SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ લાભકારી થાય છે. (મનમાં સ્પૃહા હોય, તો પણ નિસ્પૃહતા બતાવવી સારી છે.) અતિઉત્સુક થઇને દ્રોહકારી કાર્યો કરવા નહીં. અને ક્યારેય પણ સુપાત્રો (દેવ-ગુરુ-સાધર્મિકો) પ્રત્યે મત્સરભાવ રાખવો નહીં. પોતાની જાતિપર આવેલા કષ્ટની ઉપેક્ષા કરવી નહીં. તેમજ જાતિ-સમાજની એકતા થાય એવું કરવું. જો એમ ન કરે, તો માનીનું પણ અપમાન થાય છે ને તે દોષથી અપયશ પણ ફેલાય છે. જે પોતાની જાતિ (સમાજ) ને છોડી પરજાતિમાં રક્ત બને છે, તે મનુષ્ય અંત પામે છે, જેમકે કુકર્દમ રાજા. જો જ્ઞાતિના આગેવાનો વગેરે પરસ્પર લડ્યા કરે, તો જ્ઞાતિના સભ્યો જ્ઞાતિને છોડી દે છે. પરસ્પર મળેલા-સંપીને રહે, તો જ પાણીમાં કમળોની જેમ વૃદ્ધિ પામે છે. ગરીબીથી પીડાતા મિત્રની, સાધર્મિકની, જ્ઞાતિના આગેવાનની, ગુણવાનની અને પુત્ર વિનાની પત્નીની ખાસ સંભાળ લેવી. જેને ગૌરવ ગમતું હોય, એ વ્યક્તિએ સારથિપણું, બીજાની વસ્તુના ખરીદ-વેચાણ અને પોતાના કુલમાટે અનુચિત ગણાય એવા કાર્યો ક૨વા જોઇએ નહીં. મહાભારતવગેરેમાં પણ કહ્યું છે – બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઇએ. (વહેલી સવારે) ઉઠીને ધર્મ-અર્થઅંગે વિચારણા કરવી. ઉગતા અને આથમતા સૂર્યને ક્યારેય પણ જોવો નહીં. દિવસે ઉત્તર સન્મુખ રહી, રાત્રે દક્ષિણ સન્મુખ રહી અને એવી બાધાઓ હોય, તો અનુકૂળતા મુજબ મળ-મૂત્રનો ત્યાગ કરવો. આચમન કરીને (= પવિત્ર થઇને) દેવપૂજા વગેરે, ગુરુવંદન તથા ભોજન કરવા. હે રાજન ! ડાહ્યા માણસે ધન કમાવવાનો પ્રયત્ન ક૨વો જ જોઇએ, કેમકે ધન મળે તો જ ધર્મ અને કામવગેરેના પ્રયોજનો પણ સરે છે. કમાણીના ચોથા ભાગથી પરલોકહિતના કાર્ય કરવા, ચોથો ભાગ બચાવવો, ને અડધા ભાગથી પોતાના નિત્ય અને નૈમિત્તિક ભરણ-પોષણઆદિ કાર્યો કરવા. વાળ સમારવા, અરિસામાં જોવું, દાંત સાફ કરવા અને દેવતાની પૂજા કરવી-આટલા કાર્યો મધ્યાહ્ન પહેલા જ કરી લેવા જોઇએ. હિતેચ્છુએ ઘરથી દૂર જ મળ-મૂત્રવિસર્જન, પગ ધોવા, એંઠવાડ નાખવો વગેરે કરવું. જે મનુષ્ય માટીના ઢફા ભાંગે, તણખલાના ટુકડા કરે ને નખ ચબાવ્યા કરે; તથા મળ-મૂત્રથી ખરડાયેલો રહે છે (બરાબર સફાઇ કરતો નથી) તે લાંબુ આયુષ્ય પામતો નથી. ભાંગેલા આસનપર બેસવું નહીં. કાંસાનું વાસણ ભાંગેલું હોય, તો વાપરવું નહીં. અને વાળ ખુલ્લા રાખી ભોજન કરવું નહીં. સ્નાન કરતી વખતે સાવ નગ્ન થવું જોઇએ નહીં. એ જ રીતે સાવ નગ્ન થઇ સૂવું નહીં. હાથ વગેરેને લાંબો કાળ ખરડાયેલા (એઠાં અથવા અપવિત્ર) રાખવા નહીં. ખરડાયેલા હાથે માથાને અડવું નહીં કેમકે પોતાના બધા પ્રાણ માથામાં રહેલા છે. એ જ રીતે કોઇને પણ વાળ પકડી માથામાં પ્રહાર કરવો નહીં. પુત્ર અને શિષ્યને શિક્ષણમાટે મારવા પડે, એ છોડી બીજા કોઇને મારવા નહીં. બંને હાથ ઉંચા કરી માથું ખંજવાળવું નહીં. એ જ રીતે માણસે કા૨ણ વગર વારંવાર માથેથી સ્નાન કરવું જોઇએ નહીં. ચંદ્રગ્રહણાદિ વખતે રાહુ દેખાઇ જાય, તો રાતે સ્નાન કરવું પડે. એ સિવાય રાતે સ્નાન કરવું સારું નથી. એ જ રીતે જમીને તરત સ્નાન કરવું નહીં, તથા જ્યાં ઉંડા પાણી હોય એવા જળાશયમાં પણ સ્નાન કરવું નહીં. ગુરુની ખરાબ વાતો ક્યારેય પણ કરવી નહીં. અને એ ગુસ્સે થયા હોય, તો પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો. બીજાઓ ગુરુનો અવર્ણવાદ કરતાં હોય, તો એ પણ સાંભળવું નહીં. હે ભારત ! શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૨
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy