SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯. કુકર્મ કરતાં શરમાય નહીં અને ૧૦૦. બોલતાં બહુ હસે, તે મૂર્ખ જાણવો.” આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે. બીજા હિતવચન આ જ રીતે પોતાની શોભા જાય એવા બીજા પણ કાર્યો કરવા નહીં. વિવેકવિલાસ વગેરેમાં કહ્યું છે – સભામાં (ઘણાની હાજરીમાં) બગાસું, છીંક, ઓડકાર કે હાસ્યવગેરે મોં ઢાંકીને કરવા. તથા નાક સાફ કરવું નહીં કે બે હાથ મરડવા નહીં. એ જ રીતે પલાંઠી વાળવી નહીં કે પગ લાંબા કરવા નહીં. તથા ઉઘ-ઝોકા વિકથા કે ખરાબ ચેષ્ટાઓ પણ કરવી નહીં. એવા (હસવાના) અવસરે પણ કુલીન પુરુષો માત્ર હોઠ મલકાવવા જેટલું જ હસે છે. અટ્ટહાસ્ય અને ઘણું હસવું તો સર્વથા અનુચિત જ છે. એ જ રીતે હાથ થપથપાવવા વગેરે રૂપ અંગવાદ્ય નહીં કરવું. તથા ઘાસ તોડ્યા કરવું, નખોથી જમીન ખોતરવી, દાંતો કે નખો પરસ્પર અથડાવવા વગેરે પણ કરવું નહીં. ભાટ-ચારણો બિરુદાવલી ગાય કે પ્રશંસા કરે એટલામાત્રથી ગર્વવાળા બનવું નહીં. પણ જો વિવેકી-પરિણત વ્યક્તિ પ્રશંસા કરે, તો આપણામાં એ ગુણ છે એવો નિશ્ચય કરવો. (પણ ગર્વ તો કરવો જ નહીં). પ્રાજ્ઞ પુરુષે બીજાના વચનોમાં રહેલી વિશેષ વાતને ખાસ યાદ રાખવી. નીચ પુરુષે જે કાંઇ પોતાના માટે (કે બીજાના માટે) કહ્યું હોય, તે વાત ફરીથી કહીને પકડી રાખવી નહીં. ચતુર માણસે ત્રણે કાળ સંબંધી જે વાતમાં પોતાને ખાતરી ન થઇ હોય, એવી વાતમાં ‘હા, એ એમ જ છે’ એવો સ્પષ્ટ હોંકારો ભણવો નહીં. પોતે જે કામ કરવા માંગે છે કે બીજા પાસે કરાવવા માંગે છે, એ કામ અંગે ઉદાહરણ દ્વારા અને અન્યોક્તિથી પહેલા જ જણાવી દેવું. પોતે જે કરવા માંગે છે, એને અનુરૂપ જ બીજો કાંઇ કશું તે વખતે કહે, તો એને પ્રમાણ જ કરી લેવું, કેમકે એથી પોતાના પ્રયોજનની સિદ્ધિનો સંકેત મળે છે. કોઇનું કોઇ કામ પોતાનાથી થઇ શકે એવું હોય જ નહીં, તો ત્યારે જ એ રીતે કહી દેવું. પણ પછી ખોટા વચનોવગેરે આપી એને આમથી તેમ દોડાવવો નહીં. કોઇના માટે પણ હલકી વાત કરવી નહીં. પોતાના દ્વેષીઓને કશુંક સંભળાવવું પડે એમ હોય, તો પણ ગુપ્ત અર્થવાળી અન્યોક્તિથી જ સંભળાવવું. માતા, પિતા, રોગી, આચાર્ય, અતિથિ, ભાઇઓ, તપસ્વીઓ, વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ, વૈદો, સંતાન, સ્વજનો, નોકરો, બેન, આશ્રિતવર્ગ, સંબંધીઓ તથા મિત્રોસાથે વચનથી પણ સંઘર્ષ નહીં કરનારો ત્રણેય જગતને જીતી જાય છે. ક્યારેય પણ સૂર્ય જોવો નહીં, તથા સૂર્ય-ચંદ્રનું ગ્રહણ પણ જોવું નહીં. ઉંડા કુવાનું પાણી જોવા જવું નહીં, તથા સંધ્યા સમયે આકાશ જોવું નહીં. સંભોગક્રિયા, શિકાર, જુવાન નગ્ન સ્ત્રી, પશુઓની ક્રીડા અને કન્યાઓની યોનિ જોવા નહીં. જ્ઞાનીએ તેલમાં, પાણીમાં, અસ્ત્રમાં, મૂત્રમાં અને લોહીમાં પોતાનું મોં જોવું નહીં, કેમકે એમ જોવાથી આયુષ્ય ઓછું થાય છે. જે વાત સ્વીકારી હોય, તે છોડી દેવી નહીં. ગયેલી વસ્તુનો શોક કરવો નહીં. કોઇની પણ ઉંઘમાં ખલેલ પહોંચાડવી નહીં. ઘણાઓ સાથે વેર કરવું નહીં. જેમાં બહુમતિ હોય, એમાં પોતાનો મત આપવો. જે કાર્યમાં રુચિ ન હોય કે વિશેષ લાભ નથી એ કાર્ય પણ ઘણાની સાથે કરવાનું હોય, તો કરવું. સુજ્ઞ વ્યક્તિએ બધી શુભ ક્રિયાઓમાં અગ્રેસર થવું. દંભથી પણ નિસ્પૃહભાવ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૭૧
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy