SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરની વૃદ્ધિ ઇચ્છનારે પોતાની જ્ઞાતિના વૃદ્ધ પુરુષને અને ગરીબ થયેલા મિત્રને ઘરે વસાવવા જોઇએ. પ્રાજ્ઞ પુરુષે અપમાનને સહી લઇને તથા માનને પાછળ મુકીને પણ પોતાનો સ્વાર્થ સાધી લેવો, કેમકે પોતાનો સ્વાર્થ ચૂકી જવો એ મૂર્ખતા છે. બુદ્ધિમાન માણસ થોડાને ખાતર ઘણાનો નાશ કરે નહીં. (થોડું બચાવવા ઘણું ગુમાવે નહીં.) આ જ પંડિતાઇ છે કે ઓછાના ત્યાગથી ઘણું બચાવવું. આપવામાં, લેવામાં અને કર્તવ્ય બજાવવામાં જે વિલંબ કરે છે; તેનો રસ(eતેનો લાભ) કાળ (વિલંબ) પી જાય છે. જેના ઘરે ઊભા થઇને આવકાર મળતો નથી, પ્રેમથી મધુર વાતો થતી નથી, ગુણ-દોષની કોઇ વિચારણા નથી; તેના ઘરે જવું નહીં. હે પાર્થ ! (અર્જુન) જે બોલાવ્યા વિના ઘરમાં પ્રવેશે છે, જે પૂક્યા વિના જ બહુ બોલે છે અને જે આસન આપ્યું નહીં હોય, તો પણ એના પર બેસી જાય છે; તે પુરુષોમાં અધમ પુરુષ છે. ૧) જે શક્તિ વિનાનો માણસ ક્રોધ કરે છે, ૨) તથા જે નિર્ધન હોવા છતાં માનની અપેક્ષા રાખે છે, તથા ૩) જે ગુણહીન છે ને ગુણો પ્રત્યે દ્વેષવાળો છે એ ત્રણ જગતમાં લાકડી જેવા (તુચ્છ) છે. માતા-પિતાનું ભરણ-પોષણ નહીં કરનાર, ક્રિયાને ઉદ્દેશીને માગણી કરનારો અને મરેલાના ખાટલાને ગ્રહણ કરનારો બીજા ભવમાં ફરીથી પુરુષ થતો નથી. (માનવદેહ મળતો નથી.) નાશ નહીં પામે એવી લક્ષ્મી ઇચ્છનારે બળવાન વ્યક્તિ સામી પડે ત્યારે નેતરની સોટીની જેમ નમ્ર થઇ જવું, પણ સાપની જેમ સામા પડવું નહીં. નેતરની જેમ નમ્ર થનારો ક્રમશ: મોટી સમૃદ્ધિ પામે છે. જ્યારે સાપની જેમ સામો પડનારો તો માત્ર વધુ યોગ્ય જ બને છે. બુદ્ધિમાન માણસ (પ્રતિકુલ) અવસરે કાચબાની જેમ સંકોચ પામી પ્રહારો પણ સહી લે છે ને પછી પોતાનો સમય આવ્યે કાળા સાપની જેમ ધસી જાય છે. એક ઠેકાણે ભેગા થયેલા - એક આશ્રયવાળા બનેલા અશક્તો પણ બળવાનથી પીડા પામતા નથી. જેમકે એક ઠેકાણે રહેલી વેલો આકરા પવનથી પણ ત્રાસ પામતી નથી. વિદ્વાન પુરુષો દુશ્મનોને પહેલા વધવા દઇ પછી એક જ અવસર આવ્યું એનો વિનાશ કરી નાખે છે, જેમકે પહેલા ગોળથી કફ વધારી પછી એક સાથે એનો નાશ કરાય છે. બધું જ કરી લેવા સમર્થ શત્રુને બુદ્ધિમાન પુરુષ થોડું આપીને ખુશ કરે છે, જેમકે સમુદ્ર વડવાનલને (સમુદ્રમાં પ્રગટતો અગ્નિ) થોડું પાણી આપી રાજી કરી દે છે. ડાહ્યો માણસ ઉગ્ર શત્રુનો તેવા જ ઉગ્ર શત્રુ સાથે લડાવી નાશ કરે છે. જેમકે પગમાં લાગેલા કાંટાને હાથમાં રહેલા કાંટાથી દૂર કરે છે. સ્વ-પરની શક્તિનો વિચાર કર્યા વિના જે સામો પડકાર ફેકે છે, તે છેવટે પોતાનો નાશ કરે છે. વાદળાની ગર્જના સાંભળી વાદળાપર હુમલો કરવા કુદતો સિંહ છેવટે પોતાના જ હાડકા ભાંગે છે. તે કાર્ય ઉપાયથી (યુક્તિથી) કરવું કે જે કાર્ય પરાક્રમથી કરવું શક્ય નથી, જેમકે પોતાના ઇંડા ખાઇ જતા સાપનો નાશ કરવા કાગડીએ રાણીનો સોનાનો હાર ઉપાડી સાપના દરમાં મૂકી સાપનો નાશ કરાવ્યો. નખવાળા જીવોનો (કૂતરા-સિંહવગેરે), નદીઓનો, શીંગડાવાળા પ્રાણીઓ (બળદવગેરે)નો, હાથમાં શસ્ત્રવાળાઓનો, સ્ત્રીઓનો, અને રાજવી પરિવારોનો ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં. સિંહ પાસેથી એક વાત, બગલા પાસેથી એક વાત, મરઘા પાસેથી ચાર વાત, કાગડા પાસેથી પાંચ વાત, કુતરા પાસેથી છ વાત અને ગધેડા પાસેથી ત્રણ વાત શીખવા જેવી છે. માણસ મોટું કે નાનું જે કામ કરવા ઇચ્છતો હોય, તે કામ તેણે પૂરી તાકાતથી કરવું, જેમકે સિંહ એક જ ફાળમાં કામ પતાવે છે. બગલાની જેમ પોતાના પ્રયોજનના વિચારમાં જ એકાગ્ર થવું. સિંહની ૧૭૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy