SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વાસક્ષેપવગેરે અભિમંત્રિત કરવા વગેરે કાર્યો મારે આધીન છે. (જીવંત ગુરુની નવરંગ ચંદનપૂજા ઘટતી નથી, તેથી જેમ દેવથી પ્રભુની મૂર્તિ સમજવાની છે એમ તાત્પર્યથી ગૌતમસ્વામી વગેરે ગુરુની ગુરુમૂર્તિ સમજવી. સાધર્મિકની નવરંગ ચંદનપૂજા વર્તમાનમાં પ્રચલિત નથી. તેથી માત્ર અનામિકા દૃષ્ટાંતમાં પોતાનું મહત્ત્વ સિદ્ધ કરવા વર્ણવે છે એટલું જ તાત્પર્ય પકડવું.) ચોથી છેલ્લી - સૌથી નાની કનિષ્ઠા આંગળીએ પણ પોતાના ગુણ વર્ણવતા કહ્યું - હું સૌથી નાની હોવાથી કાનમાં ખંજવાળવું વગેરે સૂક્ષ્મ કામો કરવા સમર્થ છું. શરીરમાં કષ્ટ આવે, ત્યારે છેદવગેરે પીડા હું જ સહન કરું છું. શાકિનીવગેરે ડાકણ કે ભૂત-પ્રેતને દોષના નિગ્રહમાં પણ છેદદ્વારા) હું કારણ છે. જાપની સંખ્યાવગેરેનો નિશ્ચય કરવા માટેની ગણતરીની શરુઆત પણ મારાથી જ થાય છે. આમ ચારે આંગળીએ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી. તેથી તેઓ ચારે પરસ્પર સખીભાવ પામી એકી સાથે અંગૂઠાપર ત્રાટકી... અંગૂઠાનો તિરસ્કાર કરવા માંડી. ત્યારે અંગૂઠાએ કહ્યું- અરે ! હું તમારો પતિ છું-સ્વામી છું. (ચાર આંગળી સ્ત્રીલિંગ છે, અંગૂઠો પુલિંગ શબ્દ છે.) મારા વિના લેખન, ચિત્રણવગેરે, કોળિયો લેવો, ચપટી વગાડવી, ચંચુપાત, પુડી, ટચકાર, મુઠ્ઠી વાળવી, ગાંઠ બાંધવી, શસ્ત્રોવગેરે ચલાવવા, વાળ-દાઢી સરખા કરવા-કાપવા, આંખ સાફ કરવી, ધોવું, ખાંડવું, પીસવું, પીરસવું, કાંટો કાઢવો, ગાયવગેરે દોહવા, જાપની સંખ્યા ગણવી, વાળ-ફુલ વગેરે ગુંથવા, ફુલ પૂજાવગેરે કશું પણ થઇ શકતું નથી. દુશ્મનનું ગળું પકડવું, તિલક કરવું, શ્રી જિનેશ્વરનું (અંગૂઠો ચૂસી) અમૃતપાન, અંગ્રેષ્ઠ પ્રશ્નો વગેરે કાર્યો પણ મારે આધીન જ છે. ચારે આંગળીઓ આ સાંભળી અંગૂઠાને આધીન થઇ બધા કાર્યો કરવા માંડી. (અહીં સ્વજન સંબંધી ઔચિત્યની વાત પૂર્ણ થઇ.) ધર્માચાર્યસંબંધી ઔચિત્ય ધર્માચાર્યને ત્રણેય સંધ્યાવખતે (સવાર, બપોર, સાંજ) ભક્તિ – બહુમાનપૂર્વક વંદન કરવા જોઇએ. અહીં ભક્તિ એટલે આંતરિક પ્રેમ - અહોભાવ. બહુમાન વચનથી અને કાયાથી (ગુણવર્ણનાદિથી ને નમવાદ્વારા) વ્યક્ત થાય છે. વળી, ધર્માચાર્યએ બતાવેલી વિધિપૂર્વક આવશ્યક વગેરે કાર્યો કરવા. તથા એમની પાસે શુદ્ધ શ્રદ્ધાપૂર્વક ધર્મોપદેશ (= વ્યાખ્યાન) સાંભળવા જોઇએ. એમના દરેક આદેશનો બહુમાનપૂર્વક સ્વીકાર કરવો. એમની મનથી પણ અવજ્ઞા કરવી નહીં. એમની નિંદા થતી રોકવી જોઇએ. વળી, પોતે હંમેશા બીજા આગળ એમની સ્તવના-પ્રશંસા કરવી જોઇએ. નાસ્તિકવગેરે અધાર્મિકોને દેવ-ગુરુની નિંદામાં વિશેષ રસ હોય છે. ત્યારે એ અટકાવવા પોતે યથાશક્તિ પ્રયત્ન અવશ્ય કરવો, એમાં ઉપેક્ષા કરવી નહીં. કેમકે કહ્યું છે કે મહાપુરુષો અંગે માત્ર ખોટું બોલનાર જ નહીં, એ સાંભળનાર પણ પાપનો ભાગીદાર બને છે. ગુરુ ભગવંતની સ્તવના – પ્રશંસા એમની હાજરીમાં તો કરવાની છે જ. એમની હાજરી ન હોય, ત્યાં પણ કરવી, કેમકે એ અપાર પુણ્યનું કારણ બને છે. ગુરુના છિદ્ર (દોષ) જોવાવાળા થવું નહીં. એમના સુખ-દુ:ખમાં મિત્ર જેવા બનવું - એમના સુખે સુખી અને એમના દુ:ખે દુ:ખી થવું. તથા એમના વિરોધીઓને અને એમની આપત્તિઓને પોતાના પૂરા પ્રયત્નથી રોકવા પ્રયત્નશીલ બનવું. પ્રશ્ન : મમત્વ વિનાના અપ્રમત્ત ગુરુભગવંતોના છિદ્ર જોવાની વાત ને એમના મિત્ર જેવા થવાની વાત વગેરે વાતો શ્રાવક માટે કેવી રીતે સંભવી શકે? શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૬૫
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy