SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ પરાક્રમ કરવું. વરુની જેમ લુંટવું અને સસલાની જેમ ભાગવું. ૧) વહેલા ઉઠવાના વિષયમાં, ૨) યુદ્ધના વિષયમાં, ૩) સ્વજનોમાં સંવિભાગ અને ૪) સ્ત્રી સંભોગના વિષયમાં આ ચાર વિષયમાં કુકડા પાસેથી શીખવું. ૧) અબ્રહ્મકાર્ય ગુપ્ત રીતે કરવું, ૨) ધૃષ્ટતા, ૩) સમયોચિત ઘર નિર્માણ, ૪) અપ્રમત્તતા - સાવધાની અને પ) બધે અવિશ્વાસ આ પાંચ વાત કાગડા પાસેથી શીખવી જોઇએ. ૧) ઘણું ભોજન કરવું છતાં ૨) અવસરે ઓછાથી સંતોષ માનવો. ૩) અલ્પનિદ્રા અને ૪) શીધ્ર જાગૃતિ, ૫) સ્વામી ભક્તિ – વફાદારી અને ૬) શૂરવીરતા આ છ ગુણ કૂતરા પાસેથી શીખવા જોઇએ. ૧) ઉપાડેલો ભાર વહન કરવો, ૨) ઠંડી-ગરમીની પરવા કરવી નહીં અને ૩) હંમેશા સંતુષ્ટ રહેવું. આ ત્રણ ગુણ ગધેડા પાસેથી શીખવા જોઇએ. આ સિવાય પણ નીતિશાસ્ત્રો વગેરેમાં બીજી ઔચિત્યસંબંધી વાતો કરી છે. સુશ્રાવકે એ બધી વાતોનો સારી રીતે વિચાર કરી શ્રાવકની ભૂમિકાને અનુરૂપ જે-જે ઉચિત હોય, તે બધું આચરવું, કેમકે – જે વ્યક્તિ સ્વયં હિત શું છે? અહિત શું છે? ઉચિત શું છે? અનુચિત શું છે? વાસ્તવિક શું છે? અવાસ્તવિક શું છે? તે જાણતો નથી; તે શીંગડા વિનાનો પશુ થઇ સંસારરૂપી જંગલમાં ભમ્યા કરે છે. જે માણસને બોલતા, અવલોકન કરતાં, હસતાં, ક્રીડા કરતાં, પ્રેરણા કરતાં, ઊભા રહેતાં, પરીક્ષા કરતાં, વેપાર કરતાં, શોભતાં, કમાતા, આપતાં, ચેષ્ટા કરતાં, ભણતાં, આનંદિત થતાં, કે વૃદ્ધિ પામતાં આવડતું નથી; તે નિર્લજ્જ શિરોમણિ કેવી રીતે જીવે છે? જે માણસને સ્વ-પરસ્થાને બેસતાં, સૂતા, ભોજન કરતાં, પહેરતાં અને બોલતાં આવડે છે; તે પુરુષ વિદ્વાનોમાં અગ્રણી છે. હવે વિસ્તારથી સર્યું. વ્યવહાર શુદ્ધિપર ધનમિત્ર કથા વ્યવહારશુદ્ધિ, દેશાદિ વિરુદ્ધ ત્યાગ અને ઔચિત્ય આ ત્રણથી ઉપાર્જન અંગે ધનમિત્રની કથા આ પ્રમાણે છે – ‘વિનયપુર” નગરમાં વસુશેઠ અને ભદ્રાનો પુત્ર ધનમિત્ર હતો. એના માતા-પિતા એ બાળપણમાં હતો, ત્યારે જ પરલોકવાસી થયા. પૈતૃક સંપત્તિ પણ નાશ પામી ગઇ. તેથી નિર્ધન અને દુ:ખી અવસ્થામાં જ મોટો થયો. તેથી યુવાન થવા છતાં કોઇએ કન્યા પરણાવી નહીં. આથી લજ્જા પામેલો એ ધનમિત્ર ધન કમાવવા દેશાંતર ગયો. ખાણ ખોદવી, ધાતુઓમાટે પ્રયત્ન કરવો, સુવર્ણરસ મેળવવા મથવું, મંત્ર પ્રયોગો કરવા, વહાણવટું કરવું, જુદા-જુદા નગરોમાં માલ-સામાનની લે-વેંચ કરવી, વિવિધ વેપારો કરવા, રાજા વગેરેની નોકરી કરવી વગેરે બધા ઉપાયો અજમાવી જોવા છતાં બિચારો ગરીબનો ગરીબ જ રહ્યો. તેથી અત્યંત ઉદ્વેગ પામેલા એણે ગજપુરમાં કેવળજ્ઞાની ગુરુભગવંતને પૂછ્યું, પૂર્વભવમાં એવું શું પાપ કર્યું કે આ ભવમાં આ રીતે માત્ર દુઃખનો જ ભાગી થાઉં છું? કેવળજ્ઞાનીએ કહ્યું- તમે પૂર્વભવમાં વિજયપુરમાં ગંગદત્ત નામના ગુહસ્થ હતા. સ્વભાવથી કંજુસ અને ઈર્ષાળુ તમે બીજાઓના પણ દાન-લાભવગેરે કાર્યોમાં અંતરાય કરતા હતા. એકવાર સુંદર’ નામના શ્રાવક તમને સાધુ પાસે લઇ આવ્યા. કાંઇક ભાવથી અને મુખ્ય તો દાક્ષિણ્યથી તમે રોજ પૂજા-ચૈત્યવંદનવગેરે ધર્મ કરવાનું સ્વીકાર્યું. કંજુસાઇ વગેરે હોવાથી તમે દ્રવ્યના ખર્ચથી થતી પૂજા છોડી દીધી. પણ ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ પકડી રાખ્યો, બરાબર પાળ્યો. એથી ઉત્પન્ન થયેલા પુણ્યથી તમે માનવભવ અને શેઠને ત્યાં જન્મ પામ્યા, અમારો (કેવળજ્ઞાનીનો) મેળાપ પણ થયો. પણ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૫
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy