्त्या भुङ्क्त्वा । प्रत्याख्याति च गीतार्थान्तिके करोति स्वाध्यायम्) ગાથાર્થ :- મધ્યાહ્ન સમયે જિનપૂજા સુપાત્રદાન આદિ યુક્તિપૂર્વક ભોજન કરીને પચ્ચક્ખાણ કરે. પછી ગીતાર્થપાસે સ્વાધ્યાય કરે. મધ્યાહ્ન વિધિ હવે મધ્યાહ્નની વિધિ બતાવે છે. મધ્યાહ્ને પણ પહેલા બતાવી એ રીતે જિનપૂજા કરવી. એમાં પણ ખાસ શ્રેષ્ઠ શાલી (ચોખાની એક ઉત્તમ જાતિ) ભાત વગેરે તૈયાર થયેલી પૂરી રસોઇ (ની તૈયાર થયેલી થાળી) પ્રભુ આગળ ધરવી વગેરેરૂપે જિનપૂજા કરવી. એ પછી સુપાત્રદાન વગેરે શાસ્ત્રોક્ત વિધિમુજબ ભોજન કરવું. અહીં ‘ભોજન કરવું’ અથવા ‘આ સમયે જ ભોજન ક૨વું' એવો ઉપદેશ નથી, પણ લોકોમાં આ સમયે ભોજન કરવાની રૂઢિ હોવાથી એનો અનુવાદ-ઉલ્લેખ માત્ર છે. બાકી મધ્યાહ્નપૂજા અને ભોજનઅંગે કોઇ કાળ નિયમ નથી. ખૂબ ભૂખ લાગી હોય, એના માટે તો ‘ભૂખનો સમય જ ભોજનનો સમય’ એવી લોકરૂઢિ છે. તેથી મધ્યાહ્ન પહેલા પણ પ્રભુપૂજા કરી લીધેલા પચ્ચક્ખાણનો સમય પૂર્ણ કરી ભોજન કરે તો પણ દોષ લાગતો નથી. આયુર્વેદમાં આમ કહ્યું છે - પહેલા પહોરે ભોજન કરવું નહીં. ભોજન વિના બે પહોર વિતાવવા નહીં. પહેલા પહોરમાં હજી તો રસ ઉત્પન્ન થઇ રહ્યો છે, ને બે પહોર વીતી ગયા પછી બળનો ક્ષય થાય છે. સુપાત્રદાનની વિધિ સુપાત્રદાન સંબંધી આ યુક્તિ છે - ભોજનનો સમય થાય ત્યારે ભક્તિપૂર્વક સાધુ ભગવંતોને ગોચરી પધારવા વિનંતી કરી (એ પધારવાના હોય, તો) એમની સાથે ઘરે આવે અથવા સાધુ ભગવંતો પોતે જ પધારી રહ્યા દેખાય, તો સામે લેવા જાય. પછી પોતાનાપર ગુરુભગવંતનો અનુગ્રહ થઇ રહ્યો છે એવા ભાવથી બેંતાલીસ દોષવગેરેથી રહિત એવા આહાર, પાણી, વસ્ત્રવગેરે ભોજનના ક્રમથી (જેમકે પહેલા રોટલી, પછી દાળ ઇત્યાદિ)ની વિનયપૂર્વક વિનંતી કરે. તે વખતે પોતે જ હાથમાં તે - તેના વાસણો લઇ પાસે આવીને વહોરાવે અથવા પત્ની પાસે વહોરાવડાવે. આ સુપાત્રદાન કરતાં પહેલા આ ચાર વાત વિચારી લેવી ૧) આ ક્ષેત્ર સંવિગ્નભાવિત છે કે અભાવિત? (સંવિગ્ન સાધુઓ એટલે ભગવાનની આજ્ઞામુજબનું મોક્ષાર્થ સંયમ પાળતા સાધુઓ. જો પધારેલા સાધુ સંવિગ્ન હોય ને એ ક્ષેત્ર સંવિગ્ન સાધુથી ભાવિત ન હોય, એટલે કે એમના પ્રત્યે સદ્ભાવવાળું ન હોય, એટલે કે એ સ્થાનના શ્રાવકાદિ ગૃહસ્થો આવા સાધુઓને વહોરાવવાના ઉલ્લાસવાળા ન હોય, તો પોતે વિશેષ આગ્રહ કરી વિશેષ લાભ લેવા તત્પર બનવું.) ૨) તે વખતે કયો કાળ છે સુભિક્ષ કે દુર્ભિક્ષ? (જો દુર્ભિક્ષ કાળ હોય એટલે કે લોકો શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૭
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy