SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યાનુબંધી પુણ્યથી બહિરંગ(ધન વગેરે) અને અંતરંગ(ક્ષમા- વૈરાગ્ય આદિ) બંને પ્રકારની સમૃદ્ધિ મળે છે. જેની પાસે બેમાંથી એક પણ પ્રકારની સમૃદ્ધિ નથી, તેઓનું માનવપણું ધિક્કારપાત્ર છે. જેઓ પોતાની શુભભાવનાને ખંડિત કરે છે - ને તેથી અખંડ પુણ્ય કરતાં નથી, તેઓ બીજા ભવે આપત્તિથી યુક્ત સંપત્તિ પામે છે. આમ જોકે કોકને પાપાનુબંધી પુણ્યના પ્રભાવે આ ભવસંબંધી કોઇ વિપત્તિ કષ્ટ દેખાતા નથી. તો પણ અત્યારે અન્યાયાદિ કરેલા પાપથી ભવિષ્યમાં તો અવશ્ય વિપત્તિઓ આવશે. કેમ કે અર્થ (= ધન) પ્રત્યે આંધળા રાગવાળો પાપથી જ જે કાંઇ ધન મેળવે છે, તે લોખંડના કાંટામાં પરોવેલા માંસના ટુકડાની જેમ તેનો વિનાશ કર્યા વિના રહેતું નથી. તેથી જ રાજાઆદિ સ્વામીના દ્રોહમાં કારણભૂત દાણચોરી વગેરે આ જ ભવમાં પણ અનર્થકારી બને છે. તેથી એ બધાનો સર્વથા ત્યાગ કરવો. તથા જેમાં બીજાને થોડી પણ હેરાનગતિ થતી હોય, તેવો વ્યવહાર, તે રીતે ઘર દુકાન બનાવવાં, તેવી રીતે રહેવું વગેરેનો ત્યાગ કરવો. ક્યારેય પણ બીજાના નિસાસાથી સમૃદ્ધિ કે સુખમાં વૃદ્ધિ થતી નથી. કેમકે જેઓ ઠગાઇથી મિત્રતાને, કપટથી ધર્મને, બીજાની પીડાથી સમૃદ્ધિને, સુખેથી (કષ્ટ વિના) વિદ્યાને, અને કઠોરતાથી સ્ત્રીને પોતાના કરવા ઇચ્છે છે; તેઓ સ્પષ્ટ મૂર્ખ છે. જેથી લોકોને આપણા પ્રત્યે અનુરાગ થાય, એ રીતે જ વર્તવું જોઇએ, કેમકે – જિતેન્દ્રિયપણું વિનયનું કારણ છે. વિનયથી ગુણપ્રકર્ષ થાય છે. ગુણપ્રકર્ષથી લોકોમાં અનુરાગ થાય છે ને લોકોમાં અનુરાગ થવાથી સંપત્તિ ઉદ્ભવે છે. સત્યવચન મહાન ગુણ છે - માહણસિંહ - ભીમ સોનીનાં દષ્ટાન્ત તથા આર્થિક હાનિ કે લાભ, તથા એકઠી થયેલી સંપત્તિવગેરે ગુપ્ત વાત બીજાઓ આગળ જાહેર કરવી નહીં. કહ્યું જ છે કે – પોતાના પત્ની, આહાર, સુકૃત, ધન સંબંધી લાભ, દુષ્કતો, માર્મિક બાબત અને ગુપ્ત મંત્ર બીજાઓ આગળ જાહેર કરવા નહીં. વળી આ બાબતમાં બીજો કશું પૂછે, તો ખોટો જવાબ પણ આપવો નહીં, એના બદલે ‘આ પ્રશ્નથી શું પ્રયોજન છે?” ઇત્યાદિ પ્રત્યુત્તર ભાષાસમિતિ સચવાય એ રીતે આપવો. પણ રાજા કે ગુરુ વગેરે પૂછે, તો જે વાસ્તવિક સ્થિતિ હોય, તે બતાવી દેવી. કહ્યું છે કે – મિત્ર આગળ સાચું કહેવું, સ્ત્રીઓ આગળ પ્રિય વાત કરવી, દુશ્મનને ખોટું પણ મધુર કહેવું, પણ સ્વામી (=રાજા વગેરે) આગળ તો સત્ય અને અનુકુળ જ કહેવું. સત્ય વચન એ પુરુષો માટે પરાકાષ્ઠાનો ગુણ છે. કેમકે એનાથી જ વિશ્વાસ ઉત્પન્ન થાય છે. સંભળાય છે કે દિલ્હીમાં માહણસિંહ નામના સજ્જન શેઠ સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતા. એમની ખ્યાતિ સાંભળી પરીક્ષા કરવા સુલતાને એને પૂછવું - તારી પાસે કેટલું ધન છે? ત્યારે માહણસિંહે કહ્યું – ચોપડા જોઇને જણાવીશ. પછી ચોપડા બરાબર તૈયાર કરી તપાસી સુલતાનને કહ્યું - ચોર્યાશી લાખ ટાંકા (= તે વખતના રૂપિયા ટંક - ટાંકા તરીકે ઓળખાતા) મારા ઘરે સંભવે છે એમ અનુમાન કરું છું. સુલતાને “મેં તો ઓછું ધન સાંભળેલું પણ આને તો હકીકતમાં જેટલું છે, એટલું કહી દીધું. ખરેખર આ સત્યવાદી છે” એમ વિચારી એના સત્યવચનપર પ્રસન્ન થઇ પોતાનો કોશાધ્યક્ષ (= ખજાનચી) બનાવી દીધો. એ જ રીતે શ્રીસ્તંભન તીર્થ (= ખંભાત) માં સત્યવાદી સોની ભીમ રહેતો હતો. તે તપાચાર્ય શ્રી જગચંદ્રસૂરિ મહારાજનો ભક્ત હતો. એક વખત તેઓ શ્રી મલ્લિનાથ પ્રભુના દેરાસરમાં હતાં, ત્યારે ૧૩૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy